Site icon News Gujarat

જોઇ લો તસવીરોમાં R Madhavanનો બંગલો, જે બાલ્કનીમાં જ ઉગાડે છે પપૈયાથી લઈને કારેલા જેવા અનેક શાકભાજી

જોઈશું R માધવનનું શાનદાર ઘર, બાલ્કનીમાં જ ઉગાડે છે પૈપયાથી લઈને કારેલા જેવા શાકભાજી.

બોલીવુડ અભિનેતા આર. માધવન હાલમાં જ ૫૧ વર્ષના થઈ ગયા છે. આર. માધવનએ ટીવી સીરીયલ્સથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી અને ત્યાર બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ અને ‘૩ ઈડિયટ્સ’ જેવી સુપર હિટ્સ ફિલ્મમાં અભિનય કરીને પોતાના નવા લાખો ફેંસ બનાવી લીધા છે. પરંતુ આર. માધવન જેટલા શાનદાર અભિનેતા છે એટલા જ સામાન્ય માણસ પણ છે, એમના ઘરને જોવાનું પણ કઈ ઓછું રસપ્રદ છે નહી.


આપને જણાવી દઈએ કે, આર. માધવન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા સક્રિય રહે છે. અને સમયે સમયે પોતાના ઘરના ફોટોસ અને વિડિયોઝ શેર કરતા રહે છે. તાજેતરમાં જ આર. માધવનએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક શાનદાર વિડીયોને ફેંસની સાથે શેર કર્યા છે. એક વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આર. માધવનના ઘરની બાલ્કનીમાં કરેલા અને પૈપયાના ઝાડ લગાવવામાં આવ્યા છે.

બાલ્કનીમાં શાકભાજી અને ફળ ઉગાડવાની પદ્ધતિ ફેંસને ખુબ પસંદ આવ્યો-


એટલું જ નહી, એમની બાલ્કનીના આ બગીચામાં દાડમ પણ ઉગાડવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેઓ હાઈ રાઈઝ બિલ્ડીંગમાં રહે છે અને આર. માધવનએ ત્યાં આ શાનદાર બગીચો પણ બનાવ્યો છે. આવી રીતે આર. માધવનની આ બાલ્કનીમાં શાકભાજી અને ફળ ઉગાડવાની પદ્ધતિને ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં જલ્દી જ જોવા મળશે-


કરિયરની વાત કરીએ તો આર. માધવનની આવનાર ફિલ્મ ‘રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ’ છે. આ ફિલ્મમાં ભારતીય સ્પેસ સાયન્ટિસ્ટ દ્વારા મંગળ પર પહેલી જ વારમાં પહોચવાની સફર બતાવવામાં આવી શકે છે.

જો આપ પણ ગાર્ડનીંગનો શોખ ધરાવો છો તો કઈક આવી રીતે ઘરને સજાવી શકો છો-


-ઘરની બાલ્કનીમાં મોટાભાગે આપણે રમકડા કે પછી સાયકલ અને અન્ય સામાન મૂકી દેતા હોઈએ છીએ પરંતુ એના બદલે આપે અહિયાં ઇન્ડોર છોડ લગાવવા જોઈએ, જેમ કે, એરિકા પામ, મની પ્લાન્ટ, ક્રિટોનનો છોડ, એલોવેરા, રબડ પ્લાન્ટ વગેરેથી ઘરની બાલ્કનીને સજાવી શકો છો.

-આપ લિવિંગ રૂમમાં પણ છોડ રાખી શકો છો, આ છોડોને ઇન્ડોર છોડ કહેવામાં આવે છે. પરંતુ અહિયાં આ પણ ધ્યાન આપવું જોઈએ કે, આકરો તાપ અને સખ્ત પ્રકાશવાળી જગ્યા પણ ના હોવી જોઈએ કેમ કે, સખ્ત પ્રકાશથી છોડના પાંદડા સુકાઈ જઇને પીળા પડવા લાગે છે અને બળી જાય છે.


-ઘરની અંદર રાખવામાં આવતા છોડોમાં પણ નિયમિત પ્રમાણમાં પાણી નાખો અને એની પહેલા એ જાણી લેવું જોઈએ કે, છોડને વધારે પાણીની જરૂરિયાત છે કે પછી ઓછા પાણીની કે પછી છોડ કેટલા દિવસો સુધી પાણી વિના પણ રહી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version