ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ અમેરિકન સિંગર નિક જોનાસ ફરી એકવાર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના પતિની સરનેમ જોનાસ હટાવી દીધી છે. જે બાદ બંનેના અલગ થવાની ચર્ચાનું બજાર ગરમ છે. આ પહેલા પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વચ્ચે છૂટાછેડાના સમાચાર આવ્યા છે. પરંતુ દરેક વખતે પ્રિયંકા ચોપરાએ પોતાની તસવીરોથી લોકોને જવાબ આપ્યો છે કે બંને વચ્ચેનો પ્રેમ બરકરાર છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકા ચોપરાએ પોતાના નામમાંથી પતિની સરનેમ હટાવી છે.કારણ કે આ પહેલા પ્રિયંકા ચોપરાને હંમેશા ગર્વની સાથે એમના નામની સાથે જોનસ કહેતા જોવામાં આવી છે.
લગ્ન પછી પ્રિયંકાએ બદલ્યું હતું નામ
વર્ષ 2018માં પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. જે પછી પ્રિયંકા ચોપરાએ પોતાનું નામ પ્રિયંકા ચોપરાથી બદલીને પ્રિયંકા ચોપરા જોનાસ કરી દીધું. લગ્નના ત્રણ વર્ષ સુધી બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ પ્રિયંકા ચોપરાએ તેના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પરથી જોનાસ સરનેમ હટાવી દીધી છે. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું.
પ્રિયંકાની માતાએ આપી પ્રતિક્રિયા
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા ઘણી વખત તેની પુત્રી અને જમાઈ સાથે યુએસમાં સમય પસાર કરતી જોવા મળે છે. તે નિકને તેના દીકરા જેવો જ માને છે.
આવી સ્થિતિમાં પ્રિયંકાના છૂટાછેડાના સમાચાર આવતા જ તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આ સમાચારને બકવાસ ગણાવ્યા છે અને અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી છે. તેમના મતે બંને વચ્ચે બધુ બરાબર છે.
પ્રિયંકા અને નિકના લગ્નને થયા ત્રણ વર્ષ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. 1લી ડિસેમ્બર 2018 ના રોજ, બંનેએ જોધપુરમાં હિન્દુ અને ખ્રિસ્તી રીત-રિવાજો અનુસાર ધામધૂમથી લગ્ન કર્યા. આ લગ્નમાં માત્ર પરિવાર અને કેટલાક ખાસ મિત્રો સામેલ થયા હતા.
દિવાળી પર સાથે હતા
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગ્ન બાદ પહેલીવાર એકબીજા સાથે દિવાળી મનાવી હતી. પ્રિયંકા ચોપરાએ આ પ્રસંગે ચાહકો સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં બંને પરંપરાગત રીતે દિવાળીની લક્ષ્મી પૂજા કરતા જોવા મળ્યા હતા.