Site icon News Gujarat

PUBG લવર્સ માટે ખુશખબર, ભારતમાં આ તારીખથી શરૂ થશે પ્રી-રજિસ્ટ્રેશન

PUBG Mobileના ભારતમાં લાખો ચાહકો છે, જે આ ગેમની પાછા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ લાખો લોકોની રાહ ખૂબ જલ્દી સમાપ્ત થવાની છે. આ રમત હવે નવા અવતાર Battlegrounds Mobile Indiaના નામથી ભારતમાં કમબેક કરવા જઈ રહી છે.

image source

દક્ષિણ કોરિયન ગેમ ડેવલપર્સ કંપની ક્રાફ્ટને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાની પ્રી-રજિસ્ટ્રેશનતારીખની જાહેરાત કરી છે. ગેમ માટે પ્રી રજિસ્ટ્રેશન 18 મેના રોજ ગૂગલ પ્લે સ્ટોર પર લાઇવ થશે. ગેમ ક્યારે લોન્ચ થશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. પરંતુ પ્રી રજિસ્ટ્રેશન લિંક લાઈવ થયા પછી ટૂંક સમયમાં તેને શરૂ કરી શકાય છે. તે પણ અસ્પષ્ટ છે કે આ રમત iOS પર ક્યારે રજૂ થશે.

image source

તાજેતરમાં, કંપનીએ ફેસબુક પોસ્ટ દ્વારા PUBG મોબાઇલનો લોકપ્રિય Sanhok મેપ બતાવ્યો હતો, એટલે કે આ મેપ નવી ગેમમાં પણ મળશે. સનહોક મેપનું Ban Tai લોકેશન ફેસબુક પોસ્ટમાં જોઇ શકાય છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ગેમમાં સમય-સમય પર સામગ્રી ઉમેરવામાં આવશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બેટગ્રાઉન્ડ્સ મોબાઈલ ઇન્ડિયા PUBG જેવું જ હશે.

પ્રી રજિસ્ટ્રેશન કરનારને મળશે રિવોર્ડ્સ

image source

કંપનીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે પ્રી રજિસ્ટ્રેશન કરનારા ચાહકો ચોક્કસ પુરસ્કારો માટે દાવો કરી શકશે. આ પુરસ્કારો ફક્ત ભારતીય ખેલાડીઓ માટે જ હશે. પ્રી રજિસ્ટ્રેશન કરવા માટે, વપરાશકર્તાઓએ ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે અને “પ્રી-રજિસ્ટર” બટનને ક્લિક કરવું પડશે. ગેમ લોંચ થયા પછી દાવો કરવા માટે રિવોર્ડ આપમેળે ઉપલબ્ધ થશે. પબજી મોબાઇલની જેમ, આ રમત પણ બધા વપરાશકર્તાઓ માટે મફત રમવા માટે હશે.

ડેટા સિક્યુરિટીનું ધ્યાન રાખવામાં આવશે

image source

કંપનીએ કહ્યું છે કે આ વખતે ડેટા સિક્યુરિટી અને ગોપનીયતા માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. ક્રાફ્ટને કહ્યું છે કે આ વખતે દેશમાં જ વપરાશકર્તાઓનો ડેટા સંગ્રહિત થશે. તેમજ આ વખતે કાયદા-નિયમનનું પણ ધ્યાન રાખવામાં આવશે. કંપની આ ગેમ પછી અન્ય ગેમ એપ્સ પણ લોન્ચ કરશે, જે આ સમયે ભારતમાં ઉપલબ્ધ નથી.

માતાપિતનો નંબર આપવો પડશે

image source

ગેમ ડેવલપર્સ ક્રાફ્ટન અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ પ્રેમીઓ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઈન્ડિયા ગેમ રમવા માટે, તેમને માતાપિતાની પરવાનગીની જરૂર રહેશે અને તેઓએ માતા-પિતાનો મોબાઇલ નંબર પણ આપવો પડશે, જેથી જાણવા મળશે કે તેઓ ગેમ રમવા માટે લાયક છે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version