વેક્સિન બનાવતી પૂણેની સિરમ ઈન્સિ.માં ભીષણ આગ, રસીના કરોડો ડોઝનો પડ્યો છે સ્ટોક

મહારાષ્ટ્રના પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે શક્યુ નથી. ફાયર વિભાગની 15 ગાડીઓ આગને કાબૂમાં લેવામાં રોકાયેલી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વેક્સિન કોવિસિલ્ડ બનાવી રહી છે, જે ભારત સહિત ઘણા દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

અમારું ધ્યાન ફસાયેલા લોકોને બહાર કાઢવા પર છે

આગ પુણેના મંજરીમાં સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટમાં લાગી છે. ગયા વર્ષે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું, પરંતુ આ પ્લાન્ટમાં રસીનું ઉત્પાદન હજી શરૂ થયું નથી. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં ચાર લોકો ફસાયા હતા, ત્રણ લોકોને બચાવવામાં આવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું કે અમારું ધ્યાન ફસાયેલા લોકોને બહાર કાઢવા પર છે.

અહિયા કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન થાય છે

હાલમાં કોરોના રસી કોવિસિલ્ડનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના નવા પ્લાન્ટથી આશરે એકથી બે કિલોમીટરના અંતરે આવેલા જૂના પ્લાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ 1996 માં બનાવવામાં આવ્યો હતો. અહિયા કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન થાય છે. કોવિશિલ્ડના મોટા પાયે ઉત્પાદન માટેની તૈયારીઓ નવા પ્લાન્ટની હતી, જેમાંનો કેટલોક ભાગ હાલમાં આગની ઝપેટમાં આવી ગયો છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે હજુ સુધી સત્તાવાર નિવેદન નથી આપ્યું

image source

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંજરી પ્લાન્ટમાં કોવિશિલ્ડના ઉત્પાદન માટે મશીનરી લગાવવાનું કામ શરૂ કરાયું હતું. સીઇઓ આદર પૂનાવાલાએ આ નવા પ્લાન્ટ્સના ટર્મિનલ 1 માં તેમની કોર્પોરેટ ઓફિસ બનાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ટર્મિનલ 1 ની છે, જેને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે અત્યાર સુધીમા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

170 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે રસી

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી SSIએ 1.5 અબજ ડોઝનું વેચાણ કરી દીધું છે. આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે. તો બીજી તરફ આ આંકડા પ્રમાણે દુનિયાના 60 ટકા બાળકોને સીરમની એક વેક્સિન ચોક્કસથી લાગી છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનથી માન્યતા મળેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન 170 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

image source

નોંધનિય છે કે આ કંપની પોલિયો વેક્સીનની સાથે સાથે ડેપ્થોરિયા, ટિટેનસ, પર્ટ્યુસિસ, એચઆઈવી, બીસીજી, આર-હેપેટાઈટિસ બી, ખસરા, મમ્પ્સ અને રુબેલાની વેક્સિન બનાવે છે. આ આગની ઘટનાને લઈને હાલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. જો કે આ આગમાં કેટલુ નુકશાન થયું કે કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત