મહારાષ્ટ્રથી બાઈક લઈને પહોંચ્યો કચ્છ, બાઈક ખરાબ થયું તો બોર્ડર ક્રોસ કરવા કર્યું આ કામ

પાકિસ્તાન અને ભારતને જોડતી કચ્છની સરહદેથી એક વ્યક્તિને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ તો આ વાત ઘૂષણખોરીની હોવાનું જણાયું પરંતુ પછીથી જે સત્ય સામે આવ્યું તે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. આ યુવાન મહારાષ્ટ્રનો છે અને તે કચ્છમાં આવ્યો તો હતો બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાન જવા માટે પરંતુ કારણ ઘુષણખોરી નહીં પ્રેમ હતું.

image source

આ યુવક થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની યુવતીના સંપર્કમાં આવ્યો. વાતચીત બાદ યુવકને પ્રેમીકાને મળવાનું એવું તો ઘેલું લાગ્યું કે મહારાષ્ટ્રથી બાઈક લઈને રવાના થઈ ગયો પાકિસ્તાન જવા. આ યુવાન બાઈક લઈ કચ્છના ખડીર વિસ્તારમાં ભટકતો હતો. જો કે તેનું બાઈક ધોળાવીરા પાસે ખરાબ થઈ જતાં તેણે બાઈકને ત્યાં જ મુકી અને પગપાળા બોર્ડર તરફ ચાલવાનું શરુ કરી દીધું. જો કે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને બિનવારસી બાઈક મળી આવતાં તેણે આસપાસના વિસ્તારોમાં બાઈક કોનું છે તે શોધવાની શરુઆત કરી. ટીમને યુવક કાલાડુંગર ખાતેથી ઝડપાયો.

image source

યુવકની પુછપરછમાં જાણવા મળ્યું કે તે મહારાષ્ટ્રથી આવ્યો છે અને તે પાકિસ્તાન જવા માટે કચ્છના સરહદી વિસ્તારમાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી તે અહીં ફરી રહ્યો છે. પોતાની પ્રેમિકાને મળવા જીવને જોખમમાં મુકી પાકિસ્તાન જવા નીકળેલા આ યુવાનને હાલ અટકમાં રાખવામાં આવ્યો છે.

image source

બીએસએફ અને પોલીસના જવાનોએ યુવાને કહેલી વાત સત્ય છે કે કેમ તે જાણવા માટે તેનો ફોન નંબર ટ્રેસ પણ કર્યો હતો. તેનું છેલ્લું લોકેશન ધોળાવીરા જણાયું હતું. યુવકને કચ્છના રણનો કોઈ અનુભવ ન હોવાથી તે ભટકી રહ્યો હતો. જો કે એ વાત તો સાબિત થઈ છે કે યુવાન કોઈ ઘુષણખોર કે આતંકવાદી નથી પરંતુ પાકિસ્તાની યુવતી કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકને ફસાવી કોઈ કાંડ કરાવવાની ફીરાકમાં હતું કે કેમ તે પ્રશ્ન ઊભો થયો છે.

image source

આશ્ચર્યની વાત તો એ છે કે પ્રેમમાં પાગલ યુવાનનું જ્યારે બાઈક ખરાબ થઈ ગયું ત્યારે તે પગપાળા ચાલીને કાળા ડુંગર નજીક આવેલી શેરગિલ ચોકી નજીક સુધી પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના પછી લોકો પણ આ યુવકને જોઈ ફિલ્મ રેફ્યુજી યાદ કરવા લાગ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત