Site icon News Gujarat

કપાયેલો હાથ લઈ હોસ્પિટલ સારવાર માટે જાતે પહોંચ્યા પોલીસકર્મી, ડોક્ટરએ સર્જરીથી જોડ્યો હાથ

ચંદીગઢ સ્થિત હોસ્પિટલમાં ડોક્ટરોએ એક મુશ્કેલ સર્જરી કરી પંજાબ પોલીસના એએસઆઈનો કપાયેલા હાથ ફરીથી જોડી દીધો છે. આ એએસઆઈ લોકડાઉન દરમિયાન ફરજ પર હતા તે સમયે ઉગ્ર બનેલા એક વ્યક્તિ હુમલો કર્યો હતો.

image source

આ ઘટનાની મળતી વિગતોનુસાર પટિયાલા જિલ્લાની એક શાક માર્કેટ પાસે કર્ફ્યૂ પાસ માંગવા પર નિહંગના એક ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સહાયક ઉપ-નિરીક્ષક હરજીત સિંહનો હાથ કપાઈ ગયો હતો. ઘટના એવી બની કે કારમાં સવાર પાંચ લોકોને પોલીસએ અટકાવ્યા અને કર્ફ્યુ પાસ માંગ્યો.

આ દરમિયાન તેમની પાસે પાસ ન હોવાના કારણે તેઓ બેરીકેડ તોડી કાર લઈ ફરાર થવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જો કે આગળ ઊભેલા પોલીસકર્મીઓએ તેમને અટકાવતા તેઓ ઉગ્ર થઈ ગયા અને કારમાં રાખેલા હથિયારમાંથી તલવાર કાઢી પોલીસ અધિકારી પર ઘા કરી દીધો. આ ઘા એટલો ભયંકર હતો કે એક ઝટકામાં જ પોલીસ અધિકારીનો હાથ શરીરથી અલગ થઈ ગયો.

આ ઘટનામાં પંજાબ પોલીસએ એક મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના બન્યા બાદ અન્ય પોલીસ અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા પરંતુ હરજીત સિંહએ બહાદુરી દર્શાવી અને સૌથી પહેલા પોતાના કપાયેલા હાથમાં લોહી નીકળતું બંધ થાય તે માટે કપડું બાંધ્યું અને પછી રોડ પર પડેલો હાથનો ટુકડો ઉપાડી હોસ્પિટલ માટે નીકળી પડ્યા.

આ મામલે પોલીસએ જે લોકોની ધરપકડ કરી છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસએ તેમની પાસેથી તલવારો, લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો કબજે કર્યા હતા.

Exit mobile version