લોકડાઉનમાં મહિલાઓ બની હિંસાનો ભોગ, સાથે જ અનિચ્છનીય ગર્ભધારણ-ગર્ભપાતની સ્થિતિ કાળજું કંપાવી દેશે

કોરોના આવ્યો ત્યારથી ભારતમાં સતત ઘણા મહિનાઓ સુધી લોકડાઉન કરવામાં આવ્યું હતું કે જેથી સંક્રમણને રોકી શકાય અને કોરોના સામે દેશ જંગ જીતી જાય. જો કે હજુ પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો અને કુદકે ને ભુસકે કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ કોરોનાથી લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે હવે એનાથી પણ એક ખતરનાક રિપોર્ટ સામે આવ્યો છે અને આ વાત છે મહિલાઓની. કોરોના કાળમાં ખાસ કરીને લૉકડાઉનમાં ભારત સહિત દુનિયાભરમાં મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના કેસમાં ઘણો વધારો થયો. ભારતમાં આ દરમિયાન હેલ્થ કેર સિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થઈ હોવાનો અહેવાલ સામે આવતા જ હાહાકાર મચી ગયો છે.

image source

આ સિવાય વાત કરીએ તો મોટી સંખ્યામાં મહિલાઓએ અનિચ્છનીય ગર્ભધારણ કર્યા અને અસુરક્ષિત ગર્ભપાત માટે પણ મજબૂર થઈ. આ સ્થિતિમાં સંસદની આરોગ્ય સંબંધિત સ્થાયી સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે કે મહિલાઓની આવી હાલત દુખદાયક છે. મળતી માહિતી પ્રમાણે સમિતિએ લૉકડાઉનમાં મહિલાઓની માનસિક, આર્થિક, સામાજિક, સ્વાસ્થ્ય અને યૌનસંબંધિત સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીન, બ્રિટન-અમેરિકા જેવા બીજા દેશોના અહેવાલોના આંકડા પણ ભયાવહ છે. લૉકડાઉનમાં યૌન અને પ્રજનનસંબંધિત સેવાઓને પણ લોકોને હચમચાવી દીધા છે.

image source

આ સાથે જ સમિતિએ માગ કરી છે કે આ બધામાંથી બહાર આવવા માટે ચોક્કસ રૂપરેખા ઘડાવી જોઈએ એ ખુબ જરૂરી છે. તેમજ મહિલાઓ સાથે ઘરેલુ હિંસા પણ ‌વધી. હિંસા અને યૌનહિંસાનો શિકાર બનેલી આવી મહિલાઓની ઓળખ કરાય. આ માટે વિશેષ હોટલાઈન, ટેલિમિડિસિન સર્વિસ, રેપ ક્રાઈસીસ સેન્ટર અને કાઉન્સેલિંગની વ્યવસ્થા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ માન્યું છે કે, ભારતમાં કોરોના કાળમાં મહિલાઓ પ્રત્યે ઘરેલુ હિંસામાં વધારો થયો છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ટીવી લગાવાયા. કારણ કે, અનેક વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર નથી લઈ શકતા. એ જ રીતે બેકારી પણ એવી જ વધી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન લાખો મહિલાઓ બેકાર થઈ, જેનાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ પર ગંભીર પ્રભાવ પડ્યો.

image source

આ બેકારી વિશે વિગતે વાત કરીએ તો મોટા ભાગની મહિલાઓ ઈનફોર્મલ સેક્ટરમાં કામ કરે છે. તેમની સામાજિક સુરક્ષા માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવે. એક અભ્યાસ પ્રમાણે અંદાજિત વાત કરીએ તો લૉકડાઉનમાં 25 માર્ચથી જૂન વચ્ચે આશરે 18.5 લાખ મહિલાઓ અનિચ્છનીય ગર્ભ ખતમ ના કરાવી શકી.

image source

તેમાંથી આશરે 80% મહિલાઓ તો દવા ના મળવાથી ગર્ભપાત ના કરાવી શકી. આ આંકડો ઘણો ભયાવહ છે અને એમાંથી ઉગરવા કોઈ સોલ્યુશન લાવવામાં આવે એ પણ એટલું જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત