પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે અવસાન, માર્ચ મહિનામાં થઇ હતી હાર્ટ સર્જરી

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્રિતીયના પતિ પ્રિંસ ફિલિપનું આજે 99 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બ્રિટનના શાહી પરિવારમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રિંસ હતા. પ્રિંસ ફિલિપ મહારાણીને છેલ્લા 65 વર્ષથી સતત મદદરૂપ થયા હતા. ગત માર્ચ માસમાં જ તેમને હૃદયની સમસ્યા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.

image source

પ્રિંસ ફિલિપના નિધનના સમાચાર આજે સત્તાવાર રીતે બકિંગહામ પેલેસના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. પેલેસ તરફથી જણાવાયું હતું કે મહારાણી એલિઝાબેથ દ્રિતીયના પતિ પ્રિંસ ફિલિપનું આજે નિધન થયું છે. તેઓ ચાલુ વર્ષની શરુઆતમાં એક મહિના સુધી હોસ્પિટલની સારવારમાં હતા. તેઓ 16 માર્ચે વિન્ડસર કેસલ પરત ફર્યા હતા અને આજે અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રિંસ ફિલિપ વર્ષ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા અને ત્યારબાદ મોટાભાગે જાહેરમાં જોવા મળતા ન હતા. પ્રિંસ ફિલિપ ડ્યુક ઓફ એડનબર્ગ તરીકે ઓળખાચા હતા. તેમણે મહારાણી એલિઝાબેથ સાથે વર્ષ 1947માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ એલિઝાબેથ 5 વર્ષ બાદ બ્રિટનના મહારાણી બન્યા હતા.

image source

પ્રિંસ ફિલિપ એક રોયલ પરિવારમાંથી આવતા હતા. તેમનો જન્મ 10 જૂન વર્ષ 1921માં ગ્રીકના આયલેન્ડ કોર્ફુમાં થયો હતો. તેમના પિતા એંડ્રૂ ડેનમાર્ક અને ગ્રીસના પ્રિંસ હતા. તે હેલેનીસના કિંગ જોર્જના નાના દીકરા હતા. પ્રિંસ ફિલિપના માતા ક્વીન વિક્ટોરિયાના પરપૌત્રી અને પ્રિંસેસ એલિસ લોર્ડ લૂઈસ માઉંટબેટનના દીકરી હતા. મહારાણી એલિઝાબેથ જ્યારે 13 વર્ષના હતા ત્યારે પ્રિંસ ફિલિપ સાથે તેમની મિત્રતા થઈ અને વર્ષો બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને તેમણે લગ્ન કરી લીધા. મહારાણી એલિઝાબેથ અને પ્રિંસ ફિલિપના 4 સંતાન, 8 પૌત્ર અને 9 પ્રપૌત્ર છે.

image source

જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરી માસમાં પ્રિંસ ફિલિપને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સંક્રમણની સાથે હૃદય સંબંધિત સમસ્યા હતી. જેની સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં અંદાજે 1 મહિના સુધી તેમની સારવાર ચાલી હતી.

પ્રિંસ ફિલિપના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી અને લખ્યું હતું કે ધ પ્રિંસ ફિલિપ એડિનબર્ગ ડ્યૂકનું સૈન્યમાં વિશિષ્ટ કરિયર હતું અને કમ્યુનિટી સર્વિસમાં તે સૌથી આગળ રહેતા હતા. તેમની આત્માને શાંતિ મળે.

image source

મહારાણી એલિઝાબેથ અને પ્રિંસ ફિલિપના લગ્નજીવનને 73 વર્ષ પૂર્ણ થયા હતા. બ્રિટનમાં જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું હતું ત્યારથી તેઓ લંડનના પશ્ચિમ સ્થિત વિંડસર કેસલમાં મહારાણી સાથે જ રહેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!