કોરોના વોરિયર્સને દાનમાં આપ્યા 20 હજાર ખાસ શૂઝ, સોશિયલ મીડિયા પર પીસીની જ ચર્ચા શરુ

કોરોના વાયરસથી દુનિયાભરના દેશ પરેશાન છે. ચીનથી શરુ થયેલી આ મહામારીએ દુનિયાભરના ઘરેઘરેમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે.

image source

આ બીમારીથી બચવાનો કોઈ ઈલાજ, દવા કે રસી શોધી શકાય નથી તેથી તેના કારણે ભારતમાં પણ હાલ ખરાબ થઈ રહી છે. આ બીમારીથી બચવાનું અને તેને આગળ વધતી અટકાવવાનો એક જ ઉપાય છે અને તે છે સામાજિક અંતર એટલે કે સોશિયલ ડિસ્ટેંસિંગ.

આ અંતર જળવાઈ રહે તે માટે ભારત સહિત અનેક દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે લોકો પોતાના ઘરમાં કેદ થયા છે. બોલિવૂડ કલાકારો પણ આ બીમારીથી આડકતરી રીતે હેરાન થતા લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. તેવામાં પ્રિયંકા ચોપડા જોનસ પણ પાછળ નથી. તેણે પણ અનેક સંસ્થાઓને ફંડ આપવા ઉપરાંત એક મહત્વનું કામ કર્યું છે જેના કારણે તેના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ કોરોના વોરિયર્સને 20 હજાર જૂતા આપવાનું એલાન કર્યું છે. થોડા દિવસો પહેલા પ્રિયંકાએ કેટલાક સંગઠનોને ફંડ આપ્યું છે. આ યાદીમાં યૂનિસેફ, ફીડિંગ અમેરિકા, ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, નોકિડ હંગરી, ગિવ ઈંડિયા, આઈએએસવી, ફ્રૈંડ્સ ઓફ અસીમા અને પીએમ કેર્સ ફંડમાં તેણે ડોનેશન કર્યું છે.

ત્યારબાદ હવે આ સંકટનો સામનો અડીખમ રહી કરતી મહિલાઓ માટે 1 લાખ ડોલર એટલે કે અંદાજે 76 લાખ રુપિયા દાન કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત પ્રિયંકાએ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોક એંજલસમાં ફ્રટલાઈન પર કામ કરતાં સ્વાસ્થ્ય કર્મીઓને 10 હજાર ફૂડવેર આપવાનું એલાન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ સાથે જ તેણે ભારતમાં સાર્વજનિક અને સરકારી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવા કર્મીઓ માટે પણ વધારાના 10,000 જોડી શૂઝ મોકલ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી લખ્યું છે કે હેલ્થકેર સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મી આપણા સાચા સુપરહીરો છે. તેમની હિંમત, પ્રતિબદ્ધતા અને બલિદાનના કારણે આ વૈશ્વિક મહામારીથી અનેક લોકોના જીવ બચ્યા છે.

પ્રિયંકાએ કરેલા આ કામો બદલ તેના ભરપેટ વખાણ લોકો કરી રહ્યા છે.