ડિવોર્સની ખબરો વચ્ચે પ્રિયંકા ચોપરાએ કરી પહેલી પોસ્ટ, ફેન્સે પૂછ્યું કે તમારો ડિવોર્સ થઈ રહ્યો છે કે શું?

છૂટાછેડાની અફવાઓ વચ્ચે પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેટ્રિક્સ ફિલ્મની પોસ્ટ રિલીઝ કરી છે. પ્રિયંકાએ આ પોસ્ટમાં ફોટો સાથે કેપ્શન પણ લખ્યું છે. પ્રિયંકાએ લખ્યું છે કે “આ રહી તે . રી એન્ટર #Matrix 12.22.21 ”

image socure

અત્યાર સુધીની માહિતી મુજબ પ્રિયંકાની આ ફિલ્મ 12 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એચબીઓ મેક્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મનું નામ ધ મેટ્રિક્સ રિસેક્શન છે.

પોસ્ટરને મળ્યો ફેન્સનો પ્રેમ

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાની આ નવી ફિલ્મને તેના ચાહકોનો પ્રેમ પણ મળી રહ્યો છે. થોડી જ મિનિટોમાં બે લાખથી વધુ ચાહકોએ તેના પોસ્ટરને લાઈક કર્યું છે. આ પોસ્ટર પર લોકો પોતાની કોમેન્ટ દ્વારા પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક તેમને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાક ઈમોજી દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ફેન્સે પૂછ્યા ડિવોર્સને લઈને સવાલ

image socure

શુભકામનાઓ સંદેશની વચ્ચે અમુક ફેન્સે એમના ડિવોર્સને લઈને પણ ઇન્સ્ટાગ્રામ પર સવાલ પૂછી નાખ્યા છે. પ્રિયંકા ચોપરાએ એમના નામની પાછળથી પતિ નિકની જોનસ સરનેમને હટાવી દીધી છે જેને લઈને ફેન્સ અલગ અલગ સવાલ પૂછી રહ્યા છે. કોઈ એમની પાસે એમની પ્રતિક્રિયા જાણવા માંગી રહ્યું છે તો કોઈ હકીકત જાણવા માંગે છે. પ્રિયંકાના આ પગલાં પછી દરેક વ્યક્તિ હેરાન છે.

પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા ઘણી વખત તેની પુત્રી અને જમાઈ સાથે યુએસમાં સમય પસાર કરતી જોવા મળે છે. તે નિકને તેના દીકરા જેવો જ માને છે. આવી સ્થિતિમાં પ્રિયંકાના છૂટાછેડાના સમાચાર આવતા જ તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આ સમાચારને બકવાસ ગણાવ્યા છે અને અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી છે. તેમના મતે બંને વચ્ચે બધુ બરાબર છે.

image soucre

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 1, 2018 આ એ જ દિવસ છે જ્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સંપૂર્ણ વિધિ સાથે થયા હતા. લગ્નમાં જાનૈયા ભલે વિદેશી હતા, પરંતુ લગ્ન સંપૂર્ણપણે ભારતીય શૈલીમાં થયા હતા. જેમાં વિદેશી જાનૈયા પણ દેશી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. લગ્નમાં નૃત્યથી લઈને ગીત અને હસી મજાક સુધી બધું સામેલ હતું. તે ખરેખર એક બિગ ફેટ પંજાબી લગ્ન હતા.