પુનીત પાઠકના રિસેપ્શન પાર્ટીનો વીડિયો વાયુવેગે વાયરલ, ‘કુછ કુછ હોતા હૈ’ ગીત પર પત્ની સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ

જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર પુનીત પાઠકે તેની ગર્લફ્રેન્ડ નિધિ સિંહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદથી તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હવે તાજેતરમાં પુનીત પાઠકે રિસેપ્શન પાર્ટી આપી હતી. આ દરમિયાન બંને સ્ટેજ પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પુનીત પાઠક નિધિ સિંહ સાથે ‘કુછ કુછ હોતા હૈ’ ગીત પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે.

पुनीत पाठक ने अपनी रिसेप्शन पार्टी में बीवी संग 'कुछ कुछ होता है' पर किया रोमांटिक डांस, देखें Video
image source

વીડિયોમાં જોઇ શકાય છે કે નિધિ આ ડાન્સ દરમિયાન શરમાઈ રહી છે. જે બાદ પુનીત નિધિને ખોળામાં લઈ લે છે. બંનેનો આ સુંદર વીડિયો વાયરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. કોરિયોગ્રાફર પુનીત પાઠકના આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને દરેક જણ તેમને અભિનંદન આપી રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરિયોગ્રાફર પુનિત જે. પાઠક ફિયાન્સે નિધિ મુની સિંહ સાથે 11 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયો. લોનવાલામાં આવેલા રિસોર્ટમાં બે દિવસના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહેંદી સેરેમની, લગ્ન અને બ્રંચ રિસેપ્શન યોજાયું હતું. પુનિતાના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા સહિત ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લગ્ન કરતાં પહેલા પુનિત અને નિધિએ અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું.

image source

પુનિત અને નિધિએ પ્રભુતામાં પગલા માંડી દીધા છે ત્યારે તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લગ્ન બાદ પુનિતે કહ્યું કે, તે ખુશ છે કે લોકો પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી થોડો સમય કાઢીને તેના જીવનના ખાસ દિવસે ઉપસ્થિત રહ્યા. તેણે તેમ પણ ઉમેર્યું કે, મહામારીના કારણે તે ઘણા લોકોને આમંત્રિત કરી શક્યો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પુનીત પાઠકની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે તેની કારકિર્દી ડાન્સ ઈન્ડિયા ડાન્સના સ્ટેજથી શરૂ કરી, જ્યાં તે બીજા નંબરનો રનરઅપ હતો. ડાન્સની દુનિયામાં પ્રવેશ્યા પછી, પુનીત પાઠકે ડાન્સ પ્લસની અનેક સીજનનું જજ કરી. તેણે ખતરો કે ખિલાડીની નવમી સીઝનનો ખિતાબ તો જીત્યો જ છે પણ સાથે સાથે તે ઝલક દિખલા જા અને ખતરા ખતરા ખતરા રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય પુનીતે એબીસીડી દ્વારા બોલિવૂડમાં પ્રદાપણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત