શું તમે PUBG ગેમ રમો છો? શું તમને આ લેટેસ્ટ વાત ખબર છે? જો ‘ના’ તો વાંચી લો જલદી

કોરોના કાળમાં સૌથી વધુ જો કોઈ ગેમને ફાયદો થયો હોય તો તે છે વોર ગેમ PUBG અને તે ગેમ સૌથી વધુ રમાતી ગેમમાં સ્થાન પામી છે.

image source

લોન્ચ બાદ અત્યાર સુધી સૌથી વધુ વિવાદમાં પણ કોઈ ગેમનું નામ લેવું હોય તો તે PUBG જ છે. આ ગેમ પહેલા પણ લોકોને આકર્ષવામાં ખૂબ સફળ હતી અને આ લોકડાઉનમાં પણ તે તેમાં વધારો કરવામાં સફળ રહી છે.

વર્ષ 2018માં લૉન્ચ થતા બાદ સતત વિવાદમાં રહેતી વૉર ગેમ PUBGએ લોકડાઉનને કારણે અનેક લોકોને ટાઈમપાસ કરાવ્યો છે. આ લોકડાઉનને કારણે PUBGની લોકપ્રિયતા પહેલા હતી એના કરતા અનેકગણી વધી ગઈ હતી. PUBG મોબાઈલે આ વર્ષે મે મહિનામાં ઓનલાઈન ગેમ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરી લીધી છે. એક રીપોર્ટ અનુસાર PUBG મોબાઈલે મે મહિનામાં 226 મિલિયન ડૉલરની એટલે કે 1.7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે.

image source

આ કમાણી કરવામાં સૌથી વધુ કમાણી પણ ચીનમાંથી થઈ છે. એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરે આ ગેમ ની રેવન્યુની ગણતરી 1 થઈ 31 મેં વચ્ચે વૈશ્વિક સ્તરે કરી હતી. આ દરમ્યાન સૌથી વધુ દેશમાં લોકડાઉન હતું. અને ત્યારે બધા લોકો ફ્રી ટાઈમમાં પોતપોતાનું મનોરંજન અલગ અલગ રીતે કરતા હોય છે. આ મનોરંજનમાં ગેમ, ઓનલાઈમ ગેમ, ફિલ્મ જોવી, બીજી અનેક રીતે કરતા હતા. તેમાં ઓનલાઈન ગેમમાં સૌથી વધુ કમાણી કરવામાં PUBG વોર ગેમ પહેલા નંબર પર છે.

image source

આ કમાણીમાં સૌથી વધુ કમાણી ચીનમાંથી થઈ છે. એપ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોરે આ ગેમ એપ્લિકેશનની રેવન્યૂની ગણતરી તા.1થી 31 મે વચ્ચે વૈશ્વિક સ્તરે કરી હતી. જોકે, આ કોઈ એવી મોટી વાત નથી. કારણ કે કોરોના વાયરસને કારણે દુનિયાના અનેક દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટાભાગના લોકો ઘરમાં રહીને સોશિયલ મીડિયા, ઓનલાઈન સીરિઝ અથવા ગેમ રમીને પોતાનો સમય પસાર કરતા હતા.

ભારતમાં આ સમયગાળા દરમિયાન લૂડોકિંગ જેવી ગેમ્સ સૌથી વધુ રમવામાં આવી રહી હતી. આ કંપનીએ પણ સારી એવી કમાણી કરી છે. મોબાઈલ એપ સ્ટોર માર્કેટિંગ ઈન્ટેલિજન્સ સેંસર ટાવરના એક રીપોર્ટ અનુસાર PUBG મોબાઈલે મે મહિનામાં 226 મિલિયન ડૉલરથી પણ વધુ રકમની કમાણી કરી છે. જે ગત વર્ષની તુલાનામાં 41 ટકા વધારે છે.

image source

226 મિલિયન ડૉલરમાંથી 53 ટકા ચીનમાંથી, 10.2 ટકા અમેરિકામાંથી અને 5.5 ટકા સાઉદી અરબમાંથી કમાણી થઈ છે. કમાણીના મામલે PUBG મોબાઈલે ઓનલાઈન ગેમ્સ ઓનર ઓફ કિંગ્સને પાછળ રાખી દીધી છે. ઓનર ઓફ કિંગ્સ મે 2020માં 204.5 મિલિયન ડૉલરની એટલે કે આશરે 1.5 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે ગત વર્ષની મે મહિનાની કમાણી કરતા 42 ટકા વધારે છે. આ ગેમ્સમાં પણ 95 ટકા કમાણી ચીનમાંથી થઈ છે.

image source

એ પાછળનું કારણ એ છે કે, આ ગેમ મુખ્ય રીતે ચીની માર્કેટ માટે જ બનાવવામાં આવી હતી. વર્ષ 2018માં લૉન્ચ થયા બાદ PUBG સતત કોઈને કોઈ વિવાદમાં રહી હતી. આ એક વૉર ગેમ છે જે ગ્રૂપમાં ઓનલાઈન એકઠા થઈને રમવામાં આવે છે. લોકડાઉનને કારણે અનેક લોકોએ આ ગેમ્સ ડાઉનલોડ કરી અને ટાઈમપાસ કર્યો હતો. જેના કારણે લોકપ્રિયતા વધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત