પ્રિયંકા ચોપડાએ કર્યો ગૃહપ્રવેશ, માત્ર આટલા હજાર રૂપિયાનો સુંદર ડ્રેસ પહેરીને આકર્ષણ જમાવ્યું, તમે જોયો કે નહીં

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે તાજેતરમાં જ તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ ઉત્સવનું આયોજન કર્યું છે. પ્રિયંકા અને નિકે હિન્દુ રિવાજો સાથે આ નવી શરૂઆતની ઉજવણી કરી. સમારોહ દરમિયાન પ્રિયંકાએ આઇવરી વન શોલ્ડર ટ્યુનિક પહેરી હતી, આજે અમે તમને પ્રિયંકાના આ ખાસ ડ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

દિગ્ગજ ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પ્રિયંકાના ઘરે આવવાની તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ સ્લાઇડમાં પ્રિયંકાને તે ડ્રેસમાં બતાવવામાં આવી છે, જ્યારે બીજી સ્લાઇડમાં સરંજામની ડિઝાઇન બતાવતી મોડેલ બતાવવામાં આવી છે. પ્રિયંકાની તસવીર શેર કરતા તેણે હાઉસ ઓફ મસાબાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું કે, “પ્રિયંકા ચોપરા જોનાસે તેના ઘરના પ્રવેશના મોકા પર અમારી આઇવરી વન શોલ્ડર ટ્યુનિક પહેરી હતી અને સાથે જ મધમાખીના પ્રિન્ટ વાળી પેન્ટ પહેરી હતી. તેમને ખુબ ખુબ શુભકામનાઓ.

image source

પ્રિયંકાએ તેના ઘરે પ્રવેશ સમારોહ માટે પસંદ કરેલ પોશાક તમે પણ તમારા ખાસ પ્રસંગે લઈ શકો છો. મસાબાની આ સુંદર ડિઝાઇન ઈ-કોમર્સ પોર્ટલ પર ફક્ત 21 હજાર રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. મસાબાની વેબસાઇટ પરથી, તમે તમારા કદના પોશાક પસંદ કરી શકો છો અને તેને અહીંથી ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડા આજકાલ પોતાની બૂકને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ પોતાની જીવન સાથે જોડાયેલી તમામ રસપ્રદ વાતો તેના પુસ્તકમાં જાહેર કરી છે અને તેથી જ તે આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જાહેર થયેલી માહિતી અનુસાર, પ્રિયંકાના ચાહકો જ નહીં પરંતુ તેમના પતિ નિક જોનાસ પણ આ પુસ્તક ઉત્સાહથી વાંચીવ રહ્યા છે અને તેઓ આ પુસ્તકમાં પ્રિયંકા દ્વારા તેમના ડેટિંગ જીવનની કહાનીઓનો આનંદ લઈ રહ્યા છે.

image source

સેલેબ્રિટી પહેલાં કોઈ ફિલ્મ, ગીત કે શો બનાવે અને પછી તેનું પ્રમોશન કરે. ત્યારે હાલમાં પ્રિયંકા ચોપરાની પણ હાલત કઈક એવી છે કે તે પોતાની બુક ‘અનફનિશ્ડ’નું પ્રમોશન કરી રહી છે. આ સાથે જ પ્રિયંકાએ બુકમાં એક ફિલ્મના શૂટિંગનો કિસ્સો શૅર કર્યો છે જે ભારે ચર્ચાઈ રહ્યો છે.

image source

એમાં કહેવામાં આવ્યું છે કે એક ફિલ્મના ડિરેક્ટરે એક રોમેન્ટિક સોંગની સિક્વન્સ દરમિયાન પ્રિયંકાને કપડાં ઉતારવાનું અને સાથે સાથે પેન્ટી બતાવવાનું કહ્યું હતું. ડિરેક્ટરે એવું કહ્યું હતું કે જો પ્રિયંકા આ કામ તું નહીં કરે તો પછી આ ફિલ્મ જોવા જ કોઈ નહીં આવે, પણ દેશી ગર્લ આ માટે તૈયાર થઈ નહોતી અને ફિલ્મને બાય બાય કહી દીધું હતું અને પ્રિયંકાએ આ વાતમાં ક્યારેય ક્રોમ્પ્રોમાઈઝ નથી કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!