Site icon News Gujarat

એક રિપોર્ટમાં દાવો પ્રદુષણથી પુરૂષોનું આ મહત્વનું અંગ નાનું થાય છે? વિશ્વભરની મહિલા સેલિબ્રિટીમાં હાહાકાર

પ્રદૂષણથી શ્વાસ સબંધિત બીમારીનો ભોગ સમગ્ર વિશ્વના લોકો બની રહ્યા છે, પરંતુ તાજેતરના એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરુષોનું શિશ્ન પ્રદૂષણને કારણે નાનુ થઈ રહ્યું છે અને સંકોચાઈ રહ્યું છે. એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રદૂષણને કારણે મનુષ્યનું શિશ્ન નાનું અને સંકોચાઈ રહ્યું છે. આ ઘટસ્ફોટ પછી, સમગ્ર વિશ્વમાં ફરીથી પ્રદૂષણને લઇને ચર્ચા શરૂ થઈ ગઈ છે અને લોકો નવેસરથી પ્રદૂષણની વાત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે મહિલા સેલિબ્રિટીઓ પણ આ વસ્તુને લઈને ટોન્ટ મારવાનું શરૂ કરી દીધું છે.

image source

ડો.સ્વાને કહ્યું કે મનુષ્ય માટે આ એક અસ્તિત્વ સંબંધિત સંકટ છે. તેમણે કહ્યું કે અધ્યયનમાં એક ખતરનાક કેમિકલની ઓળખ કરવામાં આવી છે જે મનુષ્યની પ્રજનન ક્ષમતા ઘટાડે છે. આ ઉપરાંત, આના કારણે મનુષ્યનું શિશ્ન નાનું અને સંકોચતું જાય છે. બાળકો વિકૃત ગુપ્તાંગો સાથે જન્મે છે. ડો સ્વાનએ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થાનબર્ગને પણ પ્રદૂષણ અંગે ટ્વીટ કર્યું છે. આમાં તેમણે કહ્યું છે કે પ્રદૂષણના મામલે હું ગ્રેટાની સાથે છું.

તો બીજી તરફ આ મામલે પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થાનબર્ગે એક ટ્વીટમાં લખ્યું હતું કે, તમને બધાને જળવાયુ હડતાલ પર મળીશુ. આ ઉપરાંત બોલીવુડની અભિનેત્રી દિયા મિર્ઝાએ લખ્યું છે કે હવે કદાચ દુનિયા આબોહવા સંકટ અને પ્રદૂષણને ગંભીરતાથી લેશે.

પર્યાવરણીય વૈજ્ઞાનિક ડો.શાના સ્વાને પોતાની નવી બૂક ‘કાઉન્ટ ડાઉન’ માં દાવો કર્યો છે કે ઝેરી રસાયણોને કારણે માનવ સંસ્કૃતિ ગંભીર સંકટનો સામનો કરી રહી છે. પુસ્તકોમાં વિશેષ રૂપે થેલેટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થેલેટસ એક કેમિકલ છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવા માટે કરવામાં આવે છે.

એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર, આ પુસ્તકમાં અધ્યયન કરવામાં આવ્યું છે કે કેવી રીતે આધુનિક જીવનશૈલી સ્પર્મ કાઉન્ટ માટે ખતરો છે અને તે પુરુષો અને સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને કેવી રીતે ઘટાડી રહી છે. ડો.શાન કહે છે કે, પ્રદૂષણને કારણે, છેલ્લા કેટલાક વર્ષોમાં નાના શિશ્નથી જન્મેલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે.

image source

ડો સ્વાનએ થોલેટ્સ સિંડ્રોમની તપાસ સૌ પ્રથમ ત્યારે શરૂ કરી જ્યારે તેમને નર ઉંદરના લિંગમાં તફાવત જોવા મળ્યા. તેઓએ જોયું કે માત્ર લિંગ જ નહીં, પરંતુ માદા ઉંદરના ગર્ભને પણ અસર થઈ રહી છે. તેમના પ્રજનન અંગો નાના થઈ રહ્યા છે. આ પછી, તેમણે મનુષ્યોનો પણ અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

image source

તેના અધ્યયનમાં તેમને એ જાણવા મળ્યું કે, મનુષ્યના બાળકોમાં પણ આ જ સમસ્યા આવી રહી છે. તેના જનનાંગો વિકૃત થઈ રહ્યા છે. થેલેટ્સના કારણે પ્લાસ્ટિક વધુ લચીલુ બને છે. જો કે, ડોક્ટર સ્વાન કહે છે કે, આ રસાયણ હવે રમકડા અને ખાદ્ય ચીજો દ્વારા મનુષ્ય સુધી પહોંચી રહ્યું છે અને નુકસાન પહોંચાડી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version