બાહોશ અને પ્રેમાળ દીકરીએ કર્યુ પિતાનું નામ આ રીતે રોશન….

‘દીકરી એ બીજો દીકરો જ કહેવાય’! એ વાતને સાચી સાબિત કરનાર એક બાહોશ અને પ્રેમાળ દીકરીએ કર્યુ પિતાનું નામ રોશન

જીવનમાં માતા-પિતાનું મહત્વ આપણા સંસ્કારો અને વિચારસરણી પર આધારીત છે. તેઓ આપણા વિકાસમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આપણા માનસિક, શારીરિક, સામાજિક, નાણાકીય અને કારકીર્દિ વિકાસમાં પિતા અને માતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માતાપિતા આપણા માટે ભગવાનની કિંમતી ભેટ છે. તેઓ આપણા જીવનના દરેક પગલામાં અમને મદદ કરે છે, તેઓએ ભવિષ્યની પડકારો માટે અમને ખૂબ જ મુશ્કેલ શૈલી શીખવી છે. માતાપિતા આપણા માટે જીવે છે, તેઓ સાચા ભગવાન છે અને આપણું પ્રથમ શિક્ષક પાલન કરવાનું એક બાળક સરળ નથી. આપણે તેમને અને તેમના નિર્ણયોને જીવનમાં માન આપવું જોઈએ.

image source

મન હોય તો માળવે જવાય…આ કહેવતને પંજાબની દીકરીએ સાચી સાબિત કરી બતાવી. તેની સફળતાની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. બુધવારે (22 જુલાઈ) જાહેર થયેલા ૧૨મા ધોરણના પરિણામોમાં મજૂર પિતાની દીકરી જસપ્રીત કૌરે ૯૯.૫ ટકા માર્ક્સ મેળવી ભવ્ય સફળતાથી પિતાનું નામ રોશન કર્યું.

કોચિંગ ક્લાસીસ વગર મેળવી સફળતા

તેના પિતા બળદેવસિંહ વાળંદ છે અને રોજના માત્ર ૨૦૦ રૂપિયાની કમાણી કરે છે. વાસ્તવમાં જસપ્રીતના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે કોચિંગ લઈ શકે. એટલે તેણે ઘરે અભ્યાસ કરીને સફળતા મેળવી શકે.

બધાએ કહ્યું- ભાગ્યશાળીઓને મળે છે આવી દીકરીઓ

image source

જસપ્રીત સિંહના પિતા બલદેવ ભાવુક થઈને કહે છે કે,‘અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમારી દીકરી ભણવામાં આટલી હોશિયાર હશે.’ જસપ્રીત કોર મનસા જીલ્લાની છે, તેની સફળતાથી સંપૂર્ણ ગામ ખુશ છે. લોકો તેના માતા-પિતાને શુભકામના પાઠવે છે અને દીકરીના વખાણ કરે છે. આ સાથે કહે છે કે- આવા ગુણોવાળી દીકરી ભગવાન બધાને આપે.

અભ્યાસની સાથે પરિવારની મદદ પણ કરશે

image source

જસપ્રીત એમફીલ કર્યા બાદ અંગ્રેજીની શિક્ષિકા બનવા માગે છે. તે અભ્યાસ કરવાની સાથે કામ કરશે જેના કારણે પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ થાય. જસપ્રીતે પંજાબ શિક્ષણ બોર્ડની ૧૨માની મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તેણે ૪૫૦ માંથી ૪૪૮ માર્ક્સ મેળવ્યા છે અને તેનું નામ રાજ્યના ટોપર્સની લિસ્ટમાં છે.

પોતાની સમસ્યા જાતે જ સોલ્વ કરતી

image source

તેણે કહ્યું કે, તે પોતાની નાની-નાની સમસ્યાઓને જાતે જ ઉકેલતી હતી. જો કોઈ મોટી સમસ્યા હોય સ્કૂલ ટીચરની મદદ લેતી હતી. તેણે આ રીતે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું. જસપ્રીતે પોતાની સફળતા અંગે જણાવ્યું કે, તેણે ૫-૬ કલાક અભ્યાસ કર્યા બાદ આ સફળતા મેળવી છે.

જ્યારે આપણે બાળક છીએ ત્યારે માતા-પિતાનું મહત્વ

image source

બાળકના વિકાસમાં, તેઓ ઘણી ભૂમિકા ભજવે છે. તેઓ આપણા વિકાસમાં મદદરૂપ થાય તે બધું આપે છે જેમ કે દૂધ, ફળો, આપણા શારીરિક વિકાસ માટે સમય, યોગ્ય ખોરાક અને કેટલીકવાર તેમની પાસે જે વસ્તુઓ છે તે માટે પૈસા નથી પરંતુ તેઓ તે બધી વસ્તુઓ તેમના બાળકને આપવાનું મેનેજ કરે છે જે પૂરી પાડવાની તેમની ક્ષમતાથી વધુ છે. તેઓ આપણા જીવનમાં આજે મદદ કરી રહેલા વિધિઓ અને સંસ્કારો વિશે વ્યવહારિક અને સૈદ્ધાંતિક રીતે શીખવે છે અને સમજાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત