પંજાબમાં આવેલો આ કિલ્લો મનાય છે ભારતનો સૌથી જૂનો કિલ્લો, જાણવા જેવી છે માહિતી

ભારત દેશ કિલ્લાઓનો દેશ છે. અહીં લગભગ દરેક રાજ્યમાં પ્રાચીન સમયના કિલ્લાઓ આવેલા છે.

image source

પહેલાના સમયમાં રાજા રજવાડાઓ પોતાના પ્રદેશોને દુશ્મનોના હુમલાથી બચાવવા માટે કિલ્લાઓ બંધાવતા. અને આ કિલ્લાઓ સેંકડો વર્ષો બાદ આજે પણ હયાત છે. પરંતુ શું તમે ભારતના સૌથી પ્રાચીન કિલ્લા વિષે જાણો છો ? નહિ ને ? તો આજે અમે તમને ભારતના સૌથી પ્રાચીન કિલ્લા વિષે જણાવીશું.

આ કિલ્લો પંજાબ રાજ્યના બઠિન્ડા શહેરમાં આવેલો છે અને તેનું નામ છે ” કિલા મુબારક ” સાથે જ આ કિલ્લાને ભારતના મહત્વના રાષ્ટ્રીય સ્થાપત્ય તરીકે માન્યતા મળેલી છે. કિલ્લાની સાર – સંભાળ પણ ભારતનું પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે. ઈંટો દ્વારા બનાવાયેલા ભારતના સૌથી પ્રાચીન તરીકે આ કિલ્લાનું નામ સૌપ્રથમ છે.

image source

લગભગ સાડા 14 એકર વિસ્તારમાં ફેલાયેલા આ કિલ્લાનો ઇતિહાસ બહુ જૂનો છે. કહેવાય છે કે સન 1239 માં આ કિલ્લામાં તે સમયની મહિલા શાસક રજીયા સુલતાન અથવા સુલતાનાને તેના જ એક સેવક અલતૂનીયાએ કેદી બનાવી લીધી હતી. અસલમાં રજીયા સુલતાના પ્રથમ મુસ્લિમ મહિલા શાસક હોવાની સાથે સાથે તુર્કીની પણ પ્રથમ મહિલા શાસક હતી. આ જ કારણે આ કિલ્લાને રજીયા સુલતાન કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે એ સિવાય કિલ્લાના ગોવિંદઘર,બકરામઘર અને બઠિન્ડા કિલ્લા જેવા કેટલાય નામ છે.

image source

કિલ્લાની અંદર એક ગુરુદ્વારા પણ છે જેને પાટિયાલાના મહારાજા કરમસિંહે બનાવડાવ્યું હતું. શીખ સમાજના ધર્મવડા ગુરુ નાનક દેવ, ગુરુ તેગબહાદુર પણ આ કિલ્લામાં આવી ચુક્યા છે. એ સિવાય શીખોના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ પણ વર્ષ 1705 માં આ કિલ્લામાં આવ્યા હતા. કહેવાય છે કે એક વેળા આ કિલ્લા પર વિરોધીઓ દ્વારા તોપો વડે હુમલો કરવામાં આવ્યો હતો તે સમયની ચાર તોપો આજે પણ કિલ્લામાં આવેલી છે.

image source

આ કિલ્લામાં કુષાણ યુગની ઈંટો પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે કુષાણ પ્રાચીન ભારતના રાજવંશો પૈકી એક હતો. સમ્રાટ કનિષ્ક પણ આ જ કુષાણ વંશના હતા જેનું રાજ ભારત અને મધ્ય એશિયાના અનેક ભાગોમાં ફેલાયેલું હતું. આ કિલ્લાનું મૂળ નિર્માણ પણ રાજા કનિષ્કે (78 ઈસા પૂર્વે 44 ઈ) માં અને રાજા દાબે શરુ કરાવ્યું હતું. જો કે આ બાબતે કોઈ ચોક્કસ પ્રમાણ નથી કે કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત