સવારે વોક કરવા દરિયા કિનારે ગયા અને જોયું તો ચારે તરફ જોવા મળ્યા મૃત પ્રાણીઓના ઢગલા

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો વિશ્વભરની ઘટનાઓથી વાકેફ થાય છે અને તેના પર પ્રતિક્રિયા પણ આપે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાનો મત મુક્તમને વ્યક્ત કરે છે. તેવામાં વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે સમુદ્રીજીવોના મોતનો કિસ્સો. જી હાં જાણવા મળતી માહિતી અનુસાર યૂકેના સમુદ્ર કિનારે હજારોની સંખ્યામાં મૃત પ્રાણીઓ તણાઈ આવ્યા છે જેને લઈ જીવસૃષ્ટિ પ્રેમીઓનો રોષ ફૂટી નીકળ્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો પર આપી રહ્યા છે.

image socure

સામે આવ્યું છે કે બ્રિટનના સમુદ્રી કિનારે એક વિચિત્ર ઘટના બની છે. આ સ્થિતિ પર્યાવરણ એજન્સીઓ માટે પણ મોટી ચિંતાનું કારણ બની ગઈ છે. યુકેના માર્સકે અને સાલ્ટબર્ન બીચ પર હજારોની સંખ્યામાં કરચલા, જીંગા સહિત અનેક માછલી અને સમુદ્રી જીવ મૃત અવસ્થામાં દરિયા કિનારે આવી ગયા છે. જેમાંથી મોટાભાગના મૃત છે જ્યારે થોડા જીવિત છે. હવે આ મામલે પર્યાવરણ એજન્સીઓ તપાસ કરી રહી છે કે હજારોની સંખ્યામાં સમુદ્રી જીવોના મોતનું કારણ શું છે.

image soucre

પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં સમુદ્રી જીવ કયા કારણોસર મર્યા છે તેની તપાસ શરુ કરવામાં આવી છે. જો કે મોટાભાગના લોકોનું માનવું છે કે સમુદ્રી જીવોના મોતનું કારણ પ્રદૂષણ છે.

image soucre

અહીં રહેતી સ્થાનિક વ્યક્તિનું કહેવું છે કે તેઓ રોજ સવારે બીચ પર આવે છે. તેમાં છેલ્લા 2 સપ્તાહથી સમુદ્ર કિનારે રોજ મોટી સંખ્યામાં સમુદ્રી જીવો મૃત અવસ્થામાં જોવા મળે છે. શારોન બેલ નામની વ્યક્તિનું કહેવું છે કે તે 21 વર્ષથી માર્સ્કેમાં રહે છે. પરંતુ બીચ પર આવા દ્રશ્યો ક્યારેય જોવા મળ્યા નથી. મોટા મોટા વાવાઝોડા અને તોફાનમાં પણ આવી સ્થિતિ સર્જાઈ નથી.

image soucre

સમુદ્ર કિનારે આ દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે. સમુદ્રી જીવોના મૃતદેહ જોઈ અને તેમણે પણ સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. લોકો પ્રશ્ન પુછી રહ્યા છે કે હજારો સમુદ્રી જીવોના મોતની જવાબદારી કોણ લેશે ?

image soucre

આ સાથે જ પર્યાવરણ એજન્સીએ આ મૃતદેહોમાંથી કેટલાકને ટેસ્ટ માટે લેબમાં પણ મોકલ્યા છે જેથી જાણી શકાય કે તેમના મોતનું કારણ પ્રદૂષણ છે કે અન્ય કંઈ. સોમવારે સમુદ્ર કિનારે ભયંકર સ્થિતિ જોવા મળી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ વાયરલ થઈ હતી અને પર્યાવરણ પ્રેમીઓનો રોષ પણ ફૂટી નીકળ્યો હતો.