લોકડાઉનના કારણે ટીવી અને ફિલ્મના કામકાજ બંધ છે તેવામાં અનેક કલાકારો માટે કપરો સમય

લોકડાઉનના કારણે ટીવી અને ફિલ્મના કામકાજ બંધ છે તેવામાં અનેક કલાકારો માટે કપરો સમય શરૂ થયો છે. આ કપરા સમયમાં કેટલા લોકો એટલા ભાંગી પડે છે કે તેઓ પોતાના જીવનનો અંત લાવી દે છે. આવું જ’ પગલું વધુ એક ટીવી સ્ટારે ભર્યું છે.

image source

સોની ટીવીના ખુબ જ લોકપ્રિય થયેલા શો ક્રાઈમ પેટ્રોલમાં જોવા મળતી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી છે. તેણે પોતાના ઘરે આ પગલું ભર્યું હતું. આ અંગે જાણવા મળ્યા અનુસાર પ્રેક્ષા મહેતાએ લોકડાઉનમાં ડીપ્રેશનમાં આવી તેણે જીવન ટુંકાવ્યું છે.

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રહેતી 25 વર્ષીય ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ મોડી રાત્રે પોતાના જ ઘરમાં પંખા પર લટકી ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સવારે તેની માતા રૂમમાં આવ્યા ત્યારે તેણે દીકરીને મૃત અવસ્થામાં જોઈ હતી. તેના પરિવારના જણાવ્યા અનુસાર પ્રેક્ષા લોકડાઉન બાદ કામ નહી મળે તે વાત થી પરેશાન હતી. આ ચિંતામાં આ પગલું ભર્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રેક્ષાએ જ્યાં આત્મહત્યા કરી ત્યાંથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં પણ કામ બાબતે વાત લખી છે.

image source

પ્રેક્ષાએ આત્મહત્યા કરતા પહેલા તેના વ્હોટ્સએપ સ્ટેટ્સ તેમજ ઈન્સ્ટા સ્ટોરીમાં પણ જે મેસેજ શેર કર્યો છે તેમાં તેની મનની ચિંતા વિશે જાણવા મળે છે. તેણે લખ્યું હતું કે, ‘સૌથી ખરાબ હોય છે કે જયારે સપનાઓ જ મરી જાય’ .

ઉલ્લેનીય છે કે પ્રેક્ષાના પિતાનો ઈન્દોરમાં જનરલ સ્ટોર છે. પ્રેક્ષા મુંબઈમાં રહીને સિરિયલમાં કામ કરતી હતી. લોકડાઉન પહેલાં તે ઈન્દોર પોતાના ઘરે આવી ગઈ હતી. જો કે થોડા દિવસોથી તે કોઈ વાતને લઈને ઉદાસ રહેતી હતી પરંતુ તેણે કોઈ સાથે પોતાની વાત શેર કરી નહી. તેની માતાના જણાવ્યા અનુસાર જયારે તેઓ સવારે અગાસી પર આવ્યા ત્યારે તેણે દીકરીના રૂમની લાઈટ ચાલુ જોઈ. જયારે તેમણે દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ મળ્યો નહી. ત્યારે તેમણે બારી માંથી જોયું તો પ્રેક્ષા પંખા સાથે લટકતી જોવા મળી. તેની માતાની બુમો સાંભળી બધા એકઠા થયા અને દરવાજો તોડી પ્રેક્ષાને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

image source

જણાવી દઈએ કે પ્રેક્ષાએ ભોપાલમાંથી ફિલ્મ એન્ડ ડ્રામા એકેડેમીમાંથી એક વર્ષનો એક્ટિંગનો કોર્સ કર્યો હતો. તેણે નાટક, ફીચર ફિલ્મ, આલ્બમ અને ટીવીમાં કામ કર્યું છે. પ્રેક્ષા પહેલા ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે પણ આત્મહત્યા કરી હતી

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત