લોકડાઉનમાં ભગવાને બનાવી આ 10 જોડીઓ, ક્યાંક બાઇક પર આવી દુલ્હન તો ક્યાંક વળી એવુ થયુ કે જે જાણીને તમને પણ લાગશે નવાઇ

લોકડાઉનમાં ભગવાને બનાવી આ 10 જોડીઓ, ક્યાંક બાઇક પર આવો દુલહન તો ક્યાંક પોલીસ બન્યા જાનૈયા.

image source

લોકડાઉનના આ સમયમાં અજબ ગજબ લગ્નો થઈ રહ્યા છે. ક્યાંક ચાર પાંચ લોકો જાન લઈને આવી રહ્યા છે તો ક્યાંક જાનનું સ્વાગત સેનેટાઇઝર લગાવીને કરવામાં આવી રહ્યું છે અને જાનૈયાઓને ફુલોના હારની પહેલા માસ્ક પહેરાવવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખીને ફેરા ફરવામાં આવી રહ્યા છે તો ફુલોના હારને સેનેટાઇઝ કરાઈ રહ્યા છે.મધ્યપ્રદેશના ધાર ગામમાં માસ્ક પહેરેલા વર વધૂએ લાકડીના આધારે એકબીજાને દૂરથી હાર પહેરાવ્યા.

મુરાદાબાદમાં ચાર લોકો જાનમાં ગયા ને દુલહન બાઇક પર સાસરે પહોંચી.મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં લોકડાઉન દરમિયાન એક એવા લગ્ન થયા જેમાં વર વધૂના લગ્ન કરાવવા માટે પંડિત ન મળ્યો તો પેટ્રોલિંગ પર નીકળેલી મહિલા એસઆઈ એ જ લગ્નના મંત્રો વાંચ્યા અને દીવો સળગાવી સાત ફેરા લેવડાવ્યા.એક વર મહોબાના પુનિયા ગામનો જોવા મળ્યો. પોલીસે પરવાનગી ન આપી તો સાઈકલ ચલાવીને આવી ગયો અને મંદિરમાં લગ્ન કર્યા બાદ દુલહનને સાઇકલ પર જ સાસરે લઈ ગયો. જમ્મુમાં માતાપિતા, એક બ્રાહ્મણ અને એક ફોટોગ્રાફર મળીને ફક્ત પાંચ લોકોની જાન જોવા મળી.

એક જગ્યાએ તો લગ્ન માટે દુલ્હાના ગામ પહોંચી ગઈ દુલહન.

image source

અખાત્રીજ ના શુભમુહૂર્ત પર ગોંડામાં ચાર કલાકમાં જ લગ્ન થઈ ગયા.અને દુલહન સાસરે પહોચી ગઈ.પટના ના બંદર બગીચામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં અનોખા લગ્ન થયા.વરના ઘરે લગ્ન અને વધૂના પરિવારવાળા ઓનલાઈન જોવા મળ્યા. લગ્નમાં ન તો બેન્ડબાજા, ન કોઈ તૈયારી, ન કોઈ સગાંવહાલાં, ના કોઈ ભોજનની સુવિધા, પૂજારી સાથે મળીને ફક્ત પાંચ છ લોકો જ હાજર રહ્યા.તો બીજી એક જગ્યાએ તો બધા રિવાજો પૂર્ણ કરી બોર્ડર પર જ વર વધુ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા.આ અનોખા લગ્નમાં લાગણીશીલ ક્ષણો ત્યારે આવી જ્યારે છોકરીનું કન્યાદાન પોલીસે કરી એને વિદાય આપી. લાકડીને આધારે પહેરાવી વરમાળા.

કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનના કારણે કુક્ષી નજીક આવેલા ટોંકીમાં 28 એપ્રિલે થયેલા આ લગ્નની ચર્ચા આખા વિસ્તાર માં છે.ટોંકી ગામના શિક્ષક જગદીશ મંડલોઈની પુત્રી ભારતીના શુભલગ્ન અમઝેરાના રહેવાસી ડૉ.કિરણસિંહ નિગમના પુત્ર તથા અમઝેરામાં જ પશુઓના ડોકટર તરીકે ફરજ બજાવતા ડૉ. રાજેશ નિગમ સાથે 26 એપ્રિલે નક્કી હતા. પણ લોકડાઉનના કારણે લગ્ન ધૂમધામથી ન થઈ શક્યા.વર અને વધૂ પક્ષના અગ્રણીઓએ ગામથી દૂર આવેલા હનુમાન મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. મંદિરને પહેલા સેનેટાઇઝ કરાયું. વર વધૂએ એક મીટર દૂર ઉભા રહીને લાકડીની મદદથી એકબીજાને વરમાળા પહેરાવી. લાકડી દ્વારા વરમાળા પહેરાવવાનો આઈડિયા છોકરીના પિતાએ આપ્યો હતો. લગ્ન પછી હાજર બધા મહેમાનોએ સાબુથી હાથ ધોઈને ભોજન લીધું અને નવદંપતિને આશીર્વાદ આપ્ય

બાઇક પર સાસરે પહોંચી દુલહન.

image source

કુંદરકીમાં રહેનાર સોનુ રાજપૂત ઉર્ફે અજયના લગ્ન ડિસેમ્બર 2019માં ચંદોશીમાં નક્કી થયા હતા. 24 માર્ચે લોકડાઉન થતા લગ્ન મોકૂફ રખાયા.પણ સોનુની માતાનું મૃત્યુ થઈ ગયું અને ઘરમાં એ અને એના પિતા જ રહ્યા એટલે એ નક્કી થયું કે લોકડાઉનમાં જ લગ્ન થશે. એટલા જ લોકો લગ્નમાં સામેલ થશે જેટલા લોકડાઉનના નિયમાનુસાર નક્કી કરવામાં આવ્યા છે. કલમ 144 પ્રમાણે ફક્ત ચાર લોકો જાનૈયા બની ચંદોશીના મોજમપુર મોલાગઢ મહોલ્લામાં પહોંચ્યા.અને ત્યાં સોનુ અને નૈના એ સાત ફેરા લીધા. પરિવારના લોકોએ સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કર્યું.। લગ્ન હિન્દૂ રીતરિવાજ મુજબ પૂર્ણ થયું. બંને એ એકબીજાને વરમાળા પહેરાવી. સાત ફેરા ફર્યા. અને દુલહન એના પતિ સાથે બાઇક પર સાસરે ગઈ.

એસઆઈ એ વાંચ્યા મંત્રો અને દીવો કરી કરાવ્યા સાત ફેરા.

image source

આ કિસ્સો નરસિંહપુર જિલ્લાના જોતેશ્વર ગામની એસઆઈ એ પંડિત બની કરાવેલ લગ્નનો છે. જિલ્લાના શ્રીનગરના લક્ષમણ પુત્ર ટીકારમ ચૌધરીના અખાત્રીજના દિવસે ઇતવારા બજારમાં રહેતા ઋતુ પુત્રી રાજારામ ચૌધરી લગ્ન નક્કી થયા હતા. લગ્ન કરાવવા માટે જ્યારે કોઈ પંડિત ન મળ્યા. ત્યારે જોતેશ્વર પોલીસ સ્ટેશનની એસઆઈ અંજલિ અગ્નિહોત્રી પેટ્રોલિંગ કરતા કરતા મંદિરે પહોંચી ત્યારે વર વધૂએ એમની સમસ્યા જણાવી. પછી એસઆઈ એ ખુદ પંડિત બની લગ્ન કરાવ્યા.એસઆઈ એ લગ્ન માટે ઘટતી વસ્તુઓ પણ પોતાના સાથીઓને બજારમાં મોકલી મંગાવી હતી. ગૂગલના આધારે લગ્ન વિધિ શોધી મંત્રો વાંચી લગ્ન પૂર્ણ કરાવ્યા.હવન કુંડની જગ્યા એ ઘીનો દીવો કરીને સાત ફેરા કરાવ્યા. સાત વચનોની સાથે સાથે વર વધૂને કાયદાકીય સુચનાઓ પણ આપ

દુલ્હા એ 100 કિમિ સાઇકલ ચલાવી મંદિરમાં લગ્ન કર્ય

બૂંદેલખંડમાં આ રીતના લગ્નનો સિલસિલો ચાલી રહ્યો છે, એવામાં એક દુલ્હો એકલો જ સાઇકલ ચલાવીને લગ્ન કરવા હમીરપુરથી મહોબા આવ્યો હતો.કલકુ એ જણાવ્યું હતું કે એને પોલીસ સ્ટેશન જઈને બાઇક પર મહોબા જવા માટેની પરવાનગી માંગી પણ મળી નહિ. એટલે એને સાઇકલ દ્વારા જવાનું નક્કી કર્યું જેથી રસ્તામાં કોઈ રોક ટોક ન કરે.કલકુએ આગળ જણાવ્યું કે લોકડાઉનના કારણે હાઇવે પણ સુમસામ હતો અને એને ક્યાંય આરામ પણ નહોતો કર્યો. એ સાઇકલ ચલાવીને ક્યાંય રોકાયા વગર મહોબાથી પુનિયા ગામ પહોંચી ગયો.સાસરીમાં એની આગતા સ્વાગતા કરવામાં આવી અને સાસુ સસરાનો આશીર્વાદ લઈ એ સાઇકલ પર જ દુલહન ને લઈને ઘરે પરત ફર્યો. એ જ દિવસે ધ્યાનીદાસ આશ્રમમાં દુલ્હા દુલહને એકબીજાને વરમાળા પહેરાવીને લગ્ન કર્યા. કલકુએ જણાવ્યું કે દુલહનને લાવવા માટે એને લગભગ સો કિમિ સાઇકલ ચલાવી.

ન બેન્ડ બાજા, ન બારાતી, માસ્ક પહેરીને કર્યા લગ્ન

image source

દરેક પિતાની પોતાના બદકોન લગ્ન ધામધૂમથી કરવાની ઈચ્છા હોય છે, પણ આ સમયે કોરોના વાયરસના કારણે કોઈ સગાંવહાલાં આવી નથી શકતા. આવા જ એક લગ્ન જમ્મુના નાનક નગરમાં થયા. મયંક અને પલકિનના લગ્ન 27 એપ્રિલે પહેલેથી નક્કી હતા.સરકારે જાનમાં ફક્ત પાંચ લોકોને જવાની જ પરવાનગી આપી હતીદુલ્હો મયંક, એના માતાપિતા, એક પૂજારી અને ફોટોગ્રાફર મળીને કુલ પાંચ લોકો જાનમાં મોતી બજારથી નાનક નગર પહોચ્યા હતા. ત્યાં દુલહનના ઘરે જ લગ્નવિધિ પૂર્ણ કરી દુલહન પલકીનને વિદાય કરી લઈ આવ્યા હતા. દુલહનને સાસરે લાવ્યા બાદ જરૂરી વિધિ પૂર્ણ કરાઈ. દુલ્હા દુલહન બંને ખૂબ ખુશ હતા. દુલ્હા મયંકને કહેવું હતું કે પહેલા એમને એવું હતું કે 14 એપ્રિલે લોકડાઉન ખુલી જશે, પણ લોકડાઉન લંબાયું. એવામાં પાછળ ખસી જવું શક્ય ન હતું એટકે સરકારની પરવાનગી લઈ સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા.

લગ્ન માટે દુલ્હાના ગામ પહોંચી દુલહન

image source

લોકડાઉનમાં ઘણા લોકોને લગ્ન રદ કરવામાં આવ્યા. એવામાં ઘણા લોકોને લગ્ન થયા તો એમાં ચાર પાંચ લોકો જ જાનૈયા તરીકે દેખાયા.એવા જ એક અનોખા લગ્ન થયા મીરા સાહિબના કૃષ્ણ નગર ગામા રહેતા અશ્વિની ભાટિયાના પુત્ર પ્રદીપ ભાટિયાના.આ લગ્નની ખાસિયત એ રહી કે છોકરવાળા છોકરીવાળાના ઘરે જાન લઈને નહોતા ગયા. પણ છોકરીવાળા છોકરીને લઈને છોકરાના ગામ આવ્યા હતા અને ત્યાં જ ગુરુદ્વારમાં બન્ને ના લગ્ન થયા.સાદાઈથી લગ્ન કરવા માટે સરકારી પરવાનગી લેવાઈ હતી. આ લગ્નમાં ફક્ત પાંચ લોકો જ હાજર હતા.પ્રદીપ ભાટિયા લગ્ન 27 એપ્રિલે નક્કી થયા હતા. લોકડાઉનના કારણે વધારે લોકો લગ્નમાં હાજરી આપી શકે તેમ નહોતું. એટલે સાદાઈથી લગ્ન કરવા વર અને વધૂ પક્ષના લોકો સહમત થયા હતા.

ના બેન્ડ બાજા કે ના આવ્યા જાનૈયા, ફક્ત 2 કલાકમાં થઈ ગયા લગ્ન

image source

દરિયાપુર ગામના અનુઠીના લગ્ન પણ ચર્ચાનો વિષય બન્યા છે.26 એપ્રિલે લગ્નન્ક તારીખ નક્કી કરવામાં આવી હતી. લગ્નના એક મહિના પહેલા લોકડાઈન થઈ ગયું. પરિવારના લોકો એ લગ્નને મોકૂફ રાખવાને બદલે એ જ દિવસે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. દુલ્હો સોનુ પોતાના ત્રણ જાનૈયા સાથર લગ્ન માટે દરિયાપુર પહોંચ્યો. દુલ્હા બનેલો સોનુ જ્યારે આંગણે પહોચ્યો તો દુલહન જ્યોતિએ એના હાથ સેનેટાઇઝ કરાવ્યા. વર વધુ સાથે મહેમાનો એ પણ મોઢે માસ્ક બાંધ્યું.પંડિતે મંત્રોચ્ચાર કરી લગ્ન પૂર્ણ કરાવ્યા.બપોર પછી દીકરીને વિદાય આપતી વખતે એના પરિવારના સભ્યોની આંખો ભીની થઇ ગઇ.

ચાર કલાકમાં નિપટાવ્યા લગ્ન- સાસરે પહોંચી દુલહન

image source

ગોંડામાં અખાત્રીજે એક અનોખો લગ્ન થયા. નવાબગંજના તીકોના પાર્કના રહેવાસી દ્વારકાપ્રસાદ ગુપ્તાના પુત્ર સુભમ ગુપ્તાના લગ્ન આઠ મહિના પહેલા પૂર્વ તરબગંજ પાસે એક પરિવારની સરિતા સાથે નક્કી થયા હતા. કોરોનાને કારણે લોકડાઉન છે અને એના કારણે બધા જ બધા કાર્યક્રમ પર રોક લગાવવામાં આવી છે. લગ્ન માટે બંને પક્ષોએ સરકાર પાસે પરવાનગી લીધી હતી. સાત લોકોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા. લગ્ન દિવસે જ થોડા કલાકમાં થઈ ગયા અને દુલહન સાસરે પહોંચી ગઈ.

પટનામાં દુલ્હાના ઘરે દુલહને લીધા સાત ફેરા, સિમલામાં ઓનલાઈન હતો પરિવાર.

image source

પટનાના બંદર બગીચામાં એક એપાર્ટમેન્ટમાં અનોખા લગ્ન થયા. લગ્નમાં માસ્ક લગાવેલા દુલ્હા દુલહને એકબીજાને વરમાળા પહેરાવી.રિટાયર્ડ આઈપીએસ આનંદ કુમાર સિંહના ભત્રીજા અભિનવ અંકિત ના લગ્ન સિમલા માં રહેનારી જ્યોતિ સાથે પાંચ મેં એ પટના કલબમાં થવાના હતા.જ્યોતિ લગ્નના ઘરેણાં પસંદ કરવા માર્ચ મહિનામાં પટના આવી હતી. અને પછી લોકડાઉનના કારણે એ સિમલા પરત ન ફરી શકી. પાંચ મેં સુધી લોકડાઉન ખુલી જવાની આશા પણ પુરી થઈ એટલે દુલ્હા પક્ષના લોકોએ એપાર્ટમેન્ટમાં રહેતા પંડિતનો સંપર્ક કર્યો.લગ્નમાં અંકિતના ઘરના લોકો હાજર હતા. દુલહન પક્ષના લોકોએ આ લગ્નને ઇન્ટરનેટની મદદથી લાઈવ જોઈ રહ્યા હતા. દુલ્હા પક્ષના એક સગા એ જ જ્યોતિનું કન્યાદાન કર્યું.

ઉત્તરાખંડમાં પોલીસ સ્ટેશનમાં જ બંધાયો મંડપ, પોલીસે આપ્યું કન્યાદાન

image source

ઉત્તરપ્રદેશના મુરાદબાદ જિલ્લાના તાહાનાયક ગામના મુંડા પાંડેય કસ્બાના વિક્રમ સિંહના લગ્ન કાશીપૂર્ણ રહેવાસી સ્વ જગત સિંહની પુત્રી નેહા સિંહ સફહે નક્કી થયા હતા. જાન લઈ જવાની પરવાનગી માંગી તો જણાવવામાં આવ્યું કે બોર્ડરથી બીજા પ્રદેશમાં જવાને કારણે 14 દિવસ કોરોન્ટાઇનમાં રાખવાની પ્રક્રિયા છે.એવા માં બન્ને પરિવારે નક્કી કર્યું કે બોર્ડર પર જ લગ્ન કરાવવામાં આવે જેમાં બંને પરિવારમાં પાંચ પાંચ લોકો હાજર હતા. મુરાદાબાદ વિસ્તારના પાંચ જાનૈયા યુપી ઉત્તરાખંડ બોર્ડર પર આવેલી પેગ પોલીસ ચોકી પર પહોંચ્યા જ્યાં ચોકીના ઇન્ચાર્જ અશોક ફતર્યાલ ની હાજરીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું.બંને પરિવારે નવદંપતિને આશીર્વાદ આપ્યા. પોલીસકર્મીઓ એ જ નેહનું કન્યાદાન કરી એને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત