કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કોરોના પોઝિટિવ આવતા યુએન મહેતામાં દાખલ, સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાટ

દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ સમયે વધતા સંક્રમણથી પ્રજાની સાથે સાથે નેતાઓ પણ બાકાત રહ્યા નથી. આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાણિયા પણ કોરોના સંક્રમિત થવાના સમાચાર આવ્યા છે. તેમનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ સાથે જ તેમને યૂએન મહેતામાં દાખલ કરી દેવામાં આવ્યા છે. સંક્રમણમાં સામાન્ય લોકોની સાથે સાથે હવે નેતાઓને પણ તલીફ પડી રહી છે.

ડોક્ટરની સલાહ બાદ થયા હોસ્પિટલમાં દાખલ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાણિયાનો કોરોનાનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાના ટેસ્ટ કરાવી લેવાની સૂચના આપી છે. આ સિવાય તેઓએ પહેલા એમ પણ કહ્યું હતું કે તેઓ ઘરેથી સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમની તબિયતમાં અચાનક મુશ્કેલી આવતા તેમને સારવાર માટે રાજ્યની યૂએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેઓ ડોક્ટરની સારવાર હેઠળ છે.

અનેક નેતાઓના રિપોર્ટ પણ આવ્યા છે પોઝિટિવ

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડિયાનું કોરોનાથી નિધન થયું છે. મળતી માહીતિ અનુસાર તેઓ એસવીપીમાં સારવાર હેઠળ હતા. આ સિવાય આજે જ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ કોરોનાગ્રસ્ત થયા છે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટને કોરોના થયો હોવાનું સામે આવ્યો છે. મોરવાહડફની ચૂંટણીના પ્રચારમાં ગયા હતા ત્યારબાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિને લઈને નવી કોવિડ હોસ્પિટલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હવે ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં કોવિડ હોસ્પિટલ બનશે. 900 બેડની હંગામી કોવિડ હોસ્પિટલની તૈયારીઓ શરૂ કરાઈ રહી છે.

image source

કેન્દ્ર સરકારના DRDO વિભાગની મદદથી હોસ્પિટલ ઉભી થશે. અમદાવાદમાં આજે RTPCR ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુ સુવિધાની શરૂઆત કરાઈ છે. ટેસ્ટ માટે આવનારા વ્યકિતઓને પોતાની કારમાં જ બેસી રહેવાનું રહેશે. આ માટે 5 ડોમ બનાવીને ટેસ્ટિંગ થઈ રહ્યું છે. GMDC ગ્રાઉન્ડમાં કોર્પોરેશનનું આયોજન કરાયું છે. આ માટે સવારના 8 થી સાંજના 8 સુધીમાં 800 રૂપિયામાં RTPCR ટેસ્ટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!