ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન મોરિસે માણ્યો સમોસા અને કેરીની ચટણીનો સ્વાદ, પીએમ મોદીને ટ્વીટ કરી લખી આ વાત

ભારતના ચટાકેદાર નાસ્તા અને વાનગીઓ દુનિયાભરમાં પ્રખ્યાત અને લોકપ્રિય છે. તેવામાં હવે ભારતના સમોસાનો સ્વાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસે પણ કોરોનાના સમયમાં જાતે સમોસા બનાવી તેનો સ્વાદ માણ્યો હતો. આ તકે તેમણે એક પોસ્ટ ટ્વીટર પર શેર કરી હતી જેમાં સમોસાનો ફોટો છે અને તેમાં એક મેસેજ સાથે તેમણે વડાપ્રધાન મોદીને પણ ટેગ કર્યા છે.

મોરિસે ટ્વીટ કરી લખ્યું છે કે તેમણે સ્કો-મોસાની મજા માણી છે. સમોસા સાથે કેરીની ચટણીનો સ્વાદ માણ્યો છે. આ વીડિયો તેઓ ટુંક સમયમાં વડાપ્રધાન મોદી સાથે વીડિયો લિંક વડે મુલાકાત કરશે. જો તેમને તે મળી શકે તેમ હોત તો આ સમોસા પણ તેમની સાથે શેર કરીને તેનો સ્વાદ માણત.

image source

મોરિસએ તેની ટ્વીટ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તે હાથમાં સમોરા અને કેરીની ચટણી સાથેની ટ્રે પકડી રાખી છે. આ ટ્વીટમાં વડાપ્રધાનને ટેગ કરવામાં આવ્યા છે. જો કે આ ટ્વીટનો જવાબ પણ વડાપ્રધાન મોદીએ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે સમોસા જોવાથી કહી શકાય કે તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. એક વખત કોરોના સામે જંગ જીતી જઈએ પછી આપણે બંને ફરીથી સાથે સમોસાનો સ્વાદ માણશું.

મહત્વપૂર્ણ છે કે આગામી 4 જૂનના રોજ વડાપ્રધાન મોરીસન અને પીએમ મોદી વીડિયો લિંક દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશોના હિતને ધ્યાનમાં રાખી કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી, સૈન્ય લોજિસ્ટિક્સ સહિતની બાબતો પર દ્વિપક્ષી કરાર થશે. આ અગાઉ જી20 દેશોની વીડિયો કોન્ફરન્સમાં પણ મોરીસન અને વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી.

image source

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન માસમાં જાપાનના ઓસાકામાં યોજાયેલી જી-20 સમિટિમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને પીએમ મોદી વચ્ચેના મૈત્રીસભર સંબંધો સામે આવ્યા હતા. આ સમિટ બાદ પીએમ મોદીએ એક સેલ્ફી પણ શેર કરી હતી. આ અગાઉ મોરિસન પણ વડાપ્રધાન મોદીના વખાણ કરી ચુક્યા છે. તેમણે પીએમ મોદીને એક સારા વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે. હવે આ સંબંધો વધુ ગાઢ 4 જૂનની ઓનલાઈન બેઠક બાદ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત