પ્રિયંકા-નિક ખોવાઇ ગયા એકબીજાના પ્રેમમાં, આ રોમેન્ટિક ફોટો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

નિક જોનસને યાદ કરીને પ્રિયંકા ચોપરાએ શેર કર્યો ફોટો, રોમેન્ટિક ફોટા પર ફેન્સે લુટાવ્યો પ્રેમ.

હોલિવુડમાં સતત વ્યસ્ત દેખાઈ રહેલી બોલીવુડની ચર્ચિત અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાનો કોઈ ફોટો શેર કરે છે તો એ એમના ફેન્સને ખૂબ જ ગમે છે.

image source

પ્રિયંકા ચોપરા એના પતિ નિક જોનસ સાથે પણ સુંદર ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ એના પતિ નિક જોનસને યાદ કરીને એક ફોટો શેર કર્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

વાત જાણે એમ છે કે પ્રિયંકા ચોપરાએ એના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જે હવે એમના ફેન્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પ્રિયંકા ચોપરાએ એના પતિ નિક જોનસ સાથેનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં બંને એકબીજાની આંખોમાં અને પ્રેમમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે

આ ફોટાની સાથે સાથે પ્રિયંકા ચોપરાએ એના પતિ નિક જોનસ માટે એક રોમેન્ટિક કેપ્સન પણ લખ્યું છે. પ્રિયંકા ચોપરાએ આ ફોટા સાથે કેપ્સનમાં લખ્યું છે કે મિસ યુ સો મચ માય લવ. એમના ફેન્સને પ્રિયંકા ચોપરા અને નિક જોન્સનો આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

image source

ફરી એકવાર નિક જોનસ માટે પ્રિયંકા ચોપરનો આ પ્રેમ જોઈને એમના ફેન્સ ખૂબ જ ખુશ છે અને ફોટા પર ઘણી બધી પ્રેમ ભરી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ ફોટામાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ કોઈ ગાર્ડનમાં એકબીજાની સામસામે ઉભા દેખાઈ રહ્યા છે. તો પ્રિયંકાએ ચોપરાએ ઓફ વ્હાઇટ ઓવર કોટ પહેરેલો છે અને નિક જોનસે બ્લુ જેકેટ અને જીન્સ પહેરેલું દેખાઈ રહ્યું છે. ફેન્સને બંનેના પ્રેમ ભર્યા પળની સાથે સાથે એમનો લુક પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બંને ઘણા જ કુલ અને સ્ટાઈલિશ લાગી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બૉલીવુડ અને હોલિવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે બંને ઘણીવાર ચર્ચામાં રહે છે. છેલ્લા બે વર્ષથી બંને એકબીજાની સાથે છે અને ખુશી ખુશી પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા છે.

image source

હાલમાં જ પ્રિયંકા ચોપરાનું પુસ્તક અનફિનિશડ રિલીઝ થયું છે અને આ સિવાય પ્રિયંકા ચોપરા પોતાના નવા રેસ્ટોરેન્ટ સોનાને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે લોકડાઉનમાં એકસાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *