જીસ્મમાં ઇન્ટિમેટ સીન કરવા માટે આવી રિત્ર તૈયાર થઈ હતી બિપાશા બસુ, પૂજા ભટ્ટે છતું કર્યું રહસ્ય.
પૂજા ભટ્ટ બોલીવુડની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી તો રહી જ છે જેમને પોતાના અભિનયથી લોકોનું દિલ જીત્યું કજે. એમને અભિનયમાં તો સફળ બાજી રમી છે સાથે જ પ્રોડક્શન અને ડાયરેક્શનમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. પૂજાએ સુર, જીસ્મ, પાપ, રોગ જેવી ફિલ્મો બનાવી જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. એમની ફિલ્મ જીસ્મ પોતાના સમયની બોલ્ડ ફિલ્મમાંથી એક ગણાય છે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને બિપાશા બસુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે પૂજા ભટ્ટે જણાવ્યું છે કે બોલ્ડ સીન્સ આપવા માટે એમને બિપાશાને કઈ રીતે મનાવી હતી.
જીસ્મ ફિલ્મમાં જોન અને બિપાશાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમી હતી. તો ફિલ્મોમાં ઘણા ઇન્ટિમેટ સીન્સ પણ હતા જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. હવે હાલમાં જ એક ચેનલ સાથે વાત કરતા પૂજાએ જણાવ્યું કે બંને કલાકારો વચ્ચે ઇન્ટિમેટ સીન ફિલ્મવતા પહેલા એમને એ બિપાશા પર છોડ્યું હતું કે એ કઈ હદ સુધી જવા માંગે છે.
પૂજાએ જણાવ્યું કે ફિલ્મમાં કોઈ ન્યુડિટી નહોતી પણ બિપાશાને એવા એક્સપ્રેશન આપવાના હતા અને અભિનય કરવાનો હતો કે જે ઘણા જ બોલ્ડ હતા. એવામાં એમને બિપાશાને કહ્યું હતું કે એ એક કલાકાર અને સ્ત્રી હોવાની રીતે કોઈપણ એવા સીન નથી કરવા માંગતી જેમાં બિપાશા અસહજ મહેસુસ કરે. એ પછી જ્યારે બિપાશા તૈયાર થઈ ગઈ તો એવા સીન્સને ફિલ્મવવા માટે એમને અમુક ખાસ ક્રુ મેમ્બર્સ અને ઇન્ટિમેસી કોઓર્ડીનેટરનો બંદોબસ્ત કર્યો હતો.
તમને જણાવી દઈએ કે ફિલ્મ જીસ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. સાથે જ બિપાશા અને જોનની જોડી પણ હિટ થઈ ગઈ હતી. એ પછી બંને ઘણી ફિલ્મોમાં સાથે દેખાયા હતા. વાત કરીએ પૂજા ભટ્ટની તો હાલમાં જ એ એક વેબ સિરીઝમાં દેખાઈ હતી. એમને પોતાના ઇન્ટિમેટ સીનના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે એમના સીનની શૂટિંગ દરમિયાન કોઈપણ ઇન્ટિમેસી કોઓર્ડીનેટર નહોતા. જો કે ડાયરેકટર અલંકૃતાએ એમને ઘણું જ સહજ મહેસુસ કરાવ્યું હતું.
પૂજા ભટ્ટે એ પહેલાં પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે ફિલ્મ સડકમાં સંજય દત્ત સાથે કિસિંગ સીન આપવાનો હતો ત્યારે એ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એ સમયે એમના પિતાએ એમને સલાહ આપી હતી. મહેશ ભટ્ટે પૂજાને કહ્યું હતું કે જો તું એને અશ્લીલ સમજીશ તો એ અશ્લીલ લાગશે” એ પછી પૂજાએ સહજ થઈને ફિલ્મમાં કિસિંગ સીન શૂટ કર્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!