Z+ સિક્યોરિટીમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચ્યો દિલ્હી, ખરેખર તસવીરો છે જોવા જેવી, સાથે ખાસ જોજો આ VIDEO પણ

સમગ્ર દેશમાં વેક્સીન લગાવવાનું કામ 16મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. કોવિશિલ્ડ વેક્સીનને લઈ જનારી પહેલી ફ્લાઇટ પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્લી જવા માટે રવાના થઈ ગઈ છે. પહેલો પૂરવઠો 1088 કિલોની 34 પેટીઓ છે. વેક્સીનની પહેલી તસ્વીરો જુઓ.

image source

તમને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા કર્યા બાદ વેક્સિનના 478 બોક્સ રવાના કરવામાં આવ્યા છે આ દરેક બોક્સનું વજન 32 કિલો છે. તમને એ પણ જણાવી દઈએ કે વેક્સિન સૌપ્રથમ અમદાવાદ શહેરને આપવામાં આવશે. રસીને નક્કી કરેલા શહેરોમાં પહોંચાડીને તેને એરપોર્ટથી કડક સુરક્ષા વચ્ચે ઉભા કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટર પર લઈ જવામાં આવશે.

13 શહેરોમાં મોકલવામાં આવ્યો રસીનો પ્રથમ જથ્થો

તમને જણાવી દઈએ કે પૂણેથી એરઇન્ડિયા, ઇન્ડિગો એરલાઇન્સ, સ્પાઇસ જેટ, અને ગો એરની કુલ નવ ફ્લાઇટ્સમાં કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો દેશના વિવિધ શહેરો તરફ મોકલવમા આવ્યો છે. આ શહેરોમાં ચેન્નઈ, દિલ્લી, કોલકાતા, અમદાવાદ, ગુવાહાટી, હૈદરાબાદ, ચંદીગઢ, બેંગલુરુ, ભુવનેશ્વર, શિલોંગ, વિજયવાડા, પટના અને લખનૌનો સમાવેશ થાય છે.

કોરોનાની દવા દેશના અલગ અલગ રાજ્યો સુધી પહોંચશે. આ દવાઓને મોકલતા પહેલાં કાલે પીએમ મોદીએ દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને અપીલ કરી હતી કે પહેલા જરૂરી લોકોને રસી આપવા દેવામાં આવે ત્યાર બાદ પોતે રસી લેવી.

કોરોના વેક્સીનનો પહેલો જથ્થો ત્રણ ટ્રકોમાં વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટથી રવાના થઈ ગઈ છે. વેક્સિનને મહારાષ્ટ્ર પોલીસની કડક સુરક્ષામાં રવાના કરવામાં આવી હતી.

પ્રથમ ચરણમાં ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામા આવશે. તેમાં હેલ્થ વર્કર્સ, સફાઈ કર્મચારીઓ અને સૈન્ય બળો સાથે જોડાયેલા લોકોને રસી લગાવવામાં આવશે. દવાને પ્રોડક્શન પ્લાન્ટથી એરપેર્ટ સુધી જે ગાડીઓમાં લઈ જવામાં આવી હતી તે બધી જ ખૂબ જ ખાસ છે. આ ગાડીઓમાં -25 થી 25 ડિગ્રી સુધીનું તાપમાન મેનેજ કરી શકાય છે. આ ટ્રક કૂલ એક્સ કોલ્ડ ચેન લિમિટેડ કંપનીની છે. દવા લઈને જનારી ગાડીઓ પર જીપીએસ દ્વારા ચોવીસ કલાક નજર રાખવામાં આવશે. બીજા રાજ્યોથી પણ કોર્ડિનેટ કરવામાં આવી રહ્યું છે અને તેઓ સેન્ટ્રલ સેલથી નજર રાખશે.

image source

કોરોનાની દવાના મેઇનટેનન્સથી લઈને રસી લગાવનાર દરેક વ્યક્તિનો CoWin પર એક ડિજિટલ રેકોર્ડ પણ રાખવામા આવશે. દેશમાં બનાવવામાં આવેલી કોવિશિલ્ડની કીંમત 200 રૂપિયા છે. તેમાં 10 રૂપિયાનો જીએસટી લગાવવામાં આવ્યો છે. એટલે કે આ દવાનો એક ડોઝ 210 રૂપિયા હશે. દરેક વ્યક્તિએ તેના બે ડોઝ લેવાના રહેશે.

આશા છે કે વેક્સિનેશનમાં કોઈ જ મુશ્કેલી નહીં આવે. પણ આ મિશનમાં મુશ્કેલીઓ ઉભી કરનાર ઘણા બધા લોકો છે, માટે ગઈકાલે પીએમે રાજ્યોને અપીલ કરી છે કે અફવાઓને ફેલાવવામાં ન આવે.

સરકાર દ્વારા સિરમ કંપનીને 6 કરોડ કરતા વધારે ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો


કોરોનાની મહામારીએ ભારતની આખીએ આર્થિક તેમજે સામાજિક વ્યવસ્થામાં ભારે ઉથલપાથળ મચાવી છે. અને હવે સરકાર ઇચ્છે છે કે બધું બને તેટલું જલદી જ પહેલાંની જેમ નોર્મલ થઈ જાય માટે જ સરકારે વધુને વધુ લોકો સુધી વેક્સિન પોહંચાડા માટે પહેલેથી જ સિરીમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનના 6 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. અને સરકારનો ઉદ્દેશ છે કે તેઓ સૌ પ્રથમ ત્રણ કરોડ ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવશે, જે સરકાર દ્વારા મફતમાં આપવામા આવી રહી છે. તેની શરુઆત 16 જાન્યુઆરીએ થવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત