Site icon News Gujarat

આ સાત વસ્તુઓ છે પવિત્ર, આ વસ્તુઓનુ સેવન કર્યા બાદ પણ કરી શકાય છે પુજા-પાઠ

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ પર ચાલતો દેશ છે. આપણા દેશમા અધ્યતન સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો પણ આવેલો છે, જે આપણને આપણા પૂર્વજો તરફથી ભેંટમા મળેલો છે. આપણા દેશમા એવા અનેકવિધ તજજ્ઞ લોકો થઇ ચુક્યા છે કે, જેમણે પોતાનુ સંપૂર્ણ જીવન સામાન્ય લોકોની સેવામા સમર્પિત કર્યુ છે.

image source

આ તજજ્ઞોમાના એક વ્યક્તિ એટલે આચાર્ય ચાણક્ય. આચાર્યે પોતાનુ સમગ્ર જીવન હમેંશા માનવકલ્યાણના કાર્યોમાં જ સમર્પિત કર્યુ છે. તેમણે પોતાના જીવનના અનુભવના નીચોડ પરથી ઘણી એવી બાબતો જણાવી છે કે, જે આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે ખુબ જ લાભકારક સાબિત થઇ શકે છે તો ચાલો જાણીએ કઈ છે આ બાબતો.

image source

આચાર્ય ચાણક્યએ હમેંશા સ્વચ્છતા અને શુદ્ધતા અંગે પોતાની ચાણક્ય નીતિમા વર્ણન કર્યું છે. આચાર્ય સમજાવે છે કે, મનુષ્ય આ સાત પ્રકારની વસ્તુઓ ખાઈને પણ પૂજા કરી શકે છે. તેમના મત મુજબ આ સાત વસ્તુઓ એટલી પવિત્ર છે કે, તમે પૂજા કાર્ય પહેલા પણ તેનુ સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ કઈ છે આ સાત વસ્તુઓ?

image source

બીમાર અને પીડિતો માટેના આ શ્લોકમાં ચાણક્યએ શાસ્ત્ર સંમત વિધાનનો ઉલ્લેખ કર્યો છે. તેઓ જણાવે છે કે, શાસ્ત્રોમાં પાણી, શેરડી, દૂધ, કંદ, તવા, ફળ અને દવાઓને ખૂબ જ પવિત્ર ગણવામાં આવ્યા છે. તેથી, તેનું સેવન કર્યા પછી પણ લોકો ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે છે. તે તમારી ધાર્મિક પ્રવૃતિમા કોઈપણ પ્રકારનો અવરોધ પેદા કરતા નથી.

image source

સામાન્ય રીતે ભારતીય લોકોમા એવી માનસિકતા જોવા મળે છે કે, હમેંશા વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને ત્યારપછી પૂજાપાઠનુ કાર્ય કરીને પછી જ ફળ અને દવાઓનુ સેવન કરવુ જોઈએ. પરંતુ, આચાર્ય આ વાતને ખોટી પાડે છે અને તે જણાવે છે કે, માંદગીની સ્થિતિમાં અથવા અન્ય કોઈ તબક્કે દૂધ, પાણી, ફળો અને દવાઓનું સેવન કરી શકાય છે.

image source

આમ, કરવુ જરાપણ ખોટુ નથી. તમે આ બધી વસ્તુઓનુ સેવન કર્યા પછી સ્નાન વગેરે કરીને પૂજા અને ધાર્મિક કાર્ય કરી શકો છો, તે જરાપણ ગેરવાજબી નથી. માટે જો તમે પણ અત્યાર સુધી આ જ માનસિકતા ધરાવતા હોવ તો હવે આશા છે કે, આ લેખ વાંચ્યા પછી તમારી આ માનસિકતા દૂર થશે, ધન્યવાદ !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version