પ્રવાસી શ્રમિકો પર કોરોનાના નવા પ્રકારના સંક્રમણનું તોળાતું જોખમ, અત્યાર સુધીમાં 6 શ્રમિકોના થયા આ રીતે મોત

રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ જતી એક શ્રમિક સ્પેશિય ટ્રેનમાં સવાર 50 વર્ષીય એક પ્રવાસી શ્રમિકનું અડધા રસ્તે જ મોત થઈ ગયું હતું. પરંતુ આ વાતથી અજાણ તેના સહ-યાત્રીઓએ મૃત શરીર સાથે આઠ કલાકથી વધારેની મુસાફરી કરી. આ વાતની પુષ્ટી પોલીસે પોતાના નિવેદનમાં કરી હતી.

image source

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં હરિશ્ચંદ્રપુર નિવાસી બુદ્ધ પરિહાર તેમજ તેનો એક સંબંધી સરજૂ દાસ રાજસ્થાનના બીકાનેરમાં એક હોટલમાં કામ કરતાં હતા. પોલીસના જણાવ્યાનુસાર લોકડાઉન દરમિયાન પરિહાર તેમજ દાસને નોકરી ગુમાવવાનો વારો આવ્યો. ત્યારથી બંનેએ અનેક પ્રયાસ કર્યા કે તે પોતાના ઘરે પરત ફરે પરંતુ તે જઈ શક્યા નહીં. પરંતુ શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરુ થયા બાદ તેઓ ટ્રેનમાં સવાર થઈ અને માલદા જવા રવાના થયા હતા. બંને વહેલી સવારે 11 કલાકે ટ્રેનમાં બેઠા હતા જેમાં પરિહારનું રાત્રે 10 કલાક આસપાસ અવસાન થઈ ગયું. આ સમયે ટ્રેન યુપીના દીનદયાળ ઉપાધ્યાય નગર પાસે પહોંચી હતી.

image source

પરિહારનું મોત થતાં સાથે બેઠેલા લોકોમાં અફરાતફરી થઈ ગઈ. લોકોમાં સૌથી પહેલા તો એ ડર છવાયો કે પરિહારનું અચાનક મોત થવાનું કારણ કોરોના વાયરસ જ હશે તો… તેવામાં ટ્રેન સવારે 6.40 કલાક માલદા સ્ટેશન પહોંચી. અહીં મૃત શરીરને રેલ્વે પોલીસને સોંપવામાં આવ્યું. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા માટે અને મોતનું કારણ જાણવા તેને માલદા મેડિકલ કોલેજ મોકલાયો. પરિહારના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. આ સાથે જ તેના મિત્ર દાસનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.

image source

પ્રવાસી શ્રમિકોના માધ્યમથી શહેરમાં હવે એલ સ્ટ્રેન વાયરસ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. કાનપુરમાં અત્યાર સુધીમાં 6 શ્રમિકોનું મોત આ રીતે થયું છે. જેમાંથી 5 ગુજરાતમાંથી આવ્યા હતા. જીએસવીએમ મેડિકલ કોલેજના ડોક્ટરોનું માનવું છે કે ગુજરાતમાં સંક્રમણથી દર્દીના ઝડપથી થતા મોત પાછળ એલ સ્ટ્રેન ટાઈપ વાયરસ જવાબદાર છે. 4 દર્દીનું મોત ન્યુરો કોવિડ-19 હોસ્પિટલમાં થઈ છે. ડોક્ટરોનું કહેવું છે કે તમામને સારવાર આપવામાં આવી પરંતુ તેમને બચાવી શકાયા નહીં. જ્યારે 100થી વધુ એસિમ્ટોમેટિક દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તેવામાં શ્રમિકોના આ રીતે થતા અવસાનનું કારણ એસ સ્ટ્રેન ટાઈપ કોરોના વાયરસ હોવાની સંભાવના સેવાઈ રહી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત