આ ફેમસ ડાન્સર સંકટમાં, હાલમાં નથી ભાડુ ભરવાના પણ પૈસા

મોટી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ ડાન્સર છે તકલીફમાં ભાડાના પણ પૈસા નથી તેની પાસે.

image source

કોરોના વાયરસ અને એના કારણે ચાલી રહેલા લોકડાઉને ભલભલા વ્યક્તિઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.ક્યાંક કોઈને ખાવાના ફાંફા પડી રહ્યા છે, તો ક્યાંક લોકો પરિવારથી વિખુટા એકલા રહેવા મજબુર બન્યા છે. લોકોની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે. અને આમાં ફિલ્મ જગત પણ બાકી નથી રહી શક્યું. ફિલ્મ જગતમાં પણ ઘણા એવા લોકો છે જેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

હાલ થોડા સમય પહેલા જ બોલિવૂડની બેકઅપ ડાન્સર કુરનાલિયા લવેટ્ટ, જેને શાહરૂખ ખાન, ટાઇગર શ્રોફ, કરીના કપૂર અને કિયારા અડવાણી જેવા મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું, તેણે પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરતા કહ્યું છે કે, તે હાલ નાણાકીય તંગીથી ઝઝુમી રહી છે.એટલી હદે નાણાંની ખેંચ છે કે તે તેના ઘરનું ભાડું ભરવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. કુરનાલિયા લવેટ્ટે જણાવ્યું કે, તેણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘ગુડ ન્યૂઝ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘એબીસીડી-2’ જેવી ફિલ્મોમાં બેકઅપ ડાન્સર તરીકે કામ કર્યું છે.

image source

કુરનાલિયાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું મુંબઈના મલાડમાં એક ભાડાના મકાનમાં રહું છું અને હવે મને નાણાંની એટલી તંગી છે કે હું ઘરનું ભાડુ પણ ચૂકવવા સંઘર્ષ કરી રહ્યી છું.

કુરનાલિયા આગળ જણાવે છે કે ,મારા માતા-પિતાને પણ મારી પાસેથી કોઈ આશા નથી, કારણ કે તેઓ જાણે જ છે કે મારી પાસે હાલ કોઈ કામ છે જ નહીં. જોકે એક દીકરી તરીકે મારા માતા પિતાને તેમની વૃદ્ધાવસ્થામાં મદદ ન કરી શકવા ને કારણે હું ખરેખર ખૂબ જ અપરાધભાવ અનુભવી રહી છું. . કુરનાલિયાએ ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન તેવા લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

image source

કુરનાલિયાએ આગળ જણાવ્યું કે, અમે ત્રણ મહિનાથી બેરોજગાર છીએ.અમારી પાસે કાઈ જ કામ નથી. બોલિવૂડ ડાન્સર્સ એસોસિએશનમાં લગભગ 800 સભ્યો છે પરંતુ તેમાંથી માત્ર 100 લોકોને જ રેશન મળ્યું છે. મને પણ હજી રેશન મળ્યું નથી. અમિતાભ બચ્ચને અમને મદદ કરવામાં હેતુસર 1500 રૂપિયાનું રેશન કૂપન આપ્યું હતું. સલમાન ખાને એપ્રિલમાં પણ અમારા ખાતામાં 3,000 રૂપિયા મોકલી અમને આર્થિક મદદ કરી હતી.અને અમે તેના માટે એમના આભારી છીએ.

image source

ખરેખર બોલિવુડના આ બેકઅપ ડાન્સરની આપવીતી સાંભળીને એકવાર તો આ ફિલ્મ જગતની ચકમક પાછળનો ખરો ચહેરો દેખાઈ જ આવ્યો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત