વર્ષો જૂનુ ઘી હોવા છતાં તેમાં નથી પડતી જીવાત કે નથી આવતી વાસ, જાણો ક્યાં આવેલ છે આ મંદિર…

ગુજરાત રાજ્યમાં આમ તો અગણિત નાના-મોટા મંદિર અને દેવસ્થાન આવેલા છે. પરંતુ આજે તમને એક એવા મંદિર વિશે જાણકારી મળશે જે 600થી વધુ વર્ષ જૂનું છે અને જ્યાં 13થી 14 હજાર કિલો ઘી સચવાયેલું રહે છે. આ મંદિરનું સત એટલું છે કે ભક્તોએ શ્રદ્ધાથી ચઢાવેલું ઘી વર્ષો સુધી તાજું જ રહે છે. આ ઘીમાં નથી થતી ફુગ કે નથી તેમાંથી આવતી વાસ.

image source

આ મંદિર આવેલું છે અમદાવાદથી 50 કિમી દૂર આવેલા રઢુ ગામમાં. આ ગામ ખેડા જિલ્લામાં વાત્રક નદીના કિનારે આવેલું છે. આ ગામની ઓળખ છે અહીં બિરાજમાન કામનાથ મહાદેવ. આ મંદિર 620 વર્ષ જુનું છે અને અહીં 600થી વધુ કાળા માટલામાં ભરેલું છે ઘી.

રઢુ ગામ અને તેની આસપાસના ગામના કોઈપણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચાનો જન્મ થાય ત્યાર પછી તેના પહેલા વલોણાના ઘીને આ મંદિરમાં ધરવામાં આવે છે. આ જ કારણ છે કે વર્ષોથી અહીં મોટા પ્રમાણમાં ઘી એકઠું થાય છે. મંદિરમાં કાળી માટીના અનેક માટલા રાખવામાં આવ્યા છે જેમાં ઘી ભરવામાં આવે છે.

image source

ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા ઘીનો ઉપયોગ મંદિરની અખંડ જ્યોતમાં કરવામાં આવે છે. ઉપરાંત યજ્ઞ, હોમ જેવી વિધિમાં કરવામાં આવે છે. આ મંદિરમાં આવેલા ઘીને અહીંથી બહાર લઈ જઈ શકાતું નથી કે કોઈને આપી શકાતું નથી. માનવામાં આવે છે કે જે વ્યક્તિ આમ કરે છે તેને ભારે નુકસાન સહન કરવું પડે છે. આ જ કારણ છે કે અહીં વર્ષોથી હજારો કિલો ઘી જમા થતું રહે છે.

image source

આ મહાદેવનું સત પણ આસપાસના વિસ્તારના લોકો ખૂબ માને છે. આ મંદિરની સ્થાપના 1445માં થઈ હોવાનું માનવામાં આવે છે. વર્ષો પહેલા અહીં રહેતા જેસંગભાઈ મહાદેવના ભક્ત હતા. તે મહાદેવના દર્શન કર્યા બાદ જ ભોજન લેતા હતા. આ જેસંગભાઈના સપનામાં એકવાર મહાદેવ આવ્યા અને તમને કહ્યું કે રઢુ ગામની બાજુમાં આવેલા પુનાજ ગામથી દીવો પ્રગટાવી તેમને લઈ આવે. બસ બીજા દિવસે તેમણે આ વાત ગામજનોને કહી અને તેઓ પુનાજ ગામેથી દીવો પ્રજ્વલિત કરી રઢુ આવવા નીકળ્યા. લોકવાયકા એવી પણ છે કે રસ્તામાં પવન, વરસાદ હોવા છતાં દીવો રઢુ આવ્યા ત્યાં સુધી અખંડ રહ્યો અને આ અખંડ જ્યોત આજે પણ મંદિરમાં પ્રજ્વલિત છે.

image source

શ્રાવણ મહિનામાં અહીં મોટો હવન થાય છે જે સવારથી સાંજ સુધી ચાલે છે. આ હવનમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં અહીં ઘી ખુટતું નથી. શ્રાવણ માસમાં અહીં કામનાથ દાદાનો મોટો મેળો પણ ભરાય છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે એકત્ર પણ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ