અત્યંત કરુણ ઘટના – સતત ત્રણ-ત્રણ દિવસ સુધી પાણીમાં ઉભા રહીને મૃત્યુની રાહ જોતી રહી

દક્ષિણ ભારતના કેરલ રાજ્યમાં એક ગર્ભવતી હાથણને વિસ્ફોટક ભરેલું અનાનસ ખાવાથી થયેલા મોતે માણસાઈ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એવી શંકા સેવાઈ રહી છે કે કેટલાક ઉપદ્રવી તત્ત્વોએ હાથણને વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું. માણસે મૂક નિર્દોશ પ્રાણી પર ઘણા અત્યાચાર કર્યા છે. અને આ પ્રસંગે તો જાણે કોઈ જ સીમા બાકી નથી રાખી.

image source

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હાથણની ઉંમર લગભગ 14-15 વર્ષ હશે. ઘાયલ થયા બાદ તે એટલી પીડામાં હતી કે તેણે ત્રણ દિવસ સુધી વેલિયાર નદીમાં ઉભા રહીને મૃત્યુની રાહ જોઈ. તંત્ર દ્વારા તબીબી મદદ પહોંચાડવાના બધા જ પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા. આ ત્રણ દિવસ તેણીના સૂંઢ તેમજ મોઢું સતત પાણીમાં જ રહ્યા.

સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક, પલક્કડના વાઇલ્ડ લાઇફ વોર્ડન સેમુઅલ પચાઉએ સૂત્રોને જણાવ્યું હતું કે, ‘અમને તે જગ્યા નથી મળી જ્યાં તે ઘાયલ થઈ હતી. તે માત્ર પાણી જ પી રહી હતી, કદાચ તેનાથી તેણીને કંઈક રાહત મળતી હશે. તેના જડબાને બન્ને બાજુએ ખૂબ જ ગંભીર ઘા થયા છે. તેના દાંત પણ ટૂટી ગયા હતા.’

image source

પલ્લકડ જિલ્લાના મન્નારકડ વિસ્તારના વન અધિકારી સુનીલ કુમારે વધારે માહિતી આપતા જણાવ્યુ હતું, ‘વન વિભાગના અધિકારીઓને આ હાથણ 25મી મેના રોજ મળી હતી જ્યારે તે રખડી રખડીને નજીકના ખેતર પાસે પહોંચી ગઈ હતી, કદાચ પોતાના ગર્ભસ્થ શિશુ માટે તે કંઈક ખાવા માગતી હતી.’

હાથણના ઘાયલ થવાની આ ઘટના લોકોના ધ્યાનમાં ત્યારે આવી જ્યારે રેપિડ રિસ્પોન્સ ટીમના વન અધિકારી મોહન કૃષ્ણનને ફેસબુક પર આ વિષે લાગણીશીલ પોસ્ટ લખી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઘાયલ થયા બાદ આ હાથણ ગામમાંથી ભાગી ગઈ હતી પણ તેણીએ ગામના એક વ્યક્તિને જરા પણ નુકસાન નથી કર્યું.

image source

તે તો બીચારી પીડાની મારી ત્યાંથી કણસતી ભાગી ગઈ હતી. તેને મોઢામાં એટલી હદે વાગ્યું હતું કે તેણી કંઈ ખાઈ પણ નહોતી શકતી. તેણે ન તો કોઈને નુકસાન પહોંચાડ્યું કે ન તો કોઈના ઘરને ધૂળધાણી કર્યું.

હાથણની તસ્વીર ફેસબુક પર પોસ્ટ કરતા તેમણે લખ્યું છે કે તેણી ભલી હતી. તે જણાવે છે કે તસ્વીરોમા હાથણની પીડા કેદ નથી થઈ શકતી. બીજી બાજુ વન વિભાગના સુનીલ કુમારનુ કહેવું છે કે વન વિભાગે હાથીઓની મદદથી હાથણને નદીની બહાર કાઢવા પ્રયાસ કર્યો પણ તે ત્યાંની ત્યાંજ જડવત થઈને ઉભી રહી. વન વિભાગ પશુ ચિકિત્સકો દ્વારા હાથણનું ઓપરેશન કરવા પ્રયાસ કરી રહ્યો હતો.

image source

છેવટે હાથણે 27મી મેના રોજ નદીમાં ઉભા ઉભા જ શ્વાસ છોડી દીધા. જ્યારે તેના શવનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી હતી. કૃષ્ણને પોતાની પોસ્ટમા લખ્યું છે, ‘પોસ્ટ મોર્ટમ કરનારા ડોક્ટરે મને જણાવ્યું કે તે એકલી નહોતી. હું ડોક્ટરની પીડાને સમજી શકતો હતો, જો કે તેમનો ચહેરો માસ્કમાં છૂપાયેલો હતો. અમે ત્યાંજ ચિતા સળગાવીને તેના અંતિમ સંસ્કાર કરી દીધા. અમે તેની સમક્ષ માથુ ઝુકાવીને તેના પ્રત્યેનું અમારું અંતિમ સમ્માન પણ વ્યક્ત કર્યું.’

બીજી બાજુ સેમ્યુઅલ પચાઉનું કહેવું છે કે આ સંબંધમાં ફરિયાદ નોંધવામા આવી છે અને હાથણના મૃત્યુ માટે જવાબદાર લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. નિલાંબુર વન ક્ષેત્રમાં જાનવરો તેમજ મનુષ્ય વચ્ચે અવારનવાર સંઘર્ષ થતા રહે છે. આ વન ક્ષેત્ર કેરલના મલ્લાપુરમ અને પલક્કડ જિલ્લાના ચાર બીજા વનક્ષેત્રો સાથે જોડાયેલો છે. પચાઉ વધારામાં જણાવે છે, ‘પહેલા પણ લોકો અને જાનવર વચ્ચે સંઘર્ષ ના કિસ્સાઓ સામે આવતા હતા, પણ આવુ પહેલીવાર થયું છે કે કોઈ હાથણને આ રીતે વિસ્ફોટકથી ઘાયલ કરવામાં આવી હોય.’

source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત