Site icon News Gujarat

પ્રેમમાં યુવકે બધી હદો કરી પાર, ત્રણ વર્ષથી ચાલતા પ્રેમ સંબંધનો અંત લાવવા પ્રેમિકાને દારૂ પીવડાવીને કર્યુ એવું કામ કે…

ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો પ્રેમ સંબંધ – યુવકે પ્રેમિકાને બોલાવી જંગલમાં અને પછી દારૂ પિવડાવીને….

હાલ સમગ્ર દેશમાં ગુનાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અને લોકોના મનમાં માણસના જીવની જાણે કોઈ કીંમત જ નથી રહી. જરા અમથી નાની બાબતમા લોકો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળતા હત્યા થાય છે તો વળી કોઈ પ્રેમિને પોતાની પ્રેમિકા બીજા કોઈ સાથે વાત કરે તે પસંદ નહીં હોવાથી તેણીને મોતને ઘાટ ઉતારી દેવામા આવે છે. આવી જ એક કરુણ ઘટના ઉત્તર પ્રદેશમાં થોડા દિવસ પહેલાં જ ઘટી ગઈ.

image source

ઉત્તર પ્રદેશના બિજનૌરના હલ્દોરા વિસ્તારમા એક યુવકે પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી છે. યુવતિનો બે અઠવાડિયાથી અતોપતો નહોતો. છેવટે તેનું હાડપિંજર શેરડીના ખેતરમાંથી મળી આવ્યું હતું. પોલીસે હત્યાના આરોપમાં એક યુવકની ધરપકડ કરી છે.

image source

ધરપકડ પામેલો યુવક કોઈ બીજા સમુદાયમાંથી છે અને તેણે પોતાની પ્રેમિકાને કોઈ બીજા યુવક સાથે વાત કરતા જોઈને તેનું ગળુ કાપીને તેણીની હત્યા કરી દીધી હતી. અને તેણે આ હત્યા એટલી ક્રૂરતાથી આચરી હતી કે કોઈ પણ જોઈને થથરી ઉઠે. આ યુવકે યુવતિનું ગળુ કાપીને માથુ ધડથી અલગ કરી દીધું હતું તો તેના હાથ અને પગ પણ અલગ-અલગ કરી દીધા હતા. આ યુવતિના અંગો અલગ અલગ જગ્યાએથી મળ્યા હતા. હાલ આ મામલાને લઈને તે વિસ્તારમાં ભારે તાણનો માહોલ સર્જાયો છે જેના કારણે પોલીસને પણ તેનાત કરાઈ છે.

image source

21 વર્ષિય યુવતિ હલ્દોરના કોઈ વિસ્તારમાં રહેતી હતી. ગઈ 31મી ઓગસ્ટના રોજ તેણી ઘરેથી એવું કહીને ગઈ હતી કે તેણી પોતાની કોઈ બહેનપણીને ત્યાં પાર્ટી માટે જઈ રહી છે. બે દિવસ બાદ તેના પરિવાજનોએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાના આધાર પર તે જ વિસ્તારના એક યુવકની પુછપરછ કરી તો તેણે જણાવ્યું કે યુવતિ અને તેની વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા.

image source

તેણે પોતાની પ્રેમિકાને બીજા કોઈ યુવક સાથે વાત કરતા જોઈ હતી. ત્યારથી જ તેણે તેણીને ઠેકાણે પાડવાનું નક્કી કરી લીધું હતું. યુવકે તે યુવતિને 31મી ઓગસ્ટે રાત્રે કોલ કરીને નજીકના જંગલમાં બોલાવી હતી અને ત્યાં તેણી સાથે દૂરની પાર્ટી કરી હતી. ત્યાર બાદ અસ્તરાથી તેણીનું ગળુ વેતરી નાખીને તેણીની હત્યા કરી દેવામા આવી હતી. પોલીસે યુવકે બતાવેલી જગ્યાએ ગત રવિવારની સવારે જંગલમાં જઈને શેરડીના ખેતરમાં તપાસ કરતાં તેમને યુવતિના હાડપીંજરના કેટલાક ભાગ આમતેમ વિખેરાયેલા મળ્યા હતા.

image source

પોલીસે શંકાના આધારે તે વિસ્તારમાં જ રહેતા યુવકની ધરપકડ કરીને તેની પુછપરછ કરી હતી. અન તેણે પોતાની પ્રેમિકાની હત્યા કરી હોવાની સંપૂર્ણ હકીકત પોલીસને જણાવી દીધી હતી. તેણે એ પણ જણાવ્યું હતું કે તે યુવતિ સાથે તે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. અને તેણે તેની પ્રેમિકાને બીજા કોઈ યુવક સાથે વાત કરતા જોઈ તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો અને પ્રેમિકાને પાઠ ભણાવવાનું તેણે ઠાની લીધું અને તેણીની કરપીણ હત્યા કરી નાખી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version