Site icon News Gujarat

છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે પ્રિયંકાએ શેર કર્યો એવો ફોટો કે ટ્રોલર્સની બોલતી થઈ ગઈ બંધ

છેલ્લા કેટલાક દિવસોથી કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન અને પ્રિયંકા ચોપડા અને નિક જોનસના છૂટાછેડા આ બે મુદ્દા ખુબ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડા અને નિકના છૂટાછેડાની વાત ત્યારથી ચર્ચામાં છે જ્યારથી પ્રિયંકા ચોપડાએ તેના નામ પાછળથી જોનસ સરનેમને દૂર કરી છે. આ વાતથી સતત ચર્ચાઓ થઈ રહી છે કે પ્રિયંકા અને નિક અલગ થઈ રહ્યા છે.

image soucre

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના છૂટાછેડાના સમાચાર રોજે રોજ જોર પકડી રહ્યા છે. આ મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસથી અલગ થવા માંગે છે અને એટલે જ અભિનેત્રીએ પોતાના નામમાંથી પતિની સરનેમ હટાવી દીધી છે.

પરંતુ છૂટાછેડાની આ ચર્ચાઓ અને સમાચાર વચ્ચે હવે પ્રિયંકા ચોપરાએ તેના પતિ સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. ફોટામાં પ્રિયંકા ચોપડા તેના પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી એકદમ કોઝી દેખાઈ રહી છે અને સ્પષ્ટ એ પણ થાય છે કે તે છૂટાછેડા લેવાના મૂડમાં તો નથી જ…

અભિનેત્રીએ આ તસવીરો શેર કરી ખાસ કેપ્શન પણ લખ્યું છે. જે તેના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. તેણે લખ્યું છે કે, ” મારી પાસે આભાર માનવા માટે ઘણું બધું છે. મિત્રો, પરિવાર, હું તને ખૂબ જ પ્રેમ કરું છું નિક જોનસ. શુભેચ્છાઓ માટે દરેકનો આભાર. ”

આ પોસ્ટ પરથી તેણે એક રીતે પોતાના છૂટાછેડાની વાત પર પણ પૂર્ણવિરામ મુકી દીધું છે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા થોડા સમય પહેલા જ એક કોમેડી શોમાં જોવા મળી હતી. આ શોમાં પ્રિયંકા ચોપડાએ તેના પતિ નિક જોનસ અને જોનસ પરિવારને જોરદાર ટ્રોલ કર્યો હતો.

જો કે આ બધું તેણે સીરીયસલી કહ્યું ન હતું. ખરેખર તો આ એક રોસ્ટિંગ શો હતો. આ શોમાં પ્રિયંકાએ બિંદાસ્ત એ વાત પર ચર્ચા કરી જે તેણે લગ્ન પછી અને પહેલા ફેસ કરી હતી. આ શોમાં પ્રિયંકા ચોપડાએ તેના પતિ નિક જોનસ વચ્ચેની ઉંમરના તફાવતથી લઈને બંનેને સંતાન સુધીની જે ચર્ચાઓ થઈ હતી તેના વિશે વાત કરી હતી.

image soucre

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા હવે બોલિવૂડમાં એક્ટિવ નથી. છેલ્લે તે વાઈટ ટાઈગરમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળ્યો હતો. હાલ તે હોલિવૂડના કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

Exit mobile version