Site icon News Gujarat

એન્જીનીયર વરરાજો અને ડોક્ટર દુલ્હનના આ અનોખા લગ્નની ચારેબાજુ થઇ રહી છે ચર્ચા, શું તમે જાણો છો આ વાત વિશે

લોકડાઉન દરમિયાન થયેલા આ લગ્ન હાલ સોશિયલ મિડિયા પર થઈ રહ્યા છે ખૂબ વાયરલ

ડોક્ટર વધુ અને એન્જિનયર વરના આ અનોખા લગ્નએ સોશિયલ મિડિયામાં મચાવી ધૂમ

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળ્યો. લોકોમાં આ વાયરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી કેન્દ્ર સરકારે ઘણા લાંબા સમયથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. અને જીવનજરૂરિયાતની સેવાઓ ઉપરાંત બીજા બધા જ વ્યવહારો હાલ ઠપ થઈ ગયા છે.

પોલીસે લોકો પાસે લોકડાઉનના નિયમનું પાલન કરાવવા માટે ભારે પરિશ્રમ કરવો પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએતો અણસમજુ નાગરીકો પર પોલીસે લાઠી પણ વરસાવી પડી છે. પણ ઘણા એવા પ્રસંગો પણ બની ગયા છે જેમાં પોલીસમાં રહેલી માણસાઈ પણ જોવા મળી છે. પોલીસ લોકો પાસે લોકડાઉનનું પાલન તો કરાવી જ રહી છે પણ ઘર વિહોણા લોકો તેમજ આર્થિક રીતે તંગી ભોગવી રહેલા લોકોને ભોજન પણ પુરુ પાડી રહી છે તેવી પણ ઘણી બધી તસ્વીરો હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે.

image source

પણ તાજેતરમાં પોલીસનું એક અનોખું વ્યક્તિત્ત્વ પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના પૂણેમાં આવી જ રીતે પોલીસના નરમ હૃદયનો પરચો આપતો કિસ્સો જોવા મળ્યો છે. વાસ્તવમાં અહીં એક યુગલ લગ્ન કરી રહ્યું હતું. પણ તે વર – વધુના માતાપિતા લોકડાઉનના કારણે તેમના લગ્નમાં સામેલ થઈ શકે તેમ નહોતા. તો આવા સંજોગોમાં પોલીસના કેટલાક અધિકારીઓએ આ દુલ્હા-દુલ્હનના કુટુંબીજનોની ભૂમિકા ભજવીને તેમના લગ્ન કરાવ્યા હતા.

આ કિસ્સો ગત રવિવારે બન્યો હતો. જેમાં પૂણેમાં રહેતાં એન્જિનિયર યુવાન અને ડૉક્ટર યુવતિના લગ્ન થયા હતા. આ અનોખા લગ્નમાં વર-વધુના માતાપિતા હાજર ન રહી શક્યા હોવાથી પોલીસે તેમના લગ્નની વિધિ સંપન્ન કરાવી હતી. અને પોલીસે જ કન્યાદાન પણ કર્યું હતું.

image source

પૂણેમાં રહેતી ડોક્ટર નેહા કુશવાહા અને ત્યાંના જ રહેવાસી એવા એન્જિનિયર આદિત્ય સિંહ વિષ્ટની સગાઈ ગયા ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. અને તે વખતે બે મહિના બાદ તેમના લગ્નની તીથી પણ નક્કી કરી લેવામાં આવી હતી. પણ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામા આવ્યું અને તેમના માતા પિતા લગ્નમાં હાજર રહી શકે તેમ નહોતા. તમને જણાવી દઈએ કે દુલ્હા-દુલ્હન બન્નેના પિતા હાલ ભારતીય સેનામાં નોકરી કરે છે. અને ઘરથી દૂર રહેતા હોવાથી પોતાના જ સંતાનના લગ્નમાં હાજરી નહોતા આપી શક્યા.

ડો. નેહાના પિતા અરવિંદ સિંહ કુશવાહા ભારતીય સૈન્યમાં ડૉક્ટરની ફરજ પર છે તો સાથે સાથે નાગપુરમની મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ પણ છે. તો દુલ્હા આદિત્યના પિતા દેવેન્દ્રસિંહ ભારતીય સૈન્યમાં કર્નલની ફરજ પર છે. પોતાના સંતાનોના લગ્નમાં હાજરી આપવાની ઇચ્છા તેમણે જતી કરવી પડી હતી અને આમ માતાપિતાની ગેરહાજરીમાં જ તેમણે લગ્ન કરવા પડ્યાં હતા. પણ પોલીસે બધીજ વિધિમાં સહકાર આપી તેમના લગ્ન સુંદર રીતે કરાવ્યા હતા.

image source

પોલીસ અધિકારી એવા સબ ઇન્સ્પેક્ટર પ્રસાદ લોનારે આ બાબતે જણાવ્યું હતું કે વધુના પિતાએ પૂણેના પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે મદદની માંગ કરી હતી. અને તેમની માંગને પુરી કરવા માટે અમે વર-વધુને ફ્રીમાં ક્લબહાઉસમાં લગ્ન કરાવવાની બધી જ વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ તરફથી નવપરિણિતને એક સેનિટાઇઝર બોક્ષ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લગ્નમા હાજર લોકો માટે પોલીસ દ્વારા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ લગ્નમાં જાનૈયાઓ પણ પોલીસવાળા જ હતા તો વધુ તરફથી પણ પોલીસવાળાઓ જ હતા. હાલ સોશિયલ મિડિયા પર પોલીસના આ કામને ખૂબ બીરદાવવામાં આવી રહ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે આ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના બધા જ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. અને ભલે ઓછા મહેમાનોમાં પણ સુંદર રીતે સંપૂર્ણ વિધિ સાથે તેમના લગ્ન સંપન્ન થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version