Site icon News Gujarat

ભૂલથી પણ જમીન પર ના રાખો આ વસ્તુઓ નહીં તો ઘર થઈ જશે બરબાદ, નહીં રહે એકપણ રૂપિયો

આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરની કથળતી હાલત અને આર્થિક સ્થિતિથી પરેશાન છે, આપણે હંમેશાં વિચારીએ છીએ કે આપણા ઘરની ગરીબીને કેવી રીતે દૂર કરવી. પણ શું તમે જાણો છો આપણે જાણીએ છીએ કે આપણે ઘણાં અજાણ્યા કામ કરીએ છીએ જેનાથી આપણા ઘરની ગરીબી થાય છે.કોઈને દાન આપવાનો સંકલ્પ લીધો હોય તો ચોક્કસ સમયે તે સંકલ્પને પૂર્ણ કરવો જોઇએ.

પૂજા-પાઠ કરતી સમયે થોડી વાતોનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે તો પૂજા જલ્દી સફળ થઇ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે પૂજા સાથે જોડાયેલી થોડી એવી વસ્તુઓ છે, જેને ક્યારે જમીન ઉપર રાખવી જોઇએ નહીં. પૂજામાં દીવો, શિવલિંગ, શાલિગ્રામ, મણિ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, જનોઈ, સોનુ અને શંખ ઊંચા સ્થાને રાખવા જોઇએ. જમીન ઉપર રાખતાં પહેલાં સાફ કપડું પાથરવું જોઇએ.

દર મહિનાની અમાસ, પૂનમ, ચૌદશ અને આઠમ તિથિએ માંસાહારનું સેવન કરવાથી બચવું જોઇએ. આ તિથિઓમાં વિશેષ પૂજા-પાઠ કરવાં જોઇએ. આપણે કોઇપણ પરિસ્થિતિમાં પિતા, માતા, પુત્ર, પુત્રી, પતિવ્રતા પત્ની, શ્રેષ્ઠ પતિ, ગુરુ, અનાથ સ્ત્રી, બહેન, ભાઈ, દેવી-દેવતા અને જ્ઞાની લોકોનો અનાદર કરવાથી બચવું જોઇએ. આ લોકોનો અનાદર કરવાથી પૂજા કર્મ નિષ્ફળ થઇ જાય છે.

જો કોઇ વ્યક્તિએ દાન કરવાનો સંકલ્પ લીધો હોય તો નિશ્ચિત સમયે દાન સંકલ્પ પૂર્ણ કરવો જોઇએ. દાન આપવામાં એક દિવસનું મોડું થઇ જાય તો બેગણું દાન કરવું જોઇએ. જો એક મહિનાનું મોડું થઇ જાય તો દાન સોગણું વધી જાય છે. સમય સાથે દાન વધતું રહે છે. એટલે જ, અકારણ દાન આપવામાં મોડું કરવું નહીં.

આપણે જ્યારે બહારથી પાછા ફરીને ઘરમાં આવીએ છીએ ત્યારે સીધો ઘરમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. મુખ્ય દ્વાર બહાર બંને પગ અને હાથને સાફ પાણીથી ધોઇ લેવા જોઇએ. ત્યાર બાદ જ ઘરમાં પ્રવેશ કરવો. આવું કરવાથી ઘરની પવિત્રતા અને સ્વચ્છતા બની રહે છે અને ગંદકી ઘરની બહાર જ રહે છે. પૂજામાં સોપારી સિક્કા પર જ મૂકવી જોઈએ. તેને ક્યારેય પણ જમીન પર સીધી મુકવી જોઈએ નહીં.

જો તમારી પાસે સિક્કો નથી, તો સોપારીને પાલના પાન પર રાખવી જોઈએ.શાલીગ્રામને પણ જમીન પર રાખશો નહીં. પરંતુ તેને સ્વચ્છ રેશમી કાપડ પર રાખવું જોઈએ. પુરાણો અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુના સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે.તેથી પૂજા સમયે શાલીગ્રામને પીળા કપડા પર રાખવી જોઈએ.જો તમે પૂજામાં કોઈ પણ પ્રકારના અમૂલ્ય રત્નનો કે મણીનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો, તો પહેલા તેને શુદ્ધ પાણીથી ધોઈ લેવું વધુ સારું છે અને પછી તેને સોપારીના પાન પર મુકો અને ભગવાનને અર્પણ કરો.

તેનો ઉપયોગ ફક્ત પૂજામાં જ કરવો જોઈએ. ભગવાનના મંદિરની સફાઈ કરતી વખતે અથવા ભગવાનને સ્નાન કરાવતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, દેવી-દેવતાઓનાં કપડાં અને ઝવેરાત જમીન પર મૂકવાથી ગંદા થઈ જાય છે. ભગવાનને હંમેશા પવિત્ર વસ્ત્રો જ ચઢાવવા જોઈએ, તેથી કપડા અને ઝવેરાતને પણ જમીન પર રાખવામાં આવતાં નથી. તેને જમીન પર મૂકતા પહેલા હંમેશા તેની નીચે સ્વચ્છ કાપડ રાખવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version