23મી જૂને અમદાવાદમાં સાદાઈથી નીકળશે રથયાત્રા, મામેરું, જેષ્ઠાભિષેક સહિતની વિધિઓમાં નહીં જોડાઈ શકે ભક્તો

દર વર્ષે અમદાવાદમાં વાજતે ગાજતે અને લાખો ભક્તો સાથે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે.

કોરોનાના સંક્રમણની સ્થિતિ અમદાવાદમાં ભયજનક હોવાથી રથયાત્રા આગામી 23 જૂને યોજાશે તો ખરી પરંતુ તેમાં દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભક્તો જોડાશે નહીં.

image source

23 જૂને નીકળનારી રથયાત્રામાં કોરોનાને ધ્યાનમાં રાખી શું ફેરફાર કરવા તે અંગે નિર્ણય લેવા માટે આજે ખલાસી ભાઈઓ, મહંત તેમજ મંદિર ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે આ વર્ષની રથયાત્રા સામાજિક અંતર જળવાય તે રીતે જ કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રા સાદાઈથી અને મર્યાદિત લોકોની હાજરીમાં જ નીકળશે. આ વર્ષે રથયાત્રામાં ટ્રકો પર ઝાંખી, વિવિધ અખાડા, ભજન મંડળી નહીં જોડાય. આ સિવાય રથ ખેંચવા માટે જે ખલાસીઓ જોડાશે તે પણ અલગ અલગ વિસ્તારે બદલતા રહેશે. માત્ર 25 જેટલા લોકો જ રથ ખેંચવા માટે હાજર રહેશે.

image source

આ તકે મંદિર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રા પૂર્વેની વિધિઓ અને રથયાત્રાના દર્શન પણ ભક્તો ટીવી પરથી જ કરે અને મંદિર પરીસરમાં પણ દર્શન માટે એકત્ર ન થાય. રાજ્યના ઈતિહાસમાં આ પહેલીવાર હશે કે અમદાવાદની રથયાત્રા સાદાઈથી કાઢવામાં આવશે. આ સાથે જ રથયાત્રાના આયોજન અંગે ટ્રસ્ટીઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે જગન્નથ પુરીમાં પણ રથયાત્રા સાદાઈથી જ યોજાશે. આગામી 5 જૂનના રોજ જે મહોત્સવ થશે તેમાં પણ ફક્ત પુજારી અને ટ્રસ્ટીઓ જ હાજર રહેશે. આ વર્ષે રથયાત્રા પૂર્વે કોઈ પણ શોભાયાત્રા નીકળશે નહીં. આ સિવાય મંદિરમાં ગંગાપૂજન બાદ થતાં જેષ્ઠાભિષેકના દર્શનનો લાભ પણ ભક્તો મંદિરમાં આવીને લઈ શકશે નહીં.

image source

આ વર્ષે મામેરા સહિતની વિધિઓની પણ ધામધૂમ મોકુફ રાખવામાં આવી છે. આ વર્ષે પુજારીઓ અને ટ્રસ્ટીઓ ઓછામાં ઓછા લોકો સાથે ઝડપભેર યાત્રા પુર્ણ કરી નીજમંદિર પરત ફરશે. આ વર્ષે જમણવાર સહિતની દરેક ધામધૂમ બંધ રહેશે. આ સાથે જ રથયાત્રા સમયે કેટલા લોકો સાથે રહી શકશે તેના પર અંતિમ નિર્ણય હવે લેવામાં આવશે.

image source

આજે રથયાત્રા સંદર્ભે મળેલી બેઠકમાં સર્વાનુમતે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.  પરંતુ સાથે જ ટ્રસ્ટીઓ આગામી દિવસોમાં સરકાર સાથે પણ બેઠક કરશે અને આ બેઠકમાં જે નિર્ણય કે સુચનો સરકાર તરફથી આપવામાં આવશે તે તમામનું પાલન કરવામાં આવશે. આ સાદગીથી નીકળનારી રથયાત્રામાં પણ સંક્રમણ ન ફેલાય તે વાતની તકેદારી રાખવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત