રાધારાણીએ આપી મોરને અનોખી સલાહ, જાણો કનૈયા વિશેની આ મસ્ત વાતો

રાધાકૃષ્ણના પ્રેમની ઘણી બધી કથાઓ છે. જેને આપણે વાચી છે કે પછી સાંભળી છે તેમના પ્રેમની પરાકાષ્ઠાનો અનુભવ થાય છે. પરંતુ કેટલાક એવા પણ કિસ્સા છે જેને જાણીને આપને નવાઈ લાગશે. ભગવાન શ્રી કૃષ્ણના માથા પર સજી રહેલ મોરપંખ પણ આવા જ એક કિસ્સાનો ભાગ બન્યું અને તેનું પરિણામ આવ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગ સુધી મોરપંખને પોતાના શિશ પર ધારણ કરવાનું વરદાન આપી દીધું. ચાલો જાણીએ મોરપંખ વિષે વિસ્તારથી…

image source

અદ્દભુત છે રાધાકૃષ્ણની આ પ્રેમકથા.:

કથામાં જણાવવામાં આવ્યું છે કે, ગોકુળમાં એક મોર રહેતો હતો, આ મોર શ્રીકૃષ્ણનો અનન્ય ભક્ત હતા. એકવાર મોરએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રીકૃષ્ણના દ્વાર પર જઈને જાપ કરવાનો વિચાર કર્યો. ત્યાર બાદ મોર શ્રીકૃષ્ણના દ્વાર પર બેસીને કૃષ્ણ- કૃષ્ણ જાપ કરવા લાગે છે. મોરને જાપ કરતા કરતા એક વર્ષ જેટલો સમય વીતી જાય છે પરંતુ મોરને શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી. એક દિવસ દુઃખી થઈને મોર રડવા લાગે છે ત્યારે જ ત્યાંથી એક મૈના ઉડીને જઈ રહી હતી, આ મૈનાએ મોરને રડતા જોઇને ખુબ જ અચરજ પામી જાય છે.

image source

શ્રીકૃષ્ણના દ્વાર પર જયારે રડતો રહ્યો મોર.:

મૈનાએ વિચાર્યું કે, આમ તો મોર કોઈ પણ કારણથી રડી શકે છે પરંતુ શ્રીકૃષ્ણના દ્વાર પર કોઈ રડી રહ્યું હોય તો તે આશ્ચર્યચકિત કરવા જેવી વાત છે. ત્યાર બાદ મૈના મોરની પાસે આવે છે અને રડવાનું કારણ પૂછે છે તો મોર જણાવે છે કે, એક વર્ષથી હું શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે શ્રીકૃષ્ણના નામના જાપ કરી રહ્યો છું. પરંતુ શ્રીકૃષ્ણએ આજ સુધી મને પાણી પણ પીવડાવ્યું નથી.

image source

મૈનાએ આપી રાધારાણીના શરણમાં જવાની સલાહ :

મોરની વાત સાંભળીને મૈના કહે છે કે, હું શ્રીરાધારાણીના બરસાનાથી આવી છું, તુ મારી સાથે ત્યાં જ ચાલ, રાધારાણી ખુબ જ દયાળુ છે રાધારાણી તારી પર જરૂરથી કૃપા કરશે. મોરએ મૈનાની વાત માની લીધી અને બંને ઉડતા ઉડતા જ બરસાના પહોચી જાય છે. પરંતુ મોરએ રાધારાણીના દ્વાર પર પણ શ્રીકૃષ્ણના નામના જ જાપ કર્યા. મોરના જાપ સાંભળતા જ શ્રીરાધારાણી તરત જ દોડીને આવી જાય છે અને મોરને ગળે લગાવી લે છે.

image source

રાધારાણી બોલ્યા મારા શ્રીકૃષ્ણ એવા નિર્મોહી નથી.:

રાધારાણીએ મોરને પૂછ્યું કે, તુ ક્યાંથી આવ્યો છે. ત્યારે મોર કહે છે કે, જય હો રાધારાણી કી. આજ સુધી સાંભળ્યું હતું કે તમે કરુણામયી છો અને આજે જોઈ પણ લીધું. રાધારાણી બોલી તે કેવો છે. ત્યારે મોર બોલ્યો કે, હું છેલ્લા એક વર્ષથી શ્રીકૃષ્ણના દ્વાર પર કૃષ્ણના નામના જાપ કરી રહ્યો છું. પરંતુ પાણી પીવડાવવાનું તો દુર મારી તરફ જોયું સુદ્ધા નહી. ત્યારે રાધારાણી કહે છે કે, નહી મારા કાન્હા એવા નિર્મોહી છે નહી.

image source

રાધારાણીએ આપી મોરને અનોખી સલાહ :

રાધારાણી કહે છે કે, ફરીથી ટુ કૃષ્ણના દ્વાર પર જાવ. પરંતુ આ વખતે કૃષ્ણ નહી રાધે રાધે રટવું. મોરએ રાધારાણીની વાત માની લીધી અને પાછા ગોકુળમાં આવીને ફરીથી શ્રીકૃષ્ણના દ્વાર પર પહોચે છે અને આ વખતે રાધે રાધે રટવા લાગે છે. આ સાંભળતા જ શ્રીકૃષ્ણ દોડીને ચાલ્યા આવે છે અને મોરને પૂછે છે કે, તે ક્યાંથી આવે છે ? ત્યારે મોર કહે છે કે, માધવ એક વર્ષથી હું તમારા નામનું સંકીર્તન કરી રહ્યો હતો ત્યારે તમે મને પાણી પણ નથી પીવડાવ્યું આજે રાધે રાધે જાપ કરવાથી દોડીને ચાલ્યા આવ્યા.

image source

રાધેનું નામ જપવું સૌભાગ્યની વાત છે.:

મોરની વાત સાંભળીને શ્રીકૃષ્ણ બોલે છે કે, મેં તને ક્યારેય પણ પાણી નથી પીવડાવ્યું આ મેં પાપ કર્યું છે. પરંતુ તે રાધાનું નામ લીધું, આ તારું સૌભાગ્ય છે. એટલા માટે હું તને વરદાન આપું છું કે, જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે, તારા પંખ હંમેશા જ મારા શિશ પર વિરાજમાન થશે. આ સાથે જ જે પણ ભક્ત કીશોરીજીનું નામ લેશે તે પણ મારા શિશ પર રહેશે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત