Site icon News Gujarat

પ્રયણફાગ ખેલવાની પણ કોઈ ઉંમર-શરમ હોય, સાતમાં ધોરણમાં ભણતો છોકરો 3 બાળકોની માતાને લઈ ફરરરર…

તમે બે પ્રેમીઓના ભાગી જવાના કિસ્સા અવારનવાર સંભાળતા હશો, તેમનાં ભાગી જવાના કારણ અને રીત પણ બધા કિસ્સાઓમાં અનોખા જોવા મળતા હોય છે પણ અહીં જે કિસ્સા વિશે વાત થઈ રહી છે તે ખુબ જ ચોંકાવનારો છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરના કેમ્પિયરગંજમાં એક ચોંકાવનારી ઘટનાં સામે આવી છે. હાલમાં આ કિસ્સાની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. લોકો આને ખુબ આપત્તિજનક ઘટનાં તરીકે જોઈ રહ્યા છે.

image source

ગોરખપુરના વિસ્તારમાં એક ત્રણ બાળકોની માતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરા સાથે ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. છોકરાના પરિવારના લોકોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે હવે પોલીસ મહિલા અને તેની સાથે ગાયબ સાતમા ધોરણના વિદ્યાર્થીને શોધવાની કામગીરી ચાલુ કરી દીધી છે.

image source

આ વિદ્યાર્થી વિશે મળતી માહિતી મુજબ તેની ઉંમર માત્ર 15 વર્ષ જ છે. આ બાબતે સ્થાનિક લોકોનું કહેવુ છે કે, મહિલા અને વિદ્યાર્થી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતાં અને માત્ર આટલું જ નહીં તે બન્ને એકબીજાને ચોરીછૂપીથી અવારનવાર મળતા પણ હતા. લોકોને તેઓ મળે છે તે વાતની તો ખબર પણ હતી પણ કોઈને એવો અંદાજ ન હતો કે આ બન્ને આવા સંબંધથી જોડાયેલા હોય શકે છે અને આવી રીતે બન્ને ભાગી જશે તેવું તો કોઈએ સપને પણ વિચાર્યું ન હતું.

image source

આ બન્નેના ગાયબ થયાં વિશે જાણવા મળ્યું હતું કે, 10મી માર્ચની રાત્રે અચાનક બંને ગાયબ થઈ ગયા હતા. આવો અજીબ કિસ્સો સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા હતાં. ગામમાં ત્રણ બાળકોની મા સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગાયબ થવાનો આવો અજીબ કિસ્સો સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ ઘટનાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

image source

જાણવા મળી રહ્યું છે કે, છોકરાના પરિવારવાળા હાલમાં આ બંનેની શોધી રહ્યા છે. ઘણી શોધખોળ કર્યા પછી પણ આ બન્નેનો કોઈ અંગે કોઈ માહિતી મળી શકી ન હતી. આ પછી છોકરાનાં પરિવારજનોએ પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. અને આ ઘટના અંગે તમામ વાત પોલીસને કહી અને કેસ નોંધાવ્યો હતો. પરિવારના લોકોએ ફરિયાદ કરતા પોલીસે હવે આ બંનેની શોધખોળ હાથ ધરી છે.

image source

આ બન્નેને શોધવા માટે પોલીસ તમામ પુરાવા ભેગા કરી રહી છે. આ માટે પોલીસે અમુક ગામના લોકોએ જેમને આ બન્નેના સબંધ વિશે શક હતો તેમની મદદ લીધી હતી. સ્થાનિક લોકોએ આ બન્ને સંપર્કમાં હતાં અને અવારનવાર મળતાં પણ તેઓએ જોયા હતા વગેરે માહિતી પોલીસને જણાવી હતી. આ બધી મળેલી માહિતી બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી બંન્ને સુધી પહોંચવાની કોઈ કડી હાથ લાગી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version