આ વિડીયોમાં જોઇ લો તમે પણ પ્રિયંકાને તેના સાસુમાં સાથે કેટલુ છે જોરદાર બોન્ડિંગ…

ઘોડા જેવો અવાજ કાઢીને દોડી પ્રિયંકા ચોપરા અને એમની સવારી કરી રહી છે એમની સાસુ માઁ.

પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ માઁના જન્મ દિવસે એમને ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કરી બર્થ ડે વિશ કર્યું છે. હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનસની માતા ડીનીસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ માઁ ડીનીસ મિલર જોનસના બર્થ ડે પર એક ખૂબ જ સરસ પોસ્ટ કરી હતી. અને હવે પ્રિયંકા ચોપરા અને એમની સાસુ માઁનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ક વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયંકા ચોપરા એની સાસુ માઁ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરનું તેના સાસરી પક્ષ સાથે ઘણું જ સારું બોન્ડિંગ છે.

પ્રિયંકા ચોપરા સાથે રમી રહેલી એની સાસુ માઁ.

image source

પ્રિયંકા ચોપરા અને ડીનીસનો આ વીડિયો અભિનેત્રીના એક ફેન પેજ પરથી શી કરવામાં આવ્યો છે, જેમાં બંને સાસુ વહુ ઘરની અંદર મસ્તી કરી રહેલા દેખાઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરા ઘોડાની જેમ અવાજ કાઢી રહી છે અને એમની સાસુ માઁ એના ડ્રેસનો બેલ્ટ પકડીને એની પાછળ પાછળ ભાગતી દેખાઈ રહી છે. એ પછી બંને એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ રહી છે. જાણે કે ડીનીસ હોર્સ રાઈડિંગ કરી રહી હોય એવું આ વીડિયો પરથી લાગી રહ્યું છે. ફેન્સને બંને સાસુ વહુનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ માઁ ડીનીસ જોનસના જન્મ દિવસે એમને પોતાના સોશિયલ મીડિયા પર ખાસ રીતે બર્થ ડે વિશ કર્યું હતું. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં નિક જોનસ અને ડીનીસ જોનસ સાથે પોતાનો એક ફોટો શેર કરતા લખ્યું છે કે “હેપી બર્થ ડે મધર ઇન લવ” તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેની સાસુ માઁને મધર ઇન લો ને બદલે પ્રેમથી મધર ઇન લવ કહે છે. આ પહેલા પણ એકાદ પોસ્ટમાં પ્રિયંકા ચોપરા સાસુ માઁને આ રીતે સંબોધન કરી ચુકી છે.

નિક જોનસે પણ કર્યું વિશ.

 

View this post on Instagram

 

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

પોતાની માતાને બર્થ દે વિશ કરવા માટે નિક જોનસે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. વર્ષ 2018ની 1લી ડિસેમ્બરે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નગ્રંથીથી જોડાયા છે. અને ત્યારથી પ્રિયંકા ચોપરા નિક જોનસ અને એના પરિવાર સાથે ન્યુયોર્કમાં રહે છે. પ્રિયંકા અવારનવાર પોતાના પરિવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત