પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણ મુખર્જી કોરોના સંક્રમિત – સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિના થશે ટેસ્ટ

લગભગ બે દિવસ પહેલાં દેશના ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તાજેતરના સમાચાર પ્રમાણે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો હાલમાં જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમનો આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતે જ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી આ માહિતી શેર કરી છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે, તેમના સંર્કમાં છેલ્લા સાત દિવસમાં જે કોઈ પણ વ્યક્તિ આવી હોય તેમણે પોતાના ટેસ્ટ કરાવી લેવા જોઈએ અને તેમણે તેમને અપિલ પણ કરી છે કે તેઓ આઇસોલેટ થાય.

image source

તમને જણાવી દઈ કે પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષની છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમજ તેમની ઉંમર વધારે હોવાથી તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને ખ્યાલ હશે કે પ્રણવ મુખર્જી એક કોંગ્રેસ નેતા હતા. તેમજ 2012થી 2017 દરમિયાન તેઓ દેશના રાષ્ટ્રપતિ પણ રહી ચુક્યા છે. અને 2019ની સાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રણવ મુખર્જીને ભારત રત્ન અવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

image source

કોરોના વાયરસની મહામારી હાલ સમગ્ર દેશમાં વકરી ઉઠી છે. અને આ વાયરસની જપેટમાં એક સામાન્ય વ્યક્તિથી લઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તેમજ દેશના ગૃહમંત્રી એવા અમિત શાહ પણ આવી ચુક્યા છે. અમિત શાહને હાલ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ગઇ કાલે એવી પણ અફવા ઉડી હતી કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પણ છેવટે તે અફવાનું ખંડન થઈ ગયું હતું.

image source

અમિત શાહ ઉપરાંત અર્જુન મેઘવાલ અને બીજા એક કેન્દ્રીય મંત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ઘણા બધા રાજ્યોના મંત્રીઓ આ વાયરસની જપેટમાં આવી ચુક્યા છે. થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવી ચુક્યો છે. અન તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે હાલ તેઓ સંક્રમણથી મુક્ત થઈ ગયા છે અને તેમને રજા પણ મળી ચુકી છે.

પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરતાં લખ્યું છે, ‘એક અલગ પ્રક્રિયા દરમિયાન હોસ્પિટેલની મુલાકાત દરમિયાન મારો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટીવ આવ્યો છે. હું તે બધા લોકોને અપીલ કરું છું કે જેઓ મારા સંપર્કમાં છેલ્લા અઠવાડિયામાં આવ્યા હતા તેઓ પણ પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરાવી લે અને પોતાને આઇસોલેટ કરી લે.’

image source

અમિતાભ બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમણે વીસ દિવસ કરતાં પણ વધારે સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી છેવટે થોડા દિવસો પહેલાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. ત્યાર બાદ થોડા દિવસ રહીને તેમના દીકરા અભિષેકનો પણ કે જે પણ પોઝિટિવ રીપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ હતા તેમનો પણ લાંબી સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા મળી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત