દેશીગર્લ પ્રિયંકાનો આ લુક છે ખુબ જ સુંદર, વેસ્ટર્ન કપડાં પર મંગળસૂત્ર…

જયારે મંગળસૂત્ર પહેરીને નીકળી પ્રિયંકા ચોપડા.:

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાના સ્ટાઈલનો ડંકો વગાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા આમ તો જે કઈપણ કરે છે કે પછી પહેરે છે તેને વાયરલ થવામાં વધારે સમય નથી લાગતો. પરંતુ આવામાં સૌથી વધારે ચર્ચા પ્રિયંકા ચોપડાની ત્યારે કરવામાં આવી રહી છે જયારે લંડનના રસ્તાઓ પર પ્રિયંકા ચોપડા પોતાના વેસ્ટર્ન લુકની સાથે મંગળસૂત્રને પહેરી રાખેલ જોવા મળી.

image source

આઉટફીટની સાથે મેચ કરી રહ્યું હતું મંગળસૂત્ર.:

જો કે, આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે, લગ્ન થઈ ગયા પછી પ્રિયંકા ચોપડા પોતાના લુકના કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે, પરંતુ જયારે પ્રિયંકા ચોપડાએ સિમ્પલ સી ટર્ટલ નેક હુડીની સાથે પ્રિયંકા ચોપડાએ મંગળસૂત્ર પહેર્યું તો તેનો ડંકો દુર સુધી વાગ્યો હતો.

કેવું હતું આઉટફીટ :

image source

લંડનના રસ્તાઓ પર પ્રિયંકા ચોપડા મસ્ટર્ડ કલરની ઇનર (હુડી) ની સાથે પેંટસુટ પહેરેલ જોવા મળી હતી, આ સુટની કીમત ૧૩ હજાર રૂપિયા છે. એટલું જ નહી, પ્રિયંકા ચોપડાએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો અને સાથે જ ન્યુડ લિપસ્ટિક લગાવી હતી. આ સાથે જ પ્રિયંકા ચોપડાએ હાથમાં Gucci બ્રાંડની બેગ કેરી કરી હતી.

ઓવરઓલ લુકની સાથે મંગળસૂત્રએ ધ્યાન ખેચ્યું.:

આપને જણાવીએ કે, પ્રિયંકા ચોપડાએ આ મસ્ટર્ડ મોનોટોન લુકને બ્લેક ગોગલ્સ અને બુટ્સની સાથે સ્ટાઈલ કર્યો હતો. પ્રિયંકા ચોપડાના આ લુકમાં દુરથી જ તેમના મંગળસૂત્રએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું.

image source

હાર્ટ શેપ મંગળસૂત્રની કીમત.:

મિસેસ પ્રિયંકા નિક જોનાસના લગ્નની બધી જ જ્વેલરી ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડીઝાઈન કરવામાં આવી હતી, એમાંથી એક પ્રિયંકા ચોપડાનું મંગળસૂત્ર પણ હતું. આપને જણાવીએ કે, પ્રિયંકા ચોપડાના ગોલ્ડ ચેન વાળા મંગળસૂત્રમાં ટીયર શેપ ડાયમંડ લોકેટ હતું જેમાં તેની એકદમ ઉપર બીજા ત્રણ ડાયમંડ લગાવામાં આવ્યા હતા. જો કે, હાલમાં તો પ્રિયંકા ચોપડાના આ મંગળસૂત્રની કીમત વિષે કોઈ જાણકારી નથી મળી, પરંતુ એટલું તો નક્કી છે કે, પ્રિયંકા ચોપડાનું આ મંગળસૂત્ર ૨૦ લાખ રૂપિયા કરતા વધારે જ હશે.

ફેંસ થઈ ગયા આ અદાના કાયલ.:

image source

આ વાતમાં કોઈ શક નથી કે, પ્રિયંકા ચોપડાએ વિદેશમાં રહેવા છતાં પણ ભારતને પોતાના દિલમાં વસાવી રાખ્યું છે. આવામાં પ્રિયંકા ચોપડાનું આવું પગલું તેમના ફેંસને એકદમ જ ખુશ કરનાર સાબિત થયું છે. પ્રિયંકા ચોપડાએ હાલમાં દુનિયામાં ચાલી રહેલ મહામારીના દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી પોતાના ફેંસને અવારનવાર પોતાની અપડેટ શેર કરતા જોવા મળી હતી.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત