Site icon News Gujarat

પ્રીતિ ઝિન્ટાએ માતા બન્યા પછી બતાવી પોતાના બાળકોની પહેલી ઝલક, અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરાએ કરી કમેન્ટ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ આ દિવસોમાં મધરહુડ જર્નીને એન્જોય કરી રહી છે. હાલમાં જ, પ્રીતિ ઝિન્ટા સરોગસી દ્વારા બે બાળકોની માતા બની છે. અભિનેત્રીએ એક પુત્રી જિયા અને પુત્ર જયનું તેના ઘરે સ્વાગત કર્યું, જેની સાથે તે તેની સુંદર યાદો બનાવવામાં વ્યસ્ત છે. પ્રીતિ ઝિન્ટાએ હજુ સુધી પોતાના બાળકોનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી. પરંતુ હવે પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના બાળકની ઝલક બતાવી છે, જેના પછી પ્રીતિ અને તેના બાળકની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

image source

વાત જાણે એમ છે કે પ્રીતિ ઝિંટાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે તેના બાળક સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ પોતાના બાળકને છાતી સાથે લગાવેલું છે. આ દરમિયાન પ્રીતિએ તેના બાળક સાથે મેળ ખાતા વાદળી કપડાં પહેર્યા છે. જોકે, પ્રીતિએ આ તસવીરમાં પોતાના બાળકનો ચહેરો દર્શાવ્યો નથી. તસવીરમાં પ્રીતિના બાળકનો ચહેરો કેમેરા સામે નથી આવી રહ્યો.

આ તસવીર સાથે પ્રીતિ ઝિંટાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘બરપ ક્લોથ, ડાયપર અને બેબી… આઈ લવ ઈટ ઓલ.’ પ્રીતિ ઝિંટાએ આની સાથે ઘણા હાર્ટ ઈમોજીસ પણ મૂક્યા છે. પ્રીતિ ઝિન્ટાની આ તસવીર ચાહકોની સાથે-સાથે સેલિબ્રિટીઓએ પણ ઘણી પસંદ કરી છે અને તેના કારણે પ્રિયંકા ચોપરાથી લઈને અનુષ્કા શર્માએ તેના પર પ્રતિક્રિયા આપી છે. આ તસવીર પર અનેક સેલિબ્રિટીઓએ હાર્ટ ઇમોજી શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

image source

પ્રીતિ ઝિન્ટા ગયા મહિને નવેમ્બરમાં માતા બની હતી. આ દરમિયાન અભિનેત્રીએ તેના પતિ જીન ગુડનફ સાથે એક તસવીર શેર કરી, જેના દ્વારા તેણે માતા બનવાના ખુશખબર આપી. પ્રીતિએ લખ્યું, ‘આજે હું તમારા બધા સાથે એક શાનદાર સમાચાર શેર કરવા માંગુ છું. જીન અને મને ખુશીની કોઈ સીમા નથી ખબર. આ સમયે આપણું હૃદય ઘણા બધા પ્રેમ અને ખુશીઓથી ભરેલું છે. અમે અમારા પરિવારમાં જોડિયા જય ગુડનફ અને જિયા ગુડનફનું સ્વાગત કરીએ છીએ. તમામ ડોકટરો, નર્સો અને સરોગેટ માતાઓનો આભાર. જે અમારા આ આવિશ્વનિય સ્ફરનો ભાગ બન્યા. ઘણો બધો પ્રેમ. તમને જણાવી દઈએ કે પ્રીતિ અને જિન ગુડઈનફે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા એ પછી એક્ટ્રેસ લોસ એન્જેલસમાં શિફ્ટ થઈ ગઈ

Exit mobile version