Site icon News Gujarat

પ્રિયંકા ચોપરાની ઇન્ડિયન રેસ્ટોરેન્ટ “સોના”ની ઇનસાઈડ તસવીરો જોઇને તમને પણ થઇ જશે અહિંયા જવાનું મન, જાણો મેનુમાં શું છે ખાસ

જેમ કે તમે જાણો છો કે ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરાએ વિદેશમાં રહેતા પોતાના ભારતીય ફેન્સને મોટી ભેટ આપતા ન્યુયોર્કમાં એક આલિશાન રેસ્ટોરેન્ટ ખોલવાની જાહેરાત કરી હતી અને એક્ટ્રેસે પોતાના નવા રેસ્ટોરેન્ટ સોનાને ખોલવાનો ઘણો ઉત્સાહ છે અને બીજા પ્રોજેક્ટ્સની સાથે સાથે પ્રિયંકાએ પોતાના રેસ્ટોરેન્ટની પબ્લિસિટી પણ શરૂ કરી દીધી છે. પ્રિયંકાએ ટ્વીટર પર પોતાના રેસ્ટોરેન્ટની વેબસાઈટને લિંક શેર કરતા એના ઇન્ટિરિયરની એક ઝલક ફેન્સને આપી હતી.

image source

પ્રિયંકાએ પોતાના આ રેસ્ટોરેન્ટનું નામ સોના રાખ્યું છે જેમાં એમને ભારતીય ભોજન માટે પોતાનો પ્રેમ જાહેર કર્યો છે. એમનું આ રેસ્ટોરેન્ટ નાનું પણ ખૂબ જ સુંદર છે અને અંદરથી કાંઈક આવું લાગે છે.

image source

રેસ્ટોરેન્ટની વેબસાઈટ ખોલતા જ તમારું સ્વાગત કરીને જણાવવામાં આવે છે કે સોના ભારતીય સ્વાદની યાદો તાજી કરી દેશે અને ભારતીય સ્વાદથી ન્યુયોર્કના લોકોના દિલોમાં હલચલ મચાવી દેશે.

image source

રેસ્ટોરેન્ટના ઇન્ટિરિયરની વાત કરીએ તો એમાં વુડનું ફ્લોરિંગ છે. અહીંયા ઇન્ડિયન ફૂડ, આર્ટ, મ્યુઝિક અને ડ્રિંક્સને અલગ જ અંદાજમાં સર્વે કરવામાં આવશે અને પ્રિયંકાનો દાવો છે કે અહીંયા વિતાવેલી સાંજ ન્યુયોર્કના લોકો માટે યાદગાર સાંજ બની જશે. રેસ્ટોરેન્ટની સીટીંગ અરેન્જમેન્ટ પણ ખૂબ જ શાનદાર છે. અહીંયા બે પ્રકારની સીટીંગ અરેન્જમેન્ટ છે. એક બાજુ દીવાલને અડાડીને ટેબલ અને ચેર મુકવામાં આવ્યા છે તો બીજા ખૂણામાં આલિશાન સોફા, ટેબલ અને પફી મુકવામાં આવ્યા છે. ઇન્ટિરિયરનું કલર કોમ્બિનેશન, એમ્બેઇન્સ, લાઇટિંગ અરેન્જમેન્ટ બધું જ ખૂબ જ શાનદાર છે અને ભારતીય સ્વાદ સાથે અહીંયા સાંજ વિતાવવી એક યાદગાર અનુભવ બની રહેશે.

image source

એ સિવાય રેસ્ટોરેન્ટમાં એક પ્રાઇવેટ ડાઇનિંગ એરિયા પણ છે જેને પ્રિયંકાએ મિમી નામ આપ્યું છે. મિમી પ્રિયંકાનું નિક નેમ છે અને પ્રિયંકાની કઝીન પરિણીતી ચોપરા એમને મિમી દીદી કહીને બોલાવે છે. સોનાની વેબસાઈટમાં મિમીની ખાસિયત જણાવતા કહેવામાં આવ્યું છે કે મિમીમાં મિલ્સ લાંબા હશે અને સમય રોકાઈ જશે. સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્રાઇવેટ ડાઇનિંગ રૂમમાં 8થી 30 લોકો જમી શકે છે.

image source

એ સિવાય એમને પોતાના રેસ્ટોરેન્ટમાં ઇન્ડિયન આર્ટને પણ ખૂબ જ સુંદરતાથી શોકેસ કર્યું છે.સોના રેસ્ટોરેન્ટ હજી શરૂ નથી થયું પણ ખૂબ જ જલ્દી એટલે કે માર્ચના અંત સુધીમાં શરૂ થઈ જશે. વેબસાઈટ અનુસાર અહીંયા મંગળવારથી શનિવાર સુધી સાંજે 5 થી 11 સુધી મિલ સર્વ કરવામાં આવશે.

વેબસાઈટ પર પ્રિયંકા ચોપરાએ એના મેન્યુની ઝલક પણ આપી છે. સોના રેસ્ટોરેન્ટમાં જમવાની જવાબદારી શેફ હરિ નાયકને આપવામાં આવી છે જે સ્વાદિષ્ટ ભારતીય ભોજન માટે જાણીતા છે. આ રેસ્ટોરેન્ટમાં ભારતના તમામ સ્વાદ સર્વ કરવામાં આવશે. અહીંયા મુંબઈના સ્ટ્રીટ ફૂડથી લઈને ગોઆના બીચ ફૂડ અને દિલ્લીની ચાટ સુધી બધા જ સ્વાદ પીરસવામાં આવશે. સોનાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અમુક ડીસીઝન ફોટા પણ શેર કરવામાં આવ્યા છે.

image source

બોલીવુડમાં પોતાની અદાઓના ઝલવા વિખેર્યા પછી હવે પ્રિયંકા ચોપરા હોલીવુડ પર રાજ કરી રહી છે. એમની ફિલ ધ વ્હાઇટ ટાઇગર ઓસ્કર 2021 માટે નોમીનેટ થઈ છે. એ સિવાય હાલમાં જ પ્રિયંકાનું પુસ્તક અનફિનિષડ રિલીઝ થઈ જેમાં એમને પોતાની જિંદગીના બધા જ રહસ્યો ખોલ્યા છે. એમનું આ પુસ્તક હિટ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version