એક એવી મહારાણી જે દરરોજ કરતી હતી ગધેડીઓના દૂધથી સ્નાન, કઈ રીતે મૃત્યુ થયુ એ હજુ સુધી…

સામાન્ય રીતે માણસ પાણીથી અથવા તો વધી વધીને ગાય કે ભેંસના દૂધથી નહતા હોવાની વાત તમે સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે ઇતિહાસમાં એક એવી રાણીનું નામ પણ નોંધાયેલું છે જે ગધેડીના દૂધથી નહાતી અને તેના માટે એ દરરોજ 700 જેટલી ગધેડીઓનું દૂધ મંગાવતી હતી. પરંતુ તે આવું શા માટે કરતી હતી તેના પાછળ પણ એક આશ્ચર્યજનક કારણ છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

image source

આ રાણીનું નામ કલીયોપેટ્રા હતું અને તે મિસર દેશની શાસક પણ હતી. તેના વિષે એવું કહેવાય છે કે કલીયોપેટ્રાએ 51 ઈસા પૂર્વેથી લઈને 30 ઈસા પૂર્વે સુધી મિસ્ર પર શાસન કર્યું હતું. એટલું જ નહિ પણ કલીયોપેટ્રા તે સમયની સૌથી સુંદર મહિલાઓ પૈકી એક પણ ગણાતી હતી. સાથે જ તેને ઇતિહાસના પાનાઓ પર સામાન્યથી અલગ અને અજબ-ગજબ પ્રકારના શોખને કારણે પણ નોંધવામાં આવી છે.

કહેવાય છે કે કલીયોપેટ્રાને 5 અલગ અલગ ભાષાઓનું પણ જ્ઞાન હતું અને તેને કારણે જ તે કોઈપણ અજાણ્યા માણસો સાથે જલ્દી હળીમળી જતી હતી અને તેના અંગત રહસ્યો પણ જાણી લેતી હતી.

image source

કલીયોપેટ્રા સુંદર દેખાવવા માટે દરરોજ 700 જેટલી ગધેડીનું દૂધ મંગાવતી હતી અને તેના વડે નહાતી હતી. જેનાથી તેની ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ રાખતી. તાજેતરમાં જ કરવામાં આવેલી એક શોધ અનુસાર આ વાત સાચી પણ સાબિત થઇ છે. શોધના અધ્યયન મુજબ અમુક ઉંદરોને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ગાયનું દૂધ પીનારા ઉંદરો ગધેડીના દૂધ પીનારા ઉંદરડા કરતા વધુ જાડા થઇ ગયા હતા. જેથી ગાયના દૂધની સરખામણીએ ગધેડીના દૂધમાં ઓછી ચરબી હોય છે જે દરેક રીતે ફાયદાકારક છે.

image source

એવું પણ કહેવાય છે કે કલીયોપેટ્રા મિસ્ર પર શાસન કરનારી અંતિમ ફરાઓ હતી. જો કે તે આફ્રિકી, કોકેશિયસ અથવા યુનાની હતી પરંતુ તેની ચોક્ક્સતા વિષે હજુ સુધી સ્પષ્ટ માહિતી નથી જો કે તેના પર શોધખોળ હજુ ચાલુ છે. કલીયોપેટ્રા 39 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામી હતી પરંતુ તેનું મૃત્યુ કઈ રીતે થયું તેના પર રહસ્યનો પડદો પડેલો છે.

image source

અમુક લોકો એવું માને છે કે કલીયોપેટ્રાએ સાંપ પાસે ડંખ મરાવી આત્મહત્યા કરી હતી વળી અમુક લોકો એવું પણ માને છે કે તેનું મૃત્યુ ઝેર ખાવાના કારણે મૃત્યુ પામી હતી. વળી અમુક લોકો એવું પણ માને છે કે સાપ પાસે ડંખ મરાવી તેની હત્યા કરાઈ હતી. પરંતુ તેના મૃત્યુના અસલ કારણ પાછળ હજુ પણ રહસ્યનો પડદો છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત