અમદાવાદ એરપોર્ટ પર PM નરેન્દ્ર મોદીના મોટાભાઈ પાસે આટલો પાર્કિંગ ચાર્જ વસુલાતા હોબાળો, જાણો સમગ્ર ઘટના

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ લેવા બદલ ભડકયા પ્રહલાદ મોદી, કહ્યું મેં ગાડી પાર્ક જ નથી કરી તો શેનો પાર્કિંગ ચાર્જ?

હરિદ્વારથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આવેલા પ્રહલાદ મોદી પાસે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ માંગ્યો હતો અને જેને કારણે પ્રહલાદ મોદીએ મોટો હોબાળો કર્યો હતો.

આ અંગે તેમણે કહ્યું હતું કે મેં એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. પ્રહલાદ મોદી આ અંગે ખૂબ જ ભડકી ગયા હતા અને એમને ભારે હોહા કરી મૂકી હતી એ પછી એમને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દેવાયા.

image source

આ સમગ્ર બાબત અંગે માહિતી આપતા પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે હું કારને હંમેશાં રોડ પર જ ઊભી રખાવુ છું અને હું જ્યારે ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઈવરને ફોન કરીને કાર મંગાવી લઉં છું અને પછી તરત જ તેમાં બેસીને બહાર નીકળી જાઉં છું.

તેમને આગળ જણાવ્યું હતું કે ગઈકાલે પણ હું જ્યારે હરિદ્વારથી આવ્યો ત્યારે હું ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં કાર મંગાવી અને જ્યારે કારમાં બેસીને હું બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે મારી પાસે 90 રૂપિયા માગ્યા હતા.

આ સમગ્ર ઘટના અંગે પ્રહલાદ મોદી આગળ જણાવ્યું હતું કે મારી ગાડી એરપોર્ટ પાર્કિંગમાં 10 મિનિટ પણ ત્યાં રોકાઈ નથી તો હું શેના માટે પાર્કિંગ ચાર્જ આપું? જો મારી કાર અડધો કલાક કે એક કલાક પાર્કિંગમાં મુકી હોય તો હું પાર્કિંગ ચાર્જ આપું. પરંતુ મેં પાર્કિંગમાં કાર મૂકી જ નથી તો હું પાર્કિંગ ચાર્જ શું કામ આપું?

image source

તેમને આગળ એમ પણ જણાવ્યું હતું કે અદાણીને એરપોર્ટનું સંચાલન કરવા માટે આપ્યું છે, તો ટર્મિનલની અંદરની વ્યવસ્થામાં ધ્યાન આપે. એરપોર્ટની બહાર રોડ પર ચાલતા વાહનો પાસે સરકાર રોડ ટેક્સ વસૂલે છે.

જ્યારે આ સમગ્ર હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે પાર્કિંગ કર્મચારીઓએ અધિકારીને ફોન કરી કાર જમા કરવાની વાત કરી તો પ્રહલાદ મોદી ભડકી ઉઠ્યા હતા.

પ્રહલાદ મોદીએ અદાણીના કર્મચારીઓને કહ્યું હતું કે તમે મારી કાર જમા કરીને મારા પર કેસ કરી શકો છે, પરંતુ હું કોઈપણ સંજોગોમાં ચાર્જ તો નહીં જ ચૂકવું.

image source

જો કે આ સમય દરમિયાન ઉપરી અધિકારીનો સંપર્ક નહોતો સાધી શકાયો એટલે છેવટે પાર્કિંગ ચાર્જ લીધા વગર જ પ્રહલાદ મોદીની કારને બહાર જવા દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત