પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને ચૂંટણી જીત્યા પછી પહેલી વખત હાર ન માનવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી

તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ચુંટણી યોજાઈ ગઈ અને તેના પરિણામો આવી ગયા. જેમાં સ્પષ્ટપણે જોન બાઇડન ઇલેક્ટ થઈને રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવ્યા છે. પણ હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની હાર માનવા જરા પણ તૈયાર નથી. અને કાયદેસરના પગલા લેવાની કોર્ટમાં જઈને કાર્યવાહી કરવાની ધમકીઓ વારંવાર આપી રહ્યા છે. તેમની ફરિયાદને ધ્યાનમાં રાખીને જ્યોર્જિયા રાજ્યની મત ગણતરી ફરીવાર કરવામા આવી અને તેમાં ફરીવાર પણ તેઓ હારી ગયા તેમ છતાં તેઓ પોતાનું પદ છોડવા જરા પણ તૈયાર નથી.

image source

અને ટ્રમ્પના આવા વર્તનના કારણે સમગ્ર વિશ્વમાં અમેરિકાની છવી બગડી રહી છે. અને આ જ વર્તનની ઝાટકણી કાઢતા ચુંટાઈને આવેલા નવા રાષ્ટ્રપતિ જો બાઇડને એક આકરું નિવેદન આપ્યું છે. બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ઇતિહાસના સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. તેઓ કહે છે કે સ્પષ્ટ હાર મળવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ નહીં છોડવાની જીદ પકડી બેઠા છે જેના કારણે દેશના લોકતંત્રને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

image source

જ્યોર્જિયામાં આવેલા ચુંટણીના પરિણામથી નાખુશ ટ્રમ્પે તેની ફરી ગણતરી કરાવી તો તેમાં પણ બાઇડનને જ વધારે મત મળતા તેઓ જીતી ગયા છે. એક અહેવાલ પ્રમાણે બાઇડનને 8 કરોડ કરતાં પણ વધારે પોપ્યુલર વોટ એટલે કે જનતાના વોટ મળ્યા છે.

દેશની છવી બગાડી રહ્યા છે ટ્રમ્પ

image source

ગુરુવારના રોજ એક કાર્યક્રમમાં જો બાઇડને સીધું જ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. ચુંટણી જીત્યા બાદ તેમણે પ્રથમવાર ટ્રમ્પ વિરુદ્ધ કંઈક ઉચ્ચાર્યું હતુ જો કે તેમાં કોઈ જ ખોટા શબ્દોનો પ્રયોગ નહોતો કરવામા આવ્યો. બીજી બાજુ ટ્રમ્પ સતત જો બાઇડન વિરુદ્ધ ખોટા શબ્દો વાપરતા આવ્યા છે. જોકે બાઇડને પોતાની મર્યાદા ન ગુમાવી પણ સ્પષ્ટ અને નક્કર શબ્દમાં ટ્રમ્પને જણાવી દીધું કે તેઓ દેશના એટલે કે અમેરિકાના ઇતિહાસના સૌથી વધારે બેજબવાદાર રાષ્ટ્રપતિ રહ્યા છે.

તેમે જણાવ્યું કે ચુંટણી બાદ આવેલા પરિણામોમાં અમેરિકન જનતાએ પોતાનો નિર્ણય જણાવી દીધો છે. અને ટ્રમ્પ હારી ગયા છે પણ તેમ છતાં તેમનું વર્તન જે પ્રકારનું રહ્યું છે તે સ્પષ્ટ જણાવે છે કે ટ્રમ્પ એક અત્યંત બેજવાબદાર રાષ્ટ્રપતિ સાબિત થયા છે. અને તેના કારણે વિશ્વમાં અમેરિકા તરફથી ખોટા સંકેત અપાઈ રહ્યા છે.

બેજવાબાદ ટ્રમ્પ

image source

બાઇડને સીધો ટ્રમ્પને પ્રશ્ન કર્યો હતો કે હવે દેશના રાષટ્રપતિ શું કરી રહ્યા છે, ચુંટણીના પરિણામ બાદનું તેમનું જે પ્રકારનુ વર્તન રહ્યું છે. તેમાં તેઓ કોઈ જ જવાબદારી દાખવતા હોય તેવું દેખાઈ નથી રહ્યું. બાઇડન કહે છે કે દરેક બાબતના કેટલાક સિદ્ધાંત હોય છે પણ તેઓ જે રીતે વર્તી રહ્યા છે, વિચારી રહ્યા છે જે કંઈ કહી રહ્યા છે તે શું કાયદાકીય રીતે યોગ્ય છે ? એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણી એક જવાબદારી બને છે કે આપણા દેશ તરફથી આપણે યોગ્ય સંદેશ પહોંચાડીએ પણ તેઓ તેનાથી વિરુદ્ધ વર્તિ રહ્યા છે.

image source

અમેરિકાની ચુંટણી બાદ આવેલા પરિણામોમાં બાઇડન પાસે 309 ઇલેક્ટોરલ વોટ્સનું સમર્થન આવી ગયું છે. અને આમ સ્પષ્ટપણે બાઇડન જ ચુંટણી જીતી ગયા છે. સામાન્ય રીતે બાઇડને પોતાની જીત સાબિત કરવા માટે માત્ર 270 ઇલેક્ટોરલ વોટ્સની જ જરૂર છે પણ તેઓ 309 વોટ્સ મેળવી ચુક્યા છ તેમ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સમર્થકો ચુંટણીમાં કોઈ ગોટાળો થયો હોય તેવા આક્ષેપો લગાવી રહ્યા છે અને અમેરિકાના લોકતંત્ર પર એક લાંછન લગાવી રહ્યા છે. અને પોતાની હારને સ્વિકારી નથી શકતા અને બાઇડનની જીતને નકારી રહ્યા છે. બાઇડને આ બાબતે એ પણ ઇશારો કર્યો હતો કે ટ્રમ્પ દ્વારા જે કાયદાકીય મામલો દાખલ કરવામા આવ્યો છે તેનું પરિણામ ક્યારેય ટ્રમ્પના પક્ષમાં નહીં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત