રડવાનો અવાજ સંભળાતા તપાસ કરી તો તગારામાંથી મળી આવ્યુ નવજાત શિશુ…

નિર્દયતાની ચરમ સીમા પર આવી છે માનવ જાત, મોડાસામાં એક માતા તગારામાં પોતાના નવજાત શિશુને મૂકી ફરાર

સામાન્ય રીતે બાળક એ ભગવાનનું રૂપ ગણાય છે. કહેવાય છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ હોય તો જ આપણા ઘરે જન્મ લેતા હોય છે. આવા સમયે અનેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે જે સાંભળ્યા પછી આપણે માનવજાત અપરથી માણસાઈ હોવાનો વિશ્વાસ પણ ગુમાવી બેસતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે ત્યાં એવી કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થઇ શકે. જો કે એવા અનેક કિસ્સાઓ પણ આપણી આખો સમક્ષ આવતા હોય છે જેમાં આપણને લાગે કે માવતર પણ કમાવતર હોઈ શકે છે. આવી જ એક ઘટના મોડાસામાં સામે આવી છે, અહી એક માતા પોતાના નવજાત બાળકને રસ્તા પર છોડી ગઈ હોવાના સમાચાર મળ્યા છે.

image source

બાળકને તગારામાં મુકીને મા પલાયન કરી ગઈ

મળતી માહિતી પ્રમાણે આ ઘટના શનિવારની રાત્રે ઘટી હતી, જ્યારે જાહેર રસ્તા પાસે મોડાસાના સર્વોદય નગર પાસે આવેલા મકાનની સીડીઓમાં એક અજાણી મહિલા આવી હતી. આ મહિલા અહી આવીને એક નવજાત શિશુને લાલ કપડામાં વીંટાળી પલાસ્ટીકના ટોકરમાં મુકીને ચુપકે પગલે ભાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન કેટલાક સમય બાદ આખો બનાવ ત્યારે લોકોના સામે આવ્યો, જયારે મોડી રાત્રે એક યુવતી લઘુ શંકા માટે બહાર આવી અને એણે કોઈ નાનકડા બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. જો કે આ મહિલાએ આ અવાજ સંભળાતા જ પોતાના પરિવારને જાણ કરી હતી અને પરિવાર સાથે જયારે તપાસ કરવામાં આવી તો એમને સીડી નીચેના ભાગેથી એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.

image source

૧૦૮ બોલાવીને ટાઉન પોલીસને જાણ કરવામાં આવી

આ ઘટનાની જાણ થતા જ પરિવાર અને આસપાસના લોકોએ તરત જ ફોન કરીને ૧૦૮ની ટીમને બોલાવી લીધી હતી. જો કે ૧૦૮ આવ્યા પછી પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર માટે આ બાળકને હિમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. હજુ સુધી કોઈની પાસે આ પ્રશ્નોના જવાબ નથી કે આ બાળક કોણ હશે? કોનું હશે? શા માટે આ બાળકને આમ તરછોડી દેવામાં આવ્યું હશે? વગેરે… જો કે નવજાત બાળકની આંખો હોસ્પીટલમાં પણ પોતાની માતાને શોધી રહી છે. જો કે આ નવજાત શિશુનો જન્મ હોસ્પીટલમાં થયો હતો કે કેમ આ પ્રશ્નને લઈને પણ ચર્ચા થઇ રહી છે.

image source

સન્માન અને લાજ બચાવવા બાળકો તરછોડી દેવાય છે

બાળકને તરછોડી દેવાનો આ કોઈ પ્રથમ કેસ નથી, અવારનવાર આવા સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ, સામાન્ય રીતે આ એવા બાળકો હોય છે, જેમના જન્મનું સત્ય લોકો સામે લાવવાથી બે જીવન બરબાદ થતા હોય છે. અથવા આ એવા બાળકો હોય છે જેમના જન્મ પછી એમને સમાજના ડરથી માતા દ્વારા, મજબુરીમાં અથવા સ્ત્રી પુરુષની સહમતીથી તરછોડી દેવાતા હોય છે. સંસારમાં કદાચ જ આવા ગુનાઓ રોકવામાં આપણને સફળતા મળશે. પણ આપણે ક્યારેય એ ન ભૂલવું જોઈએ કે કોઈ એક અથવા બેની ભૂલના કારણે આવા કિસ્સાઓમાં એક નિર્દોષ બાળકના આખાય જીવન અને અસ્તિત્વ પર એના જન્મની સાથે જ પ્રશ્નાર્થ ચિન્હો મુકાઈ જતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત