Site icon News Gujarat

માતાજી એ દર્શન આપી જીભ પર આંગળી મૂકી અને ભૂખ લાગતી થયી બંધ

એક ન માનવામાં આવે એવી સત્યકથા :

તમે ખોરાક અને પાણી વગર કેટલા સમય સુધી રહી શકો છો?

image source

1 કલાક કે 1 દિવસ કે પછી 10 દિવસ??? આવો મળીએ આપણા એક એવા સંત ને કે જેઓ 70 વર્ષ થી ખોરાક કે પાણી વગર જીવન પસાર કરી રહ્યા છે.

પ્રહલાદ જાની કે જેઓ માતાજી તરીકે ઓળખાય છે જેમનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૨૯ માં મહેસાણા જીલ્લા ના ચરાડા ગામમાં થયો હતો. તેમના કહેવા પ્રમાણે ૧૯૪૦ થી તેઓ એ કઈ પણ ખાધું નથી તેમનું જીવન અંબા માં ના આશીર્વાદ થી જ ચાલે છે.

તેમના કહેવા પ્રમાણે તેમણે 7 વર્ષ ની ઉમરે ઘર છોડ્યું હતું અને તેઓ જંગલ માં રહેવા ચાલ્યા ગયા હતા. ૧૧ વર્ષ ની ઉમરે તેમને એક ધાર્મિક અનુભવ થયો અને તેઓ અંબા માં ના ભક્ત બની ગયા. ત્યાર થી તેઓ સ્ત્રી ભક્ત તરીકે સ્ત્રી વસ્ત્રો પહેરે છે.લાલ કલર ની સાડી, આભૂષણો અને લાંબા વાળ આ એમનું બાહ્ય રૂપ.

image source

1970 થી તેઓ અંબાજી માતા ના મંદિર નજીક જંગલ માં સન્યાસી તરીકે નું જીવન ગાળે છે અને તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠે છે. તેમનો મોટાભાગ નો સમય ધ્યાન માં લગાવે છે.

તેમના પર 2 નિરીક્ષણ ટેસ્ટ પણ કરવામાં આવેલા, જે સુધીર શાહ કે જેઓ અમદાવાદ માં સ્ટરલિંગ હોસ્પિટલ માં ન્યુરોલોજિસ્ટ છે તેમણે કરેલા. આવો જાણીએ શું હતા આ નિરીક્ષણ ટેસ્ટ

શું થયું 2003 માં કરવામાં આવેલા ટેસ્ટ માં??

image source

2003 માં સુધીર શાહ એ સ્ટરલિંગ હોસ્પિટલ, અમદાવાદ માં પ્રહલાદ જાની ને 10 દિવસ સુધી બંધ રૂમ માં રાખેલા. ડોક્ટર ના જણાવ્યા મુજબ તેમણે નિરીક્ષણ દરમિયાન મળમૂત્ર નો ત્યાગ પણ કરેલો નહિ પરંતુ તેમના મૂત્રાશય માં મુત્ર દેખાયેલું જરૂર. હોસ્પિટલ ના જણાવ્યા પ્રમાણે તેમની શારીરિક સ્થિતિ સામાન્ય હતી. પરંતુ એમના તાળવા માં જે કાણું હતું તે અસામાન્ય સ્થિતિ માં હતું.

શું પરિણામ આવ્યું 2010 ના ટેસ્ટ નું??

image source

22 એપ્રિલ થી 6 મે 2010 સુધી પ્રહલાદ જાની ને ફરીવાર નિરીક્ષણ માટે રાખવામાં આવેલ અને આ વખતે તો સુધીર શાહ સાથે 35 લોકો ની ડીફેન્સ ઇન્સ્ટીટયુટ ઓફ ફીજીયોલોજી એન્ડ એલાઈડ સાઈન્સ ની ફોજ હતી. તેમના ડાયરેક્ટર ના કેહવા મુજબ આ નિરીક્ષણ માનવ જાતિ, સૈનિકો અને ખગોળ શાસ્ત્રીઓ ને બહુ જ ઉપયોગી થઈ શકે તેમ હતું. ફરી શરૂવાત થઇ નિરીક્ષણ ની એ જ સ્ટરલીંગ હોસ્પિટલ માં. પૂરી ટીમ દરરોજ બ્લડ ટેસ્ટ, સ્કેન અને અન્ય શારીરિક નિરીક્ષણો કરવા માં લાગી ગઈ હતી. તેમણે કેમેરા ની નજર માં રાખી ને બહાર સુર્યપ્રકાશ માં જવા દેવામાં આવતા.

image source

15 દિવસ પછી અને એ પણ કઈ ખાધા કે પીધા વગર તેમના બધા જ મેડીકલ ટેસ્ટ નોર્મલ હતા!! નિરીક્ષણ કરી રહેલી ટીમે તો એવું કહ્યું કે એમની ઉમર ની વ્યક્તિ ની તબિયત જે હોવી જોઈએ તેમની કરતા તો પ્રહલાદ જાની ની તબિયત વધારે સારી છે. છેવટે રીસર્ચ ટીમે વધારે નિરીક્ષણ કરવા માટે પ્લાન બનાવવા નું નક્કી કરેલું કે કઈ રીતે તેમની બોડી માં ઉત્પન્ન થતો વેસ્ટ નષ્ટ થાય છે, કઈ રીતે તેમને જીવવા માટે ની એનર્જી મળે છે અને આપણા સંતે કોઈપણ નિરીક્ષણ કોઈપણ સમયે કરવા માટે હમેશા સહકાર આપશે એવો રસ દાખવેલો.

2006 માં ડીસ્કવરી ચેનલે તેમના પર “ધ બોય વિથ ડિવાઈન પાવર” નામની ડોક્યુમેન્ટ્રી પણ રજુ કરેલી. ઈન્ડીપેન્ડન્ટ ટેલિવિઝન નેટવર્કે તેમના પર આર્ટીકલ અને વિડીયો 2010 માં થયેલા ટેસ્ટ ના આધારે રજુ કરેલો. 2010 માં પ્રહલાદ જાની ઓસ્ટ્રીયન ડોક્યુમેન્ટ્રી “ ઇન ધી બીગીનીંગ ધેર વોઝ લાઈટ” પણ દેખાયેલા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version