Site icon News Gujarat

86 વર્ષીય પ્રેમ ચોપરા અને એમની પત્ની ઉમા ચોપરા કોરોના સંક્રમિત, સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ

દેશ અને દુનિયાની સાથે સાથે મનોરંજનની દુનિયામાં પણ કોરોના ઝડપથી દરેકને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ ક્રમમાં હવે બોલિવૂડના પ્રખ્યાત વિલન પ્રેમ ચોપરા અને તેની પત્ની ઉમા ચોપરા પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ બંનેને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે જ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર, અભિનેતા જ્હોન અબ્રાહમ, પ્રિયા રૂંચલ, ડેલનાઝ ઈરાની પણ કોરોના સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા હતા.

image socure

અહીં હોસ્પિટલમાં દાખલ પ્રેમ ચોપડા અને તેમની પત્નીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે એક-બે દિવસમાં બંનેને રજા આપી દેવામાં આવશે. ડો.જલીલ પારકર જ તેની સારવાર કરી રહ્યા છે. બંનેને મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવી છે, જેમાંથી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તબીબોના મતે, 80થી વધુ થઈ ગયા પછી પણ બંનેની રિકવરી ઝડપથી થઈ રહી છે.

આ પહેલા મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. કરીના કપૂર ખાનના સ્વસ્થ થયા બાદ હાલમાં જ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સહિત તેના પરિવારના ઘણા લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તો ડિરેક્ટર અને નિર્માતા તેમજ જીતેન્દ્રની પુત્રી એકતા કપૂર પણ કોરોના સંક્રમિત થઈ ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી

image socure

આ સિવાય અભિનેતા જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલના કોરોના વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. એટલું જ નહીં ટીવી એક્ટર નકુલ મહેતાના 11 મહિનાના પુત્ર અને એમની પત્નીનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડમાં અગાઉ સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર ભૂતકાળમાં કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.

image socure

તો વીતેલા દિવસમાં મનોરંજન જગયમાં કોરોનાના નવા વેરીએન્ટ એમીક્રોને પણ એન્ટ્રી કરી લીધી છે. ટીવીના પ્રખ્યાત અભિનેતા અને ખતરોં કે ખિલાડી-11ના વિજેતા અર્જુન બિજલાની આ નવા પ્રકારથી સંક્રમિત છે. આ સિવાય તેની 70 વર્ષની માતા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી છે.

image soucre

પ્રેમ ચોપરાની વાત કરીએ તો તેનો જન્મ 23 સપ્ટેમ્બર 1935ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. તેણે ફિલ્મોમાં પોતાના ખલનાયક તરીકે બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું હતું. તે છેલ્લે રીલિઝ થયેલી ફિલ્મ બંટી ઔર બબલી 2માં જોવા મળ્યો હતો.

Exit mobile version