Site icon News Gujarat

ફેસબુક પર થયો પ્રેમ, બાંગ્લાદેશથી યુવકે પ્રેમિકાને મળવા ખેડી 2000 કિમીની સફર, પણ પછી થયું એવું કે…

ફેસબુક પર પાંગરેલા પ્રેમનો અંજામ – બાંગ્લાદેશથી યુવકે પ્રેમિકાને મળવા ખેડી 2000 કિમીની સફર – પણ થયું એવું કે…

હાલના સોશિયલ મિડિયાના યુગમાં લોકો સાત સમંદર પારથી મિત્રો બનાવતા થઈ ગયા છે. કેટલાક માત્ર ફેસબુક પુરતા જ મિત્રો રહે છે તો વળી કેટલાક એક ડગલુ આગળ વધીને એકબીજાને મળવાનું પણ આયોજન કરે છે અને કેટલાક તો મળ્યા બાદ એકબીજાસાથે લગ્ન પણ કરી લેતા જોવા મળ્યા છે. અને આવા ઘણા બધા કિસ્સાઓ આપણી સમક્ષ બની ગયા છે જેમાં યુરોપની કોઈ મહિલાને ભારતના હરિયાણાનો કોઉ યુવાન ગમી ગયો હોય અને તેમણે લગ્ન કરી લીધા હોય. તાજેતરમાં આવી જ એક ઘટના લાહોરની એક યુવતિ અને બાંગ્લાદેશના યુવક સાથે ઘટી છે. ફેસબુક પર પ્રેમ તો થઈ ગયો પણ પછી થયું જોવા જેવું.

image source

બાંગ્લા દેશનો આ યુવાનનો ફેસબુક પર એક પાકિસ્તાની યુવતિ સાથે પ્રેમ પાંગરતા તેણીને મળવા માટે 2000ની સફર ખેડીને તેને મળવા માટે દેશની રહદ પાર કરીને પંજાબમાં આવેલા અમૃતસર સુધી પગપાળા ચાલીને પહોંચી ગયો. પણ અટારી બોર્ડર પર તેને પકડી લેવામાં આવ્યો.

image source

તે પોતાની પ્રેમિકાને મળવા ઘરેથી તો નીકળી ગયો પણ બોર્ડર પર તેને બીએસએફના જવાનોએ પકડી લીધો. તેની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે પાકિસ્તામા આવેલા લાહોરની એક યુવતિને ફેસબુક પર દીલ દઈ બેઠો હતો. ફેસબુક પર પહેલાં તો બન્નેની મિત્રતા થઈ અને ત્યાર બાદ તે બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હવે એક બીજાથી દૂર નહી રહેવાતા તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

image source

તેણે પ્રેમિકાને મળવાના પ્રયાસમાં બાંગ્લાદેશ અને ભારતની બોર્ડર પણ ગેરકાયદેસર રીતે પાર કરી લીધી. તે કોલકાતામાં તો પહોંચી ગયો અને ત્યાંથી તે દિલ્લી ગયો અને ત્યાંથી તેણે પાકિસ્તાન જવા માટે અમૃતસર ભણી ગયો. અહીં પહોંચ્યા બાદ કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થઈ ગયું અને બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા અને આ પ્રેમી અહીં જ ફસાઈ ગયો.

અટારી બોર્ડર પર આવતા પહેલાં યુવક અમૃતસરમાં વિવિધ જગ્યાઓએ રહ્યો હતો. તેને અટારી બોર્ડર પરના એક્ઝીટ ગેટ પર આવેલી ચેક પોસ્ટ પર બોર્ડર સિક્યોરીટી ફોર્સ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.

image source

આ યુવકને જ્યારે પકડવામા આવ્યો ત્યારે તેની પાસે પાસપોર્ટ પણ નહોતો કે તેને બોર્ડર પાર કરીને પાકિસ્તાન જવાની કોઈ પરમિશન કે પછી કોઈ ટ્રાવેલ ડોક્યુમેટ પણ તેની પાસે નહોતા.

તેની જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામા આવી ત્યારે તેણે જણાવ્યું કે તે પાકિસ્તાન એટલા માટે જવા માગે છે કારણ કે પાકિસ્તાનમાં તે મહિલા રહે છે જેને તે પ્રેમ કરે છે. આ છોકરાની ઉંમર કંઈ વધારે નહોતી. તે કોઈ ટીનએજર જ હતો. તે બાંગ્લાદેશમાં કોઈ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સ કરી રહ્યો હતો અને લગભઘ 8-9 મહિના પહેલાં સોશિયલ મડિયા દ્વારા પાકિસ્તાની મહિલાના સંપર્કમા આવ્યો હતો. અને ત્યાર બાદ તે તેણીના પ્રેમમાં પડ્યો હતો અને તેણી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. તેઓ વિડિયોકોલથી એકબીજાના સંપર્કમા રહેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version