પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓને મળશે આ લાભ, જાણી લો જલદી નહિં તો પસ્તાશો

દિવળી પહેલા મહિલાઓઓ રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામની પ્રથમ મિલકત ખરીદીમાં રાજ્ય સરકારે માત્ર 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ નોંધી દેવાનો મહત્વનો આદેશ કર્યો છે. રાજ્યના મહેસુલ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર મહિલાઓ માટે રાજ્ય સરકારે અનેક વિધ સહાય યોજના અમલમાં મુકી છે અને અનેક લાભો પણ આપવામાં આવી રહ્યા છે. જેમાં વધારે એક નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માટે મહિલાઓને પ્રાધાન્ય આપેલું છે. પરિવારની મહિલાની મિલ્કતની પ્રથમ ખરીદીમાં મિલકત ખરીદી દસ્તાવેજમાં રાજ્ય સરકાર દ્વારા વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં હવે માત્ર 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ ચુકવવાનો રહેશે.

સરકાર હવે આ કેટેગરીમાં મહિલાઓને પ્રાથમિકતા આપશે

image source

નોંધનિય છે કે વડાપ્રધાન આવાસ યોજનામાં મહિલાના નામની મિલકતની ખરીદી થાય તેવા હેતુથી સ્ટેમ્પ ડ્યુટી માત્ર ટોકન જેવી 100 રૂપિયા વસુલવાનો નિર્ણય કરી તેની અમલવારી થાય તે માટેના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગનાં અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇડબલ્યુએસ-1 અને ઇડબલ્યુએસ-2 પ્રકારનાં ફ્લેટનું નિર્માણ કરવામાં આવે છે. 30-40 ચો.મીની મર્યાદામાં એક રૂમ રસોડું, બે રૂમ રસોડાના ફ્લેટ તૈયાર કરી 3.50 લાખથી 6.50 લાખની કિંમતના ફ્લેટો લાભાર્થીઓ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે તે તમામની સરકારે નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજો નોંધાયા હતા. જો કે સરકાર હવે આ કેટેગરીમાં મહિલાઓને પ્રાથમિકતા આપશે.

સ્ટેમ્પ ડયૂટીની મોટી રકમ ભરવામાંથી મુકિત

image source

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના જણાવાયા મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇડબ્લ્યુએસ-1 અને ઇડબ્લ્યુએસ-2 પ્રકારના ફલેટોનું નિર્માણ કરવામાં આવે છે. 30 ચો.મી. તથા 40 ચો.મી.ની મર્યાદામાં એક રૂમ, રસોડું તથા બે રૂમ, રસોડાના ફલેટો તૈયાર કરી અંદાજે 3.50 લાખથી લઇ 6.50 લાખની કિંમતના ફલેટો લાભાર્થીઓને આપવામાં આવે છે. અત્યારસુધી આવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો એ તમામની સરકારે નકકી કરેલી સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજો નોંધાતા હતા.

image source

રાજ્ય સરકાર દ્વારા હવે આ બંને કેટેગરીમાં મહિલાઓના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડયૂટીની મોટી રકમ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે. માત્ર રૂ. 100ની સ્ટેમ્પ ડયૂટી ભરી દઇ મહિલાઓના નામની પ્રથમ મિલકતના દસ્તાવેજો કરી દેવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી મહિલાઓને મોટી રાહત મળશે. આ નિર્ણય બાદ લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સ્ટેમ્પ ડ્યુટીની મોટી રકમ ચુકવવાથી હવે રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત