એક, નહિં પણ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા કપડાના કબાટમાં મુકી દો એક કપ ચોખા

કપડાંના કબાટમાં મુકો એક કપ ચોખા,અને મેળવો આ સમસ્યાઓમાંથી છૂટકારો.

image source

તમે ચોખામાંથી બનતી અલગ અલગ વાનગીઓ તો ચોક્કસ ટ્રાય કરી હશે. આ સિવાય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચોખાના ઉપયોગ પણ તમે અજમાવ્યા હશે. મોબાઈલમાંથી પાણી શોષી લેવા જેવી ટ્રિક્સ વિશે પણ તમે જાણતા જ હશો. પણ આજે અમે તમને ચોખાનો એક ગજબ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે. અને આ માટે તમારે કોઈ ખાસ મહેનત કરવાની જરૂર પણ નથી. બસ એક કપમાં ચોખા ભરો અને તેને તમારા કપડાના કબાટમાં મૂકી દો. અને પછી જુઓ શુ થાય છે કમાલ

ચોખા ભેજ શોષી લેશે.

image source

શિયાળામાં અને ચોમાસુની ઋતુમાં કપડાંમાં ભેજ આવી જવાની ફરિયાદ તો તમને રહેતી જ હશે. આવામાં કપડામાં ફંગસ અને બેક્ટેરિયા થવાના ચાન્સ પણ વધી જાય છે. અને આ કપડાં જ્યારે તમે પહેરો અને એ શરીરના સંપર્કમાં આવે તો ઘણીવાર ચામડીને લગતી બીમારીઓ પણ થઈ શકે છે. અને પછી આ ચામડીના રોગો પાછળ તમારે ઘણા પૈસા ખર્ચવા પડે અને ઘણી બધી દવાઓ પણ ખાવી પડે.

જો તમે ઇચ્છતા હોય કે આવું તમારી સાથે ના થાય તો આજે જ કબાટમાં કપડાં વચ્ચે એક વાટકી અથવા કપમાં ચોખા ભરીને મૂકી દો. તમે સફેદ કે બ્રાઉન કોઈપણ જાતના ચોખા મૂકી શકો છો. આ ઉપાયથી કબાટમાં થતા ભેજને ચોખા શોષી લેશે. જેથી કપડાંમાં ફંગસ કે બેક્ટેરિયા થવાની સમસ્યા ઉભી નહિ થાય.

સુગંધ માટે

image source

એક કપ કે વાટકી ચોખા કબાટ મૂકવાથી કબાટમાંથી વાસ આવતી પણ દૂર થાય છે. અને આ માટે ચોખામાં 6-7 ટીંપા એસેન્શિયલ ઓઈલ અથવા અત્તર નાખો. કપ કે વાટકીના ઉપરના ભાગે પાતળું કપડું અથવા રૂમાલ ઢાંકી દો અને નીકળી ના જાય એ માટે એના પર રબર બેન્ડ ચડાવી દો.

image source

આ કપને કપડાંની વચ્ચે અથવા કબાટની ખાલી જગ્યાએ મૂકી દો. આવું કરવાથી ચોખામાં નાખેલા અત્તરની સુગંધ કપડાંમાં આવશે. જ્યારે તમે કપડાં પહેરશો ત્યારે તમે ફ્રેશ ફીલ કરશો. સાથે સાથે ચોમાસાના સમયમાં કપડાંમાથી આવતી ભેજની વાસમાંથી પણ છુટકારો મળશે. ખાસ વાત તો એ છે કે, આ ચોખા મહિના સુધી કામ કરશે તે પછી તમે ઈચ્છો તો કપડું હટાવીને તેમાં અત્તર અથવા એસેન્શિયલ ઓઈલના ટીંપા ઉમેરી શકો છો.

આ વાત ચોક્કસ યાદ રાખો

image source

જો આ ઉપાય અજમાવતી વખતે તમે બ્રાઉન રાઈસનો ઉપયોગ કરતા હો તો તેને તમારે જલદી બદલવા પડશે. કારણકે આ ચોખા બીજી વસ્તુના સંપર્કમાં આવવાથી જલદી બગડી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત